• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /યુપીમાં ચૂંટણી પહેલા ઓવૈસી-ચંદ્રશેખરની દોસ્તીથી કોને ફાયદો, કોને નુકસાન? દલિત-મુસ્લિમ સમીકરણથી બદલાશે રાજકીય ગણિત

યુપીમાં ચૂંટણી પહેલા ઓવૈસી-ચંદ્રશેખરની દોસ્તીથી કોને ફાયદો, કોને નુકસાન? દલિત-મુસ્લિમ સમીકરણથી બદલાશે રાજકીય ગણિત

વર્ષ 2027માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ત્યારે રાજકીય પાર્ટીઓ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓમાં લાગી છે. યુપીના રાજકારણમાં એક નવું સમીકરણ સામે આવ્યું છે. ચંદ્રશેખર આઝાદની પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ભેગા થઈને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. ત્યારે આ ગઠબંધન રાજ્યમાં કોને મુશ્કેલીમાં મૂકશે?

Written ByViral Raval
Published: Nov 12, 2026, 05:59 PM IST|Updated: Nov 12, 2026, 06:12 PM IST
joinshare
યુપીમાં ચૂંટણી પહેલા ઓવૈસી-ચંદ્રશેખરની દોસ્તીથી કોને ફાયદો, કોને નુકસાન? દલિત-મુસ્લિમ સમીકરણથી બદલાશે રાજકીય ગણિત
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

યુપીમાં વિધાનસભા ચૂંટણી 2027માં યોજાવવાની છે પરંતુ તે પહેલા જ દિવાળી બાદ ચંદ્રશેખર અને ઓવૈસીએ ગઠબંધનની જાહેરાત કરીને ખળભળાટ મચાવી દીધો છે. યુપીના રાજકારણમાં જન્મેલા આ નવા સમીકરણે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને બસપાના માયાવતીની મુશ્કેલીઓ વધારી છે. કારણ કે દલિત-મુસ્લિમ ગઠબંધન સપા અને બસપા માટે પણ પડકાર ઊભો કરી શકે છે. રાજકીય જાણકારોનું માનીએ તો ઓવૈસી અને ચંદ્રશેખરની આ જોડી યુપીને પ્રભાવિત કરી શકે છે. મતોની વહેચાવવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. આ મોરચો કેટલો સફળ થઈ શકે છે તે જોવું રસપ્રદ રહેશે.

UP Election 2027: આઝાદ સમાજ પાર્ટી અને AIMIM પાર્ટીએ જાહેર કર્યું ગઠબંધન, ચંદ્રશેખર હશે CM ફેસ

સામાજિક પરિવર્તન મોરચાની જાહેરાત

ઓવૈસી અને ચંદ્રશેખરના આ નવા સમીકરણે યુપીના રાજકારણમાં ચકચાર મચાવી છે. સત્તાધારી પાર્ટીથી લઈને વિપક્ષ સુદ્ધાના ધબકારા વધી ગયા છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે હાથ મિલાવ્યા છે અને બંનેએ લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને સામાજિક પરિવર્તન મોરચાની રચનાની જાહેરાત કરી દીધી છે. આ મોરચાની જાહેરાતમાં સૌથી મોટો ટ્વિસ્ટ એ પણ આવ્યો છે કે મોરચા તરફથી ચંદ્રશેખર આઝાદને મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરાયો છે. એટલે કે જો આ મોરચો ચૂંટણી જીતે તો ચંદ્રશેખર આઝાદ મુખ્યમંત્રી બને. ત્યારે જાણો આ નવા મોરચાની ચૂંટણી પર કઈ અસર પડી શકે છે.  

#WATCH लखनऊ, उत्तर प्रदेश: AIMIM प्रमुख असदुद्दीन ओवैसी ने AIMIM और ASP(आजाद समाज पार्टी) के गठबंधन पर कहा, "हमने मिलकर सामाजिक परिवर्तन मोर्चा बनाया है। हमने सामाजिक परिवर्तन मोर्चा के तहत आज़ाद समाज पार्टी (कांशीराम) के प्रमुख और सांसद चंद्रशेखर आज़ाद को मुख्यमंत्री का प्रत्याशी घोषित किया है। हमारी कोशिश होगी कि देश में जो शिक्षा को बर्बाद किया जा रहा है और किसानों को यूरिया नहीं मिल रहा है, उसे ठीक किया जाए। भाजपा को रोकना दूसरी पार्टियों के बस की बात नहीं है... हमारा गठबंधन एक मजबूत विकल्प के रूप में आगे बढ़ रहा है…"

— ANI_HindiNews (@AHindinews) November 12, 2026

દલિત મુસ્લિમ સમીકરણ

  • આ મોરચો તૈયાર કરીને ઓવૈસી અને ચંદ્રશેખરે ખુબ જ ગણતરીપૂર્વક દલિત મુસ્લિમ કાર્ડ ખેલ્યું છે. 
  • યુપીના ચૂંટણી ગણિતની વાત કરીએ તો અહીં દલિત વસ્તી લગભગ 21 ટકા અને મુસ્લિમ વસ્તી આશરે 19 ટકા છે. 
  • એટલે કે બંને સમુદાયોને ભેગા કરીએ તો તે રાજ્યની કુલ વસ્તીના લગભગ 40 ટકા થાય છે. 
  • ઓવૈસી હંમેશા મુસ્લિમ સમાજની અલગ રાજકીય ભાગીદારી અને મુખ્ય નેતૃત્વની વાત કરતા હોય છે. 
  • જ્યારે ચંદ્રશેખર આઝાદે પણ ખાસ કરીને યુવાઓ અને વંછિત વર્ગો વચ્ચે પોતાની એક અલગ અને મજબૂત ઓળખ બનાવી છે. 
  • બંને નેતાઓને એવું લાગે છે કે જો આ 40 ટકા વસ્તી તેમની સાથે આવી જાય તો યુપીની સત્તાની ચાવી તેમને મળી શકે છે. 
  • પરંતુ રાજકારણમાં જે ધારીએ તે બને એવું હંમેશા બનતું નથી. દલિત સમાજમાં જાટવ, પાસી, વાલ્મિકી, અને અન્ય જાતિઓની પોતાની અલગ અલગ પસંદ હોય છે. 
  • મુસ્લિમ વોટર પણ એકતરફી મતદાન કરતા હોય એવું હંમેશા બનતું નથી. 
  • ત્યારે અસલ પડકાર એ હશે કે આ બંને પક્ષો પોતાના મતદારોને એકજૂથ કરીને અન્ય ઉમેદવારોના કેટલા મત પોતાને ફાળે કરાવી શકે છે.

Lucknow, Uttar Pradesh: AIMIM chief Asaduddin Owaisi said, "... I would like to ask the BJP, yesterday, in Kishtwar, Jammu and Kashmir, two of our Special Police Officers (SPOs) were killed by terrorists. Speak about that; what is happening there? We condemn this incident." https://t.co/Ij8pHOB54Z

— IANS (@ians_india) November 12, 2026

શું કહે છે 2022ના આંકડા

  • જો છેલ્લા આંકડા પર નજર ફેરવીએ તો વર્ષ 2022માં વિધાનસભા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી AIMIMએ લગભગ 95 સીટો પર ચૂંટણી લડી હતી. 
  • પરંતુ પાર્ટીનો વોટશેર ફક્ત 0.49 ટકા રહ્યો હતો. ખાતુ પણ ખુલ્યું નહતું. એ જ રીતે આઝાદ સમાજ પાર્ટીએ પણ 100થી વધુ સીટો પર ભાગ્ય અજમાવ્યું હતું. 
  • જ્યાં તેમનો વોટશેર લગભગ 0.13 ટકા હતો અને એક પણ સીટ મળી નહતી. 
  • બંનેનો કુલ વોટશેર ભેગો કરીએ તો લગભગ 0.62 ટકા થાય છે.

Indian Visa Rule: ભારતના વિઝા લેવાની પ્રક્રિયા સરળ થઈ, ટુરિસ્ટને મળશે વિઝિટર વિઝા, જાણો નવા નિયમો

નગીના સીટ