SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Budh-Shukra Vakri: તુલા રાશિમાં 2 ગ્રહ વક્રી, આ રાશિઓના લોકોને પૈસા અને પ્રેમ ગુમાવવાનો વારો આવી શકે

Budh-Shukra Vakri: તુલા રાશિમાં બે શુભ ગ્રહ એક સાથે વક્રી અવસ્થામાં ગોચર કરશે. બુધ અને શુક્રની વક્રી ચાલ 5 રાશિના લોકો પર ભારે પડી શકે છે. આ લોકોની આર્થિક સ્થિતિ અને લવ લાઈફ પર નેગેટિવ અસર થઈ શકે છે.

Written By Krupa Shah
Published: Oct 23, 2026, 08:49 AM IST | Updated: Oct 23, 2026, 08:53 AM IST
Join

Budh-Shukra Vakri: 24 ઓક્ટોબરથી 14 નવેમ્બર 2026 સુધીનો સમય 5 રાશિના લોકો માટે ભારે સાબિત થઈ શકે છે. આ 5 રાશિમાં મેષ, મિથુન, તુલા, વૃશ્ચિક અને મકર રાશિનો સમાવેશ થાય છે. આ 5 રાશિના લોકો માટે 14 નવેમ્બર 2026 સુધીના સમયને બુધ અને શુક્ર ભારે બનાવી શકે છે. કારણ કે તુલા રાશિમાં આ બે શુભ ગ્રહ વક્રી થયા છે.

તુલા રાશિમાં શુક્ર અને બુધ વક્રી

તુલા રાશિમાં એક દુર્લભ સંયોગ સર્જાયો છે. દરેક વ્યક્તિને જીવનમાં ધન, સમૃદ્ધિ અને પ્રેમ આપતો શુક્ર ગ્રહ તુલા રાશિમાં ગોચર કરે છે હાલ શુક્ર ગ્રહ વક્રી અવસ્થામાં છે. શુક્ર ગ્રહ 14 નવેમ્બર સુધી તુલા રાશિમાં વક્રી રહેશે. તેવામાં 24 ઓક્ટોબરથી બુધ ગ્રહ પણ તુલા રાશિમાં જ વક્રી થશે. તુલા રાશિમાં બુધ અને શુક્ર એકસાથે વક્રી અવસ્થામાં ગોચર કરશે જેના કારણે 5 રાશિના લોકોના જીવનમાં સંકટ વધી શકે છે.

આ પણ વાંચો: Vastu Tips: મફતની વસ્તુની લાલચ બનાવી દેશે ગરીબ, આ 4 વસ્તુ મફતમાં લેવાથી આવી જશો રસ્તા પર

જ્યોતિષ ગણના અનુસાર તુલા રાશિમાં બુધ અને શુક્ર એમ બંને ગ્રહો વક્રી અવસ્થામાં ગોચર કરશે જેના કારણે લોકોને પ્રેમમાં દગો, આર્થિક નુકસાન જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શુક્ર અને બુધ ની વક્રી ચાલ અનુક્રમે 13 અને 14 નવેમ્બર સુધી રહેશે એટલે કે 5 રાશિના લોકોએ 14 નવેમ્બર સુધી સંભાળીને રહેવું પડશે.

શુક્ર અને બુધની વક્રી અવસ્થાની અસર

તુલા રાશિમાં શુક્ર ગ્રહ 3 ઓક્ટોબરથી વક્રી અવસ્થામાં છે. શુક્ર 14 નવેમ્બરે માર્ગી થશે. ત્યારબાદ વક્રી શુક્રનો પ્રભાવ સમાપ્ત થશે. જ્યારે બુધ ગ્રહ તુલા રાશિમાં 24 ઓક્ટોબરથી વક્રી થશે. બુધ ગ્રહ 13 નવેમ્બરે માર્ગી થશે. ત્યાર પછી વક્રી બુધનો પ્રભાવ ઓછો થશે. એટલે કે 14 નવેમ્બર સુધીનો સમય 5 રાશિના લોકો માટે પ્રેમ અને પૈસાની બાબતમાં હાનિકારક સાબિત થઈ શકે છે.

આ 5 રાશિના લોકો રહે સાવધાન

મેષ રાશિ

મેષ રાશિના લોકોએ 14 નવેમ્બર સુધી સાવધાન રહેવાની જરૂર પડશે. આ સમય દરમિયાન પતિ-પત્ની વચ્ચે મન દુઃખ થવાની શક્યતા વધે છે. ભાગીદારીમાં બિઝનેસ કરતા લોકોને પણ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી આર્થિક નિર્ણય લેતા પહેલા સાવધાન રહેવું.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોએ 14 નવેમ્બર સુધી નોકરીમાં ધ્યાન રાખવું. કામકાજમાં કરેલી બેદરકારી ભારે પડી શકે છે. આ સિવાય આર્થિક લઈને માં પણ સાવધાની રાખવી. આ સમય દરમિયાન આર્થિક નુકસાન થવાની શક્યતા વધુ છે.

આ પણ વાંચો: Shadashtak Yog 2026: આ રાશિઓ સતર્ક થઈ જાય, રાતા પાણીએ રોવડાવશે સૂર્ય-શનિ, સહન કરવી પડશે પારાવાર મુશ્કેલીઓ

તુલા રાશિ

ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. ખર્ચને પહોંચી વળવા અગાઉથી પ્લાનિંગ કરેલું હશે તે લોકોને સમસ્યા નહીં થાય નહીં તો આર્થિક નુકસાની થવાની સંભાવના વધારે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોએ આ સમય દરમિયાન કરજ લેવાથી બચવું. વૃશ્ચિક રાશિના લોકોને સલાહ છે કે આ સમયે બચત કરવી અને સમજી વિચારીને નિર્ણય કરવા. 14 નવેમ્બર સુધી રોકાણ કરવાથી પણ બચવું.

મકર રાશિ

મકર રાશિના લોકોને કારકિર્દીમાં 17 રહેવાની જરૂર પડી શકે છે. સમસ્યાઓ આવી શકે છે. આ સમય દરમિયાન આર્થિક સંકટ પણ વધી શકે છે કોઈને આપેલું ધન અટકી શકે. 14 નવેમ્બર સુધી કોઈપણ નિર્ણય ઉતાવળમાં કરવો નહીં.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES