• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /'હું પેલા ગાંજો પીતો હતો', ડ્રગ્સ અને સ્ટીરોઈડના નશામાં પુત્ર બન્યો રાક્ષસ, હસતા-રમતા પરિવારનો પોતાના હાથે કર્યો નાશ!

'હું પેલા ગાંજો પીતો હતો', ડ્રગ્સ અને સ્ટીરોઈડના નશામાં પુત્ર બન્યો રાક્ષસ, હસતા-રમતા પરિવારનો પોતાના હાથે કર્યો નાશ!

Ahmedabad News: ડ્રગ્સની આદત કેવી રીતે હસતા-રમતા પરિવારને બરબાદ કરી દે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ અમદાવાદ ના બોડકદેવ વિસ્તાર માંથી સામે આવ્યું છે બોડકદેવ ના નારાયણ બંગલોઝમાં છેલ્લા 2 વર્ષથી લોકો માટે માથાનો દુખાવો બનેલા આકાશ ઠાકોરે ગઈકાલે હદ વટાવી દીધી. પોતાની જ સગી જનેતા ને ઢોર માર મારી ને ઘરમાંથી કાઢી મૂકી અને ઘરમાં આગચંપી કરી. ડ્રગ્સ અને સ્ટીરોઇડના નશાએ આકાશને એવો તો પાગલ બનાવ્યો કે પત્ની અને ભાઈઓ પણ તેને છોડી ગયા. આખરે બોડકદેવ પોલીસે જાહેર મિલકત ને નુકશાન પહોચાડવા ના ગુના માં આ શખ્સની ધરપકડ કરી છે ને વધુ તપાસ હાથ ધરી છે.

Written ByKinjal Patel
Published: Oct 04, 2026, 02:43 PM IST|Updated: Oct 04, 2026, 02:47 PM IST
joinshare
'હું પેલા ગાંજો પીતો હતો', ડ્રગ્સ અને સ્ટીરોઈડના નશામાં પુત્ર બન્યો રાક્ષસ, હસતા-રમતા પરિવારનો પોતાના હાથે કર્યો નાશ!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
નીટ પ્રોટેસ્ટ વખતે ખુબ ઉપયોગમાં લેવાઈ હતી જેક ડોર્સીની આ એપ, ભારતમાં હવે પાટિયા પડી ગયા!

નીટ પ્રોટેસ્ટ વખતે ખુબ ઉપયોગમાં લેવાઈ હતી જેક ડોર્સીની આ એપ, ભારતમાં હવે પાટિયા પડી ગયા!

2

'હું પેલા ગાંજો પીતો હતો', ડ્રગ્સ અને સ્ટીરોઈડના નશામાં પુત્ર બન્યો રાક્ષસ, હસતા-રમતા પરિવારનો પોતાના હાથે કર્યો નાશ!

3

ગણતરીના કલાકોમાં બનશે દુર્લભ ગજકેસરી યોગ, આ 4 રાશિઓને થશે જબરદસ્ત લાભ, ધનના થશે ઢગલા!

4

અલ કાયદાની ખુલ્લી ધમકી! યુદ્ધ હજું પત્યું નથી, ઈઝરાયેલ-યુએસના વિમાનો ઉડાવી દઈશું

5

'ઘર કી દાલ રોજ કોન ખાતા હૈ' કહી રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતી; ‘Can I touch you?’ કહીને કમર પકડી અને પછી...

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન/અમદાવાદ: કહેવાય છે કે નશો નાશનું કારણ છે. અમદાવાદના પોષ વિસ્તાર એવા બોડકદેવ ના નારાયણ બંગલોઝમાં રહેતા આકાશ ઠાકોર નામના શખ્સના વાયરલ થયેલા CCTV વીડિયો આ વાતની સાબિતી આપે છે. બોડીગાર્ડ જેવું શરીર બનાવવાના ચક્કરમાં સ્ટીરોઇડ અને પછી ડ્રગ્સના રવાડે ચડેલા આકાશે ગઈ રાત્રે પોતાની જ માતાને ફટકારીને ઘરમાંથી કાઢી મૂકી અને ઘરમાં આગ લગાવી દીધી. છેલ્લા 2 વર્ષથી સોસાયટીના રહીશો પણ તેના માનસિક ત્રાસનો ભોગ બની રહ્યા હતા. આખરે બોડકદેવ પોલીસે આ માથાભારે શખ્સને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આકાશ આટલો હિંસક કેવી રીતે બન્યો? એ સંભાળી એ ખુદ આકાશ ઠાકોર પાસે થી

