Vish Yog: 9મી ઓક્ટોબર એટલે કે આજે મનના કારક ચંદ્રમા રાશિ બદલીને કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે શનિ સાથે એક વિશેષ સંયોગ હેઠળ વિનાશકારી એવા વિષ યોગનું નિર્માણ કરે છે જેના લીધે કેટલીક રાશિઓ માટે આ સમય ભારે રહી શકે છે.
આજે ચંદ્રમા રાશિ પરિવર્તન કરીને સવારે કન્યા રાશિમાં પ્રવેશની સાથે જ વિષ યોગ બનાવી રહ્યા છે. ક્રૂર દેવ શનિદેવ હાલ મીન રાશિમાં છે. આ સ્થિતિમાં કન્યા રાશિમાં ચંદ્રમા અને મીન રાશિમાં શનિ એક બીજાથી સાતમા સ્થાને હોવાના કારણે સમસપ્તક યોગ બનાવશે પરંતુ સાથે સાથે બંને ગ્રહો એક બીજા પર સપ્તમ દ્રષ્ટિ પાડતા વિષ યોગ પણ બની રહ્યો છે.
1/4
ઘાતક છે વિષ યોગ
જ્યોતિષ ગણતરીઓ મુજબ જ્યારે જન્મકુંડળીમાં ચંદ્રમા અને શનિની યુતિ થાય કે પછી આ બંને ગ્રહો એકબીજાથી સાતમા ભાવમાં હોય ત્યારે વિષ યોગ બને છે. શનિ અને ચંદ્રમા ગુણોમાં બિલકુલ ઉત્તર દક્ષિણ કહી શકાય. આ યોગ બનવાથી માનસિક, આર્થિક સ્થિતિ પર અસર થઈ શકે છે. ચંદ્ર અને શનિનો આ વિષ યોગ મેષ, તુલા અને કુંભ રાશિના જાતકો માટે ભારે રહી શકે છે. આ જાતકોએ સ્વાસ્થ્ય, ધન અને કૌટુંબિક મામલાઓમાં ખાસ સાવધાની વર્તવાની જરૂર રહેશે.
(AI Image)
2/4
કુંભ રાશિ
કુંભ રાશિએ શનિના સ્વામિત્વવાળી રાશિ છે. વિષ યોગ આ જાતકો માટે કૌટુંબિક સંબંધોમાં વિખવાદ લાવી શકે છે. ઘર પરિવારમાં તણાવનો માહોલ રહી શકે છે. વેપાર કરતા જાતકોએ લેવડદેવડમાં સાવધાની વર્તવી. આર્થિક નિર્ણય લેતી વખતે ધ્યાન રાખવું. સ્વાસ્થ્યને જરાય અવગણવું નહીં. જો નોકરી બદલવાનું વિચારતા હોવ તો હજુ થોડી રાહ જોવી એ તમારા માટે સારું રહેશે. ઘાતક એવા વિષ યોગનો પ્રભાવ ઘટાડવા માટે ભોળાનાથના મંત્રોનો જાપ કરવો હિતાવહ છે.
(AI Image)
3/4
મેષ રાશિ
મેષ રાશિના સ્વામી મંગળ પોતે છે. વિષ યોગ આ જાતકો માટે માનસિક અને સ્વાસ્થ્ય સંબંધિત પડકારો લાવી શકે છે. ફાલતું વિવાદોમાં પડવાથી બચવું. ધૈર્ય એ તમારા માટે હાલ મોટું ઓજાર રહેશે. આર્થિક મામલે લેવડદેવડ કરતા ધ્યાન રાખવું. વાહન ચલાવતી વખતે જરાય ઉતાવળ કરવી નહીં. વાણી પર કાબૂ રાખવો નહીં તો અર્થનો અનર્થ થઈ શકે. નિયમિત રીતે હનુમાન ચાલીસા કરવાથી આ યોગના દુષ્પ્રભાવને ઘટાડવામાં મદદ મળી શકે છે.
(AI Image)
4/4
તુલા રાશિ
તુલા રાશિના સ્વામી ધન અને સંપત્તિના દાતા શુક્ર છે. આ વિષ યોગ તમને આર્થિક સમસ્યાઓ લાવી શકે છે. ખર્ચામાં અચાનક વધારો થઈ શકે છે. આવા સમયમાં તમારી આવક અને જાવકનું બરાબર બેલેન્સ જાળવવું જરૂરી રહેશે. બજેટ બનાવીને ચાલવું હિતાવહ રહેશે. ચંદ્રમાના બારમા ભાવમાં અને શનિના છઠ્ઠા ભાવમાં રહેવાથી વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખવી. આંખ બંધ કરીને કોઈના પર ભરોસો કરવો નહીં. આ યોગના દુષ્પ્રભાવને ઘટાડવા માટે શિવજી ભગવાનની આરાધના કરવી જોઈએ.
(AI Image)
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ તથા ગ્રહ ગોચરની વ્યાખ્યાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)