Shukra Uday Rashifal: ગણતરીના કલાકોમાં કરવા ચોથ આવશે અને આ દિવસે શુક્રનો ઉદય થશે પરંતુ શુક્રની ચાલમાં આ ફેરફાર કેટલીક રાશિઓ માટે પડકારો લઈને આવી શકે છે.
29 ઓક્ટોબરે કરવા ચોથની ઉજવણી થશે. અને સંયોગ જુઓ કે આ જ દિવસે પ્રેમ, સમર્પણ, આકર્ષણ સૌંદર્ય, દાંપત્ય સુખના દાતા શુક્ર પણ ઉદય થવાના છે. કરવા ચોથ પર શુક્રનું ઉદય થવું કેટલીક રાશિઓ માટે ભારે રહી શકે છે.
1/6
કરવા ચોથ પર શુક્ર ઉદય
હાલ શુક્ર વક્રી ચાલ ચલી રહ્યા છે તથા શુક્ર સાથે યુતિ થવાના કારણે સૂર્યનું નીચત્વ પણ ભંગ થઈ રહ્યું છે. 20 ઓક્ટોબરે કરવા ચોથના દિવસે શુક્ર ઉદય થવાના છે. આ ઉપરાંત શુક્ર પર કર્ક રાશિમાં નીચ અવસ્થામાં બેઠેલા મંગળ ગ્રહની પણ દ્રષ્ટિ પડશે. સૂર્યથી લગભગ 8 ડિગ્રી દૂર સુધી શુક્ર અસ્ત ગણાય છે. જો કે શુક્ર કરવા ચોથના દિવસે સવારના સમયે તો અસ્ત જ રહેશે. જ્યોતિષ ગણતરીઓ મુજબ કરવા ચોથના દિવસે શુક્રનું અસ્ત થવું એ 4 રાશિઓ માટે અશુભ સંકેત છે.
2/6
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોના ચોથા ભાવમાં ગ્રહોની આ સ્થિતિ બની રહી છે જેના કારણે ઘરમાં તણાવવાળો માહોલ રહી શકે છે. ભાવનાત્મક અપેક્ષાઓ વધવાથી નાની નાની વાતો પણ મનને પ્રભાવિત કરી શકે છે. આવામાં ફટાફટ પ્રતિક્રિયા આપતા બચવું અને તે પહેલા સ્થિતિને સમજી લેવી જરૂરી છે. જીવનસાથીની જરૂરિયાતો અને ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપસી સમજણ અને સંયમથી ઘરેલુ તણાવ ઘટશે.
3/6
સિંહ રાશિ
સિંહ રાશિના ત્રીજા ભાવમાં આ સ્થિતિ બનશે. જે સારું પરિણામ નહીં આપે. આ દરમિયાન અહંકારથી બચવું અને કોઈ આત્મસન્માનને ઠેસ પહોંચાડે તો તરત પ્રતિક્રિયા આપવાનીજ જગ્યાએ સમજી વિચારીને કામ લેવું. દાંપત્ય જીવનમાં સંતુલન જાળવવું. દરેક વખતે પોતાનો કક્કો ખરો કરાવવાની આદતથી મતભેદ વધી શકે. જીવનસાથીની વાત સાંભળવી અને તમના મતનું સન્માન કરવું.
4/6
કન્યા રાશિ
કન્યા રાશિના બીજા ભાવ જે કુટુંબનો ભાવ પણ ગણાય છે તેમાં આ સ્થિતિ બનશે. સંબંધોમાં નાની મોટી કમીઓને બહુ પ્રભાવિત ન થવા દેવું. ખોટી અપેક્ષાઓ અને ખર્ચાના કારણે પણ મતભેદ વધી શકે છે. પરિવારમાં સામંજસ્ય જાળવી રાખવા માટે સહયોગ અને સહકાર રાખવો. જીવનસાથી સાથે ખુલીને વાત કરવી અને તેમની પરિસ્થિતિઓ પણ સમજવાની કોશિશ કરવી જોઈએ.
5/6
તુલા રાશિ
તુલા રાશિમાં જ ગ્રહોની આ સ્થિતિ બનશે. કામકાજમાં વધુ બીઝી રહેવાના કારણે લગ્ન જીવનમાં તણાવ આવી શકે છે. શુક્ર તમારી રાશિમાં હોવાથી પ્રેમ અને દાંપત્ય જીવન પર ખાસ ધ્યાન રાખવું. જૂના મુદ્દાઓ પર ચર્ચા કરતી વખતે ધૈર્ય જાળવી રાખવો. કામની સાથે જીવનસાથી માટે પણ સમય કાઢો. જૂની વાતોને ઉકેલવા માટે એક બીજાની વાત સમજવી.
6/6
મેષ રાશિ
મેષ રાશિના જાતકોની કુંડળીમાં સપ્તમ ભાવમાં શુક્રની સાથે બે નીચ ગ્રહોની સ્થિતિ પણ બની રહી છે. આ ભાવ દાંપત્ય સુખ સાથે જોડવામાં આવે છે. આવામાં જીવનસાથી સાથે મતભેદો વધી શકે છે. ઉતાવળે નિર્ણય લેવો ભારે પડી શકે છે. તમારી વાતને ખુલીને રજૂ કરો અને જીવનસાથીની વાત પણ સાંભળો. વાતચીત દ્વારા સમાધાન કાઢવાની કોશિશ કરવી જોઈએ.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)