• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /શનિનું નક્ષત્ર પરિવર્તન: આગામી 100 દિવસ સુધી આ 5 રાશિઓની ચાંદી, ભાગ્ય આપશે સાથ!

શનિનું નક્ષત્ર પરિવર્તન: આગામી 100 દિવસ સુધી આ 5 રાશિઓની ચાંદી, ભાગ્ય આપશે સાથ!

Written ByGokani Dhaval
Published: Nov 02, 2026, 12:16 PM IST|Updated: Nov 02, 2026, 12:19 PM IST
joinshare
Shani Gochar 2026: શનિના ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં ગોચરથી 5 રાશિઓને ફાયદો મળી શકે છે. આવનાર 100 દિવસ આ રાશિઓ માટે કરિયર, નોકરી અને કારોબારમાં સારૂ પરિવર્તન લાવી શકે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.

Shani Gochar 2026: જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવને ન્યાય અને કર્મોનું ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. માન્યતા છે કે શનિ વ્યક્તિને તેમના સારા-ખરાબ કર્મો પ્રમાણે ફળ આપે છે. તેથી શનિની ચાલ કે નક્ષત્રમાં ફેરફારની અસર તમામ 12 રાશિઓ પર પડી શકે છે. મહત્વનું છે કે ઓક્ટોબરની શરૂઆતમાં શનિએ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો. તેઓ આગામી વર્ષો ફેબ્રુઆરી સુધી આ નક્ષત્રમાં રહેશે. આ સમયે શનિ વક્રી ચાલ ચાલી રહ્યાં છે. તેવામાં શનિની આ સ્થિતિથી કેટલીક રાશિઓને લાભ મળી શકે છે. આવનાર 100 દિવસ આ રાશિઓ માટે નવી તક અને પ્રગતિનો રસ્તો ખોલી શકે છે. આવો જાણીએ કઈ રાશિઓને આ દરમિયાન ફાયદો મળી શકે છે.

 વૃષભ રાશિ (Taurus)1/5

વૃષભ રાશિ (Taurus)

વૃષભ રાશિના જાતકો માટે આવનારો સમય કરિયર અને કામકાજની દ્રષ્ટિએ શાનદાર રહી શકે છે. નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થવાથી મન પ્રસન્ન રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને પ્રતિભાને ઓળખ મળી શકે છે. નવી જવાબદારી મળશે, જેને તમે મજબૂતીથી નિભાવશો. આવનાર દિવસમાં તમારા પ્રયાસ સારા પરિણામ આપી શકે છે. સફળતા માટે નવા રસ્તા ખુલી શકે છે.
 મિથુન રાશિ (Gemini)2/5

મિથુન રાશિ (Gemini)

મિથુન રાશિના જાતકો માટે આવનાર 100 દિવસ રાહત અને ખુશીઓ લાવી શકે છે. અંગત જીવનમાં ચાલી રહેલી મુશ્કેલી દૂર થવાનો સંકેત છે. તમારા અધૂરા કામ પૂરા થઈ શકે છે. નોકરી કરતા જાતકોને કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવી શકે છે. આ દરમિયાન કોઈ સારા સમાચાર મળશે. આર્થિક મામલામાં પણ લાભનો યોગ બની શકે છે. પરંતુ રોકાણના નિર્ણય સમજી-વિચારીને લેવા.
 તુલા રાશિ (Libra)3/5

તુલા રાશિ (Libra)

તુલા રાશિના જાતકો માટે શનિની આ સ્થિતિ કરિયરમાં પ્રગતિનો નવો માર્ગ ખોલી શકે છે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. તમારા કામની પ્રશંસા થઈ શકે છે. નવી નોકરી શોધી રહેલા જાતકોને સારો પ્રસ્તાવ મળશે. નોકરી કરનાર જાતકોને પ્રમોશન અને પદમાં ફેરફારનો યોગ બની શકે છે. આર્થિક સ્થિતિમાં પણ મજબૂતી આવવાનો સંકેત છે. તેનાથી તમારી આર્થિક ચિંતાઓ ઓછી થશે અને આત્મવિશ્વાસ વધશે.
 મકર રાશિ (Capricorn)4/5

મકર રાશિ (Capricorn)

મકર રાશિના જાતકો માટે આવનાર 100 દિવસ મહેનતનું સારૂ ફળ લાવી શકે છે. નોકરી કરનાર જાતકોની કાર્યક્ષેત્રમાં તેના કામની પ્રશંસા થઈ શકે છે. નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. વેપાર કરતા જાતકોને કારોબાર આગળ વધારવાની તક મળશે. નવા ગ્રાહકો જોડાવાથી વેપાર આગળ વધી શકે છે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવી શકે છે.
 કુંભ રાશિ  (Aquarius)5/5

કુંભ રાશિ (Aquarius)

કુંભ રાશિના જાતકો માટે આવનાર 100 દિવસ રાહત અને સકારાત્મક ફેરફાર લાવી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલી ધીમે-ધીમે સમાપ્ત થઈ શકે છે. નોકરી શોધી રહેલા જાતકોને સારી તક મળશે. વેપારીઓને કારોબાર આગળ વધારવાની તક મળશે. આર્થિક મામલામાં સુધાર જોવા મળી શકે છે. કુંભ રાશિ પર શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, તેવામાં ધૈર્યથી કામ લેવું ફાયદાકારક રહેશે. સતત મહેનત કરતા રહો, લાંબા સમયમાં તમારા પ્રયાસોનું સારૂ પરિણામ મળી શકે છે.
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
અમેરિકી ચૂંટણીમાં ભારતીયોનો દબદબો! 57 ઉમેદવારો મેદાનમાં, ગવર્નરથી લઈને મેયર સુધીની રેસમાં આપશે ટક્કર

અમેરિકી ચૂંટણીમાં ભારતીયોનો દબદબો! 57 ઉમેદવારો મેદાનમાં, ગવર્નરથી લઈને મેયર સુધીની રેસમાં આપશે ટક્કર

2

પંજાબ ચૂંટણી પહેલા AAPને ઝટકો, ભાજપમાં સામેલ થયા ત્રણ બળવાખોર MLA

3

ફ્રી ફાયર ગેમ રમવા દરમિયાન થયેલી બોલાચાલી ડબલ મર્ડરમાં પરિણમી, સુરતનો હચમચાવી નાખતો કિસ્સો

4

OTT Release: દિવાળી વીકમાં ઓટીટી પર મળશે ભરપુર મનોરંજન, બ્લોકબસ્ટર ફિલ્મો સાથે વેબ સીરીઝ થશે રિલીઝ

5

Strong Bone: નબળા હાડકા પણ એક મહિનામાં થઈ જાય લોખંડ જેવા મજબૂત, આ 3 સફેદ વસ્તુનો પાવડર પીવાનું શરુ કરો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.