સર્વપિતૃ અમાસ પર આ 5 વસ્તુનું દાન કરવાનું ન ભૂલતા, પિતૃઓના આશીર્વાદથી રાજા-મહારાજા જેવું સુખ ભોગવશો!
આ વખતે સર્વપિતૃ અમાસ 10 ઓક્ટોબર 2026ના રોજ શનિવારે આવે છે. જે શ્રાદ્ધ પક્ષનો છેલ્લો દિવસ છે. આ અમાસને મહાલયા અમાસ પણ કહે છે. આ ઉપરાંત અમાસ શનિવારે આવતી હોવાથી શનિશ્ચરી અમાસ પણ છે. સર્વપિતૃ અમાસના દિવસે પૂર્વજોનું શ્રાદ્ધ અને તર્પણ કરવાથી અનેક દોષમાંથી મુક્તિ મળે છે એવી માન્યતા છે. આ સાથે કેટલીક વસ્તુઓનું દાન કરવામાં આવે તો ખુબ શુભ સાબિત થઈ શકે છે. જાણો તેના વિશે.
શ્રાદ્ધ પક્ષ હવે પૂરું થવાને આરે છે. શનિવારે 10 ઓક્ટોબરના રોજ સર્વપિતૃ અમાસ છે. આ દિવસનું ખુબ મહત્વ છે કારણ કે આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ કરવાથી ભૂલાયેલા તમામ પિતૃઓના આત્મા તૃપ્ત થાય છે. આ દિવસે દાન કરવાનું પણ ખુબ મહત્વ છે. આ દિવસે દાન કરવામાં આવે તો પિતૃઓના આશીર્વાદ મળે છે. પણ દાનમાં શું આપવું જોઈએ એ પણ એટલું જ અગત્યનું છે. જાણો કઈ ચીજોનું એ દિવસે કરી શકાય દાન.
સર્વ પિતૃ અમાસના દિવસે આ ચીજોનું દાન કરી શકાય
અન્નનું દાન
હિન્દુ ધર્મમાં અન્ન દાનનું ખુબ મહત્વ છે. આથી સર્વપિતૃ અમાસના દિવસે અન્નદાન કરવું જોઈએ. દાનમાં ઘઉ, ચોખા, ફળ વગેરે આપી શકો છો. આ ચીજોનું દાન કરવાથી પિતૃઓની સાથે સાથે મા અન્નપૂર્ણાના પણ આશીર્વાદ મળે છે.
કપડાંનું દાન
- આ દિવસે કપડાંનું દાન કરવાથી પિતૃઓના આત્માને તૃપ્તિ મળે છે.
- આ દિવસે તમે ધોતી, ગમછો, કૂર્તો, ધાબળો વગેરે કપડાં દાન કરી શકો છો.
- ધાર્મિક માન્યતાઓ મુજબ પિતૃ અમાસ પર વસ્ત્રોનું દાન કરવાથી માન સન્માન મળે છે.
કાળા તલનું દાન
- આ દિવસે કાળા તલનું દાન પણ ખુબ શુભ ગણાય છે.
- કાળા તલનું દાન કરવાથી પિતૃદોષ પણ દૂર થાય છે એવી માન્યતા છે. જીવનમાં આવતી બાધાઓમાંથી પણ મુક્તિ મળે છે.
- પિતૃઓના આશીર્વાદથી સ્વાસ્થ્ય સારું રહે છે.
ગોળનું દાન
- પિતૃ અમાસ પર ગોળનું દાન કરવાથી વંશવેલો વધે છે અને જીવનમાં આવી રહેલી અડચણો પણ દૂર થાય તેવી માન્યતા છે.
- ગોળનું દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ રહે છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે.
ચાંદીનું દાન
- ચાંદીને શુદ્ધતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક ગણવામાં આવે છે.
- ધાર્મિક માન્યતાઓ મુજબ પિતૃ અમાસના દિવસે ચાંદીનું દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે.
- ચાંદીનું વાસણ પણ તમે દાન કરી શકો છો.
- ચાંદીને દાન કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને માનસિક શાંતિ મળે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી ધાર્મિક આસ્થા તથા સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)