ન્યાયના દેવતા, કર્મના દાતા અને સાથે સાથે ક્રૂર ગ્રહ તરીકે પણ જેમની ગણતરી થાય છે તે શનિદેવ બહુ જલદી નક્ષત્ર બદલવાના છે. જે કેટલીક રાશિઓ માટે ખુબ ફાયદાકારક રહી શકે છે.
શનિદેવ 9 ઓક્ટોબરના રોજ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રમાં તેઓ 122 દિવસ સુધી રહેશે. શનિ ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. શનિનું આ નક્ષત્ર ગોચર અમુક રાશિઓને ખોબલે ખોબલે ધનલાભ કરાવે તેવા સંકેત છે. જાણો તમારી રાશિ આ યાદીમાં છે કે નહીં.
1/6
શનિ ગોચર
શનિની ચાલમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે. શનિ વક્રી અને માર્ગી ચાલ ચલે છે. નક્ષત્ર બદલે છે, રાશિ પરિવર્તન કરે છે અને ધીમી ગતિથી ગોચર કરતો હોવાના કારણે તેની સારી ખોટી અસર પણ લાંબા ગાળા સુધી રહે છે. શનિને સાડા સાતી, ઢૈય્યા વગેરે હક પણ મળેલા છે. શનિ બહુ જલદી નક્ષત્ર બદલશે અને 8 ફેબ્રુઆરી સુધી તેઓ આ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં જ રહેશે. આ નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી 26મું નક્ષત્ર છે અને તેને સ્વામી શનિ પોતે છે. શનિનું પોતાના જ નક્ષત્રમાં જવું એ કેટલીક રાશિઓ માટે વરદાન જેવું બની રહેશે. આગામી 122 દિવસ ભાગ્ય પલટી નાખે તેવા જોવા મળી શકે છે. જાણો કોને બંપર લાભ થઈ શકે છે.
2/6
વૃષભ રાશિ
વૃષભ રાશિ એ શુક્રના સ્વામીત્વવાળી રાશિ છે જેમના માટે શનિનું આ નક્ષત્ર ગોચર ધન સંપત્તિના મામલે શાનદાર રહી શકે છે. આગામી 122 દિવસ સુધી નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. ફસાયેલું ધન પાછું મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. પરિવાર સાથે સંબંધો સારા રહેશે. ઘર પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે.
(AI Image)
3/6
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક એ મંગળના સ્વામિત્વવાળી રાશિ છે. જેમને શનિનું આ ગોચર પૂરેપૂરો ફાયદો કરાવી શકે છે. ભાગ્યનો સાથ મળશે. નોકરી કે કામકાજ મામલે તમને મુસાફરી કે વિદેશ યાત્રા કરવાની તક મળી શકે. જે ભવિષ્યમાં ખુબ ફાયદો કરાવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને મહેનતના દમ પર બંપર સફળતા મળી શકે છે.
(AI Images)
4/6
મેષ રાશિ
મંગળના સ્વામીત્વવાળી મેષ રાશિ માટે પણ આ સ્થિતિ ખુબ અનુકૂળ રહી શકે છે. આત્મવિશ્વાસનો સંચાર થશે જેના કારણે તમે કપરાં નિર્ણયો બહુ સરળતાથી લઈ શકશો. નોકરીયાતોને પોતાની મહેનતનું હવે પૂરેપૂરું ફળ મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુબ પ્રસન્ન રહેશે અને સાથે સાથે પ્રમોશનના પણ યોગ બની શકે છે.
(AI Image)
5/6
સિંહ રાશિ
સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. આ રાશિવાળા માટે શનિના નક્ષત્ર ગોચરનો આ સમય ચારેકોરથી લાભ કરાવનારો રહી શકે છે. વેપાર કરતા જાતકોને મોટી ડીલ કે મોટો નફો થઈ શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા-રૂત્બો વધી શકે છે અને લોકો તમારા નેતૃત્વને બિરદાવશે. અટકેલા સરકારી કાર્યો સરળતાથી પૂરા થઈ શકે છે.
(AI Image)
6/6
મકર રાશિ
મકર રાશિના સ્વામી શનિદેવ પોતે જ છે એટલે તેમને તો આ ગોચર ખુબ જ લાભકારી રહી શકે છે. શનિદેવના હંમેશા મકર રાશિના જાતકો પર આશીર્વાદ રહે છે. છેલ્લા કેટલાક સમયથી જે માનસિક પળોઝણ અને શારીરિક સમસ્યાઓ આવતી રહી હશે તેમાંથી ધીરે ધીરે હવે છૂટકારો મળી શકે છે. આવકમાં જબરદસ્ત વધારાના સંકેત છે જે બેંક બેલેન્સ વધારી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
AI Image