Shani Margi Effect: શનિદેવની માર્ગી ચાલ કેટલાક જાતકોને લોઢાના ચણા ચાવવા જેવું થશે. 11 ડિસેમ્બર 2026ના રોજ શનિ મીન રાશિમાં માર્ગી થવાના છે. જે ચાર રાશિઓ માટે સંકટ વધારી શકે છે.
માર્ગી ચાલ એટલે કે સીધી ચાલ. શનિદેવ હાલ મીન રાશિમાં છે અને વક્રી અવસ્થામાં ભ્રમણ કરી રહ્યા છે જે 11 ડિસેમ્બરે માર્ગી થશે. જ્યોતિષમાં ગ્રહોનું માર્ગી થવું એટલે કે તેની સામાન્ય અને સીધી દિશામાં ગતિ કરવું એવું માનવામાં આવે છે.
1/5
શનિ માર્ગી ચાલ
શનિદેવ 11 ડિસેમ્બરે માર્ગી થશે જેની અસર તમામ રાશિઓ પર જોવા મળી શકે છે. પરંતુ ચાર રાશિઓ એવી છે કે શનિની આ માર્ગી ચાલ કપરો પ્રભાવ પાડી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા, કર્મફળના દાતા ગણવામાં આવે છે. આ ચાર રાશિઓને આર્થિક, કરિયર મોરચે વધુ સાવધાન થવાની જરૂર છે. ઉતાવળમાં લેવાયો કોઈ પણ નિર્ણય તમને ભારે પડી શકે છે. જાણો કોણે સાચવવું પડશે.
2/5
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને શનિની આ માર્ગી ચાલ હેરાન પરેશાન કરી શકે છે. મેષ રાશિ પર હાલ સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલુ છે. શનિ તમારી રાશિથી બારમાં ભાવમાં ગોચર કરે છે. જેનો સંબંધ ખર્ચ, વિદેશ અને સ્થાન પરિવર્તન સાથે ગણાય છે. નોકરી મામલે બીજા શહેર કે વિદેશની તકો શોધતા લોકોએ રાહ જોવી પડે. કામકાજમાં ખર્ચ વધવાની આશંકા છે. કોઈ કંપની સાથે નવો કરાર કરતા પહેલા કાગળો સારી રીતે વાંચી લેવા. આર્થિક દબાણમાં કરજ લેતા બચવું. બજેટ બનાવીને ચાલવું.
3/5
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે શનિ આઠમા ભાવમાં ગોચર કરે છે. અષ્ટમ ભાવ શનિ કહેવાય છે. ચંદ્ર રાશિથી આ સ્થિતિ ઢૈય્યાના પ્રભાવ સાથે જોડાયેલી પણ ગણાય છે. આ દરમિયાન કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે મતભેદ અને કામમાં વિલંબ પરેશાન કરી શકે છે. પોતાની જવાબદારીઓ સમયસર પૂરી કરો અને જરૂરી કામ બીજાના ભરોસે ન છોડો. શેર બજાર કે જોખમવાળા રોકાણમાં જાણકારી વગર પૈસા રોકતા બચો. નોકરી બદલવાની યોજના હોય તો નવી તકોની પૂરેપૂરી જાણકારી લીધા બાદ નિર્ણય કરો.
4/5
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો ચાલુ છે. શનિ પોતાની રાશિથી બીજા ભાવમાં કુંભમાં ગોચર કરે છે. જે ધન, પરિવાર અને વાણીનો ભાવ ગણાય છે. ડિસેમ્બરમાં નોકરીયાત લોકોએ પોતાની આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવીને રહેવું પડશે. નવી કંપનીમાં રોકાણ કે કારોબાર વિસ્તારની યોજના બનાવતા હોવ તો પૂરેપૂરી તપાસ કરવી જરૂરી છે. જૂના લેણા લંબાઈ શકે છે. કાર્યસ્થળે સમજી વિચારીને તમારી વાત રજૂ કરો અને ગુસ્સામાં કોઈ નિર્ણય લેવાથી બચો.
5/5
મીન રાશિ
મીન રાશિમાં જ શનિ માર્ગી થઈ રહ્યા છે. આ રાશિના જાતકો પર સાડાસાતીનો બીજો તબક્કો ચાલુ છે. શનિ લગ્ન ભાવમાં સ્થિત છે. આથી જવાબદારીઓ વધવાની અને કામકાજમાં દબાણ મહેસૂસ થવાની આશંકા છે. નોકરી બદલવાનું વિચારતા હોવ તો ઉતાવળ ન કરો. વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીતમાં સંયમ રાખો. કોઈ નવી તકક મળે તો તેની શરતો સારી રીતે સમજો. બીજા વિકલ્પની તૈયારી કર્યા વગર વર્તમાન નોકરી છોડવી એ નુકસાનકારક રહી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)