ગઈ રાત્રે તેણે તમામ હદો પાર કરી દીધી, પોતાની જ માતાને ઢોર માર માર્યો
બોડકદેવ વિસ્તારમાં આવેલા નારાયણ બંગલોઝના બંગલા નંબર 11 માં રહેતા આકાશ ઉર્ફે હરેશ ઠાકોરનો સોસાયટીમાં ભારે આતંક હતો. સોસાયટીમાં લોકોને અલગ-અલગ રીતે માનસિક ત્રાસ આપતા આકાશના કેટલાક CCTV વીડિયો પણ વાયરલ થયા છે. પરંતુ ગઈ રાત્રે તેણે તમામ હદો પાર કરી દીધી. આકાશે પોતાની જ માતાને ઢોર માર માર્યો અને તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. ત્યારબાદ તેણે પોતાના જ ઘરમાં આગચંપી કરી અને સોસાયટીની જાહેર મિલકતોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા બોડકદેવ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધી આકાશની ધરપકડ કરી લીધી છે.

બોડી બનાવવાના ચક્કરમાં તેને સ્ટીરોઇડ લેવાની આદત પડી ગઈ
જો તમે એવું વિચારતા હોય કે આકાશ પહેલેથી જ આવો હતો, તો તમે ખોટા છો. આકાશ ઠાકોરના પરિવારમાં માતા અને ૩ ભાઈઓ છે. તેણે અન્ય સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેનું જીવન સામાન્ય હતું. પરંતુ તેને જિમ જવાનો ભારે શોખ હતો. બોડી બનાવવાના ચક્કરમાં તેને સ્ટીરોઇડ લેવાની આદત પડી ગઈ. આ આદત ધીમે-ધીમે ડ્રગ્સના રવાડે લઈ ગઈ. ડ્રગ્સના નશામાં તે ઘરમાં નાની-નાની વાતોમાં ઝઘડા કરવા લાગ્યો. તેના આવા વર્તનથી કંટાળીને પહેલા તેની પત્ની તેને છોડીને જતી રહી અને બાદમાં તેના બંને ભાઈઓ પણ ઘર છોડીને અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યા. માત્ર તેની માતા જ તેની સાથે રહેતી હતી, જેને પણ તેણે ગઈકાલે કાઢી મૂકી હતી આકાશ ઠાકોરે

પત્ની અને ભાઈઓ છોડીને જતા રહેતા આકાશે ડ્રગ્સનું સેવન વધારી દીધું!
આકષ ઠાકોર ના પત્ની અને ભાઈઓ છોડીને જતા રહેતા આકાશ ગંભીર ડિપ્રેશનમાં સરી પડ્યો હતો અને ડ્રગ્સનું સેવન વધારી દીધું હતું. પરિવારજનોએ દોઢ વર્ષ પહેલા તેને નશો છોડાવવા માટે સુરત ખાતેના રિહેબિલિટેશન સેન્ટરમાં  પણ મૂક્યો હતો. પરંતુ ત્યાંથી બહાર આવ્યા બાદ પણ તેની માનસિક સ્થિતિમાં કોઈ સુધારો નહોતો આવ્યો. પરિવાર એટલો લાચાર હતો કે આ ઘટનાના માત્ર ત્રણ દિવસ પહેલા જ તેને એક મનોચિકિત્સક ને દેખાડવામાં આવ્યો હતો, પરંતુ આકાશે દવા લેવાની અને સારવાર કરાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

ડ્રગ્સ અને સ્ટીરોઇડના ઓવરડોઝે એક યુવાનની માનસિક સ્થિતિ છીનવી
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ૨ વર્ષથી આખી સોસાયટી આકાશના માનસિક ત્રાસથી પીડાઈ રહ્યો હતો. ડ્રગ્સ અને સ્ટીરોઇડના ઓવરડોઝે એક યુવાનની માનસિક સ્થિતિ છીનવી લીધી અને આખો પરિવાર વિખેરાઈ ગયો. હાલ તો પોલીસે આકાશને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, પરંતુ એક સવાલ એ ઊભો થાય છે કે શું આ ધરપકડથી સોસાયટીના રહીશો અને તેની વૃદ્ધ માતાના ત્રાસનો કાયમી અંત આવશે ખરો?

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News