• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /ખુબ ભાગ્યશાળી આ રાશિઓ, વિનાશકારી યોગ પણ કશું બગાડી શકશે નહીં, ઉલ્ટું ચારેકોરથી બંપર લાભ કરાવશે

ખુબ ભાગ્યશાળી આ રાશિઓ, વિનાશકારી યોગ પણ કશું બગાડી શકશે નહીં, ઉલ્ટું ચારેકોરથી બંપર લાભ કરાવશે

Written ByViral Raval
Published: Oct 21, 2026, 09:48 AM IST|Updated: Oct 21, 2026, 09:56 AM IST
joinshare
Shadashtak Yog Positive Effect: ગ્રહોના રાશિ પરિવર્તન અને ચાલમાં ફેરફાર સાથે શુભ અશુભ યોગ બનતા હોય છે. સૂર્યના રાશિ પરિવર્તનથી રાહુ સાથે એક એવો યોગ બન્યો છે જે આમ તો ઘાતક અને વિનાશકારી ગણાય છે પરંતુ કેટલીક રાશિઓને તે ફાયદો કરાવી શકે છે.

સૂર્યએ તુલા રાશિમાં ગોચર કર્યું છે જેના કારણે તુલામાં ભ્રમણ કરતા સૂર્યની સીધી દ્રષ્ટિ કુંભ રાશિમાં ભ્રમણ કરતા રાહુ પર પડશે. એટલું જ નહીં મીન રાશિમાં બેઠેલા શનિ સાથે પણ આ જ ષડાષ્ટક યોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રીઓના મત મુજબ  શનિ અને સૂર્ય વચ્ચેના ષડાષ્ટક યોગને કેટલીક રાશિઓ માટે શુભ ફળ આપનારો ગણાવાઈ રહ્યો છે. 

શનિ-સૂર્યનો ષડાષ્ટક યોગ શુભ1/4

શનિ-સૂર્યનો ષડાષ્ટક યોગ શુભ

ગ્રહોના રાજા સૂર્યએ 17 ઓક્ટોબરના રોજ કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કર્યો હતો. અહીં તે 17 નવેમ્બર સુધી રહેશે. આ એક મહિનો કેટલીક રાશિઓ માટે લાભકારી રહેશે. તુલા રાશિમાં બેઠેલા સૂર્યની સીધી દ્રષ્ટિ કુંભ રાશિમાં રહેલા રાહુ પર પડશે. આ ઉપરાંત મીન રાશિમાં શનિ છે અને તેમની સાથે પણ એ જ રીતે ષડાષ્ટક યોગ બન્યો છે. જ્યોતિષ ગણતરીઓ મુજબ શનિ અને સૂર્ય વચ્ચે જે ષડાષ્ટક યોગ બન્યો છે તે કેટલીક રાશિઓને ઘાતક યોગની પરિભાષા હોવા છતાં પણ ફાયદો કરાવી શકે છે. આર્થિક, કરિયર, વેપાર ધંધામાં બંપર લાભ કરાવી શકે.
ધનુ રાશિ2/4

ધનુ રાશિ

ધનુ રાશિના સ્વામી બૃહસ્પતિ ગુરુ છે. આ રાશિવાળાને અચાનક કોઈ સારી તક મળી શકે છે. નવા પ્રોજેક્ટ સાથે જોડાવવાની યોજના હોય તો સફળતા મળી શકે. વેપારીઓ માટે નેટવર્કિંગ ફાયદો કરાવી શકે છે. નવા સંપર્કો દ્વારા કામ આગળ ધપાવવામાં મદદ મળી શકે. આર્થિક મોરચે આવક જાવકનું બેલેન્સ જાળવવું. આવકના સ્ત્રોતમાં વધારાના પણ સંકેત છે. સંબંધોમાં ઉતાર ચડાવ છતાં સારો તાલમેળ રહી શકે છે.
સિંહ રાશિ3/4

સિંહ રાશિ

સૂર્યના સ્વામીત્વવાળી સિંહ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ વધી શકે અને યોજનાઓને ગતિ આપવાની તક મળી શકે છે. નોકરીયાતોને નવી તક મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ કામ થઈ શકે. આવકમાં વધારાના સંકેત છે. વેપારીઓને જૂના સંપર્કો ફાયદો કરાવી શકે છે. કોઈ જૂના સંબંધી દ્વારા કામ આગળ વધી શકે. મિત્રો, સગા સંબંધીઓના સંપર્ક કામ લાગી શકે છે. જો કે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળે લેવાનું ટાળવું. યોજનાઓને વ્યવસ્થિત રીતે આગળ વધારવા પર ધ્યાન આપવું જોઈએ.
મકર રાશિ4/4

મકર રાશિ

મકર રાશિના સ્વામી શનિ છે. આ રાશિવાળાને કરિયર અને પદ પ્રતિષ્ઠા સંલગ્ન મામલાઓમાં લાભ થઈ શકે છે. નોકરીયાતોને વધારાની જવાબાદારી મળી કે કોઈ કામ સકારાત્મક પરિણામ આપી શકે છે. જવાબદારીઓને યોજનાબદ્ધ રીતે પૂરી કરવા પર ધ્યાન આપવું. વેપાર કરતા લોકોએ વ્યવસ્થિત રણનીતિ તૈયાર કરીને આગળ વધવું જેથી લાભ થઈ શકે. વાતચીતમાં સંતુલન જાળવવું. જે બિનજરૂરી મતભેદો ટાળી શકે છે. આર્થિક મામલે લાંબા ગાળાની યોજના બનાવીને ચાલવાથી ફાયદો થઈ શકે છે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
TAGS:
Rashifal

Trending

  • News
  • Photos
  • Videos
અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા

અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા

2

મોબાઈલ નંબરથી લઈને સરનામા સુધી લીક: દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકા

3

શું ન્યૂઝીલેન્ડ સામે પણ નહીં મળે તક? વૈભવ સૂર્યવંશીને લઈને શ્રેયસ અય્યરના નિવેદને મચાવી હલચલ

4

તાપી: સોનગઢમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ, 'સર તન સે જુદા'ના નારા લાગ્યા હોવાનો દાવો, હિન્દુ યુવકના ઘરે પથ્થરમારો

5

પેશાબમાં લોહીથી લઈને ભૂખ ન લાગવા સુધી: કિડની કેન્સરમાં જોવા મળે છે આ લક્ષણો, નજરઅંદાજ કરશો તો ભારે પડશે

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.