• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /નડિયાદમાં ફિલ્મી ઢબે 2.7 કિલો સોનાની લૂંટ, પૂર્વ કર્મચારી જ નીકળ્યો લૂંટનો માસ્ટરમાઈન્ડ

નડિયાદમાં ફિલ્મી ઢબે 2.7 કિલો સોનાની લૂંટ, પૂર્વ કર્મચારી જ નીકળ્યો લૂંટનો માસ્ટરમાઈન્ડ

Gold Robbery : કહેવાય છે કે કાનૂનના હાથ લાંબા હોય છે અને પોલીસ ધારે તો ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી કાઢે છે. ત્યારે આ વાતને સાર્થક બનાવતી રોમાંચક ઘટના અમદાવાદમાં બની છે. જ્યાં કરોડોની લૂંટ કરીને ફરાર થતી ગેંગને પકડવા પોલીસે દિલધડક ઓપરેશન પાર પાડ્યું. એટલું જ નહીં પોલીસ ઈન્સ્પેક્ટરે પોતાના જીવની પણ પરવાહ કર્યા વગર આરોપીઓને દબોચ્યા હતા.

Written ByDilip Chaudhary
Published: Oct 04, 2026, 06:37 PM IST|Updated: Oct 04, 2026, 06:39 PM IST
joinshare
નડિયાદમાં ફિલ્મી ઢબે 2.7 કિલો સોનાની લૂંટ, પૂર્વ કર્મચારી જ નીકળ્યો લૂંટનો માસ્ટરમાઈન્ડ

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
હાર્દિક પંડ્યા ફરી ઈજાને કારણે બહાર, વિસ્ફોટક ઓલરાઉન્ડરની ટીમમાં એન્ટ્રી!

હાર્દિક પંડ્યા ફરી ઈજાને કારણે બહાર, વિસ્ફોટક ઓલરાઉન્ડરની ટીમમાં એન્ટ્રી!

2

નડિયાદમાં ફિલ્મી ઢબે 2.7 કિલો સોનાની લૂંટ, પૂર્વ કર્મચારી જ નીકળ્યો લૂંટનો માસ્ટરમાઈન્ડ

3

"તિલક લગાવો, પૂજા કરો..." ગરબામાં મુસ્લિમ યુવાનોના પ્રવેશ પર બોલ્યા વક્ફ બોર્ડના અધ્યક્ષ, કરી આ અપીલ

4

વડોદરા : જમીન દલાલ સુનિલ બન્યો સમીર, મુસ્લિમ યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ

5

વારંવાર ચેટ મ્યૂટ કરવાની ઝંઝટ ખતમ! WhatsApp લાવી રહ્યું નવું ફીચર, હવે તમે જાતે નક્કી કરી શકશો ક્યારે મળશે નોટિફિકેશન

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન, અમદાવાદ : ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી લૂંટની ચકચારી ઘટના નડિયાદમાં બની છે, જ્યાં રેલવે સ્ટેશન પરથી જ કરોડોના સોનાની લૂંટ થઈ અને ફરાર થઈ રહેલા આરોપીઓ પોતાના મુકામ સુધી પહોંચે તે પહેલા જ કાયદાના સકંજામાં આવ્યા. માત્ર 4 કલાક જેટલા સમયગાળામાં સુરક્ષા દળોએ પૂરી તાકાતથી આરોપીઓને દબોચી લીધા અને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો.

ફિલ્મી ઢબે થયેલી સોનાની લૂંટનો ઉકેલાયો ભેદ

સમગ્ર ઘટના અંગે વાત કરીએ નડિયાદમાં આવેલા રેલવે સ્ટેશન પર સાંજના સમયે ફૂટ ઓવરબ્રિજ પર 2.7 કિલો સોનાની લૂંટ થઈ. લૂંટ થયેલું સોનું ગ્રો મોર બુલિયન કંપનીનું હતું. જે કોલકતાથી મણિનગર જઈ રહ્યું હતું. લૂંટ સમયે આરોપીઓએ સોનું લઈ જતા કંપનીના કર્મચારી પાસેથી ઝૂંટવીને ફરાર થયા. જો કે, જે કારમાં આરોપીઓ ફરાર થયા તે કારનો એક ફોટો કર્મચારીએ પાડી લીધો. જેણે આખા ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી મદદ કરી.

માત્ર 4 કલાકમાં જ પોલીસે પાર પાડ્યું ઓપરેશન

નડિયાદ રેલવે સ્ટેશન પર થયેલી લૂંટ અંગે જ્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસને જાણ થઈ તો ગુનાની ગંભીરતાના આધારે કાર્યવાહી આરંભી, એટલું જ નહીં લૂંટારુઓને પકડવા માટે અમદાવાદ ગ્રામ્ય LCB, વિરમગામ પોલીસ અને પશ્ચિમ રેલવે GRPએ સંકલન સાધ્યું. નડિયાદથી ભાગેલા લૂંટારોને દબોચવા માટે એક મેગા ઓપરેશન હાથ ધરાયું.

આરોપીઓ કાયદાના સકંજામાં કેવી રીતે આવ્યા તે અંગે વાત કરીએ તો, ખેડા રેલવે પોલીસે ઘટના અંગે સ્ટેટ કંટ્રોલ રૂમમાં જાણ કરી. અમદાવાદ LCBએ કારના રજિસ્ટ્રેશન અંગે રૂટ મેપિંગ કર્યું, જે બાદ વિરમગામ-સાચાણા તરફ જતી કાર અંગે બાતમી મળતા હાઈવે પર ટ્રક અને વાહનો આડા મૂકીને રોડ બ્લોક કર્યો.

500 મીટર ઢસડાયા બાદ PIએ આરોપીઓની રોકી કાર

PI એસ.એ.ગઢવીની બહાદુરીના કારણે આરોપીઓ પકડાયા હતા. આરોપીઓએ ચાલુ કારે PIને 500 મીટર સુધી ઢસડ્યા, છતાં સ્ટેયરિંગ પર કાબૂ મેળવી હેન્ડબ્રેક ખેંચી કાર ઊભી રખાવી અને 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.

પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો

ઝડપાયેલા આરોપીઓના નામ આકાશ પ્રજાપતિ, કિરણ ચૌધરી, દશરથ પ્રજાપતિ અને સાવન ચૌધરી છે. જેની પૂછપરછમાં એક ચોંકાવનારો ખુલાસો થયો. પકડાયેલા આરોપીઓમાં એક આરોપી લૂંટનો માસ્ટર માઈન્ડ છે. અને તેણે અગાઉ કોલકાતાની કંપનીમાં નોકરી પણ કરી હતી. જેણે ચાર મહિના પહેલા દિયોદરના એક પાન પાર્લર પર લૂંટનો આખો પ્લાન ઘડ્યો હોવાની હકીકત સામે આવી છે.

ફરિયાદી કર્મચારી આ સાવન ચૌધરીને ઓળખતો હોવાથી પોલીસ સરળતાથી તેના સુધી પહોંચી શકી. આરોપીઓ કારના સીટની અંદર સંતાડેલું કરોડોની કિંમતનું 2.7 કિલો સોનું, બે કાર મળીને 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો. સાથે જ માત્ર 4 કલાકમાં ગુનાનો ભેદ ઉકેલાતા પોલીસની પ્રશંસનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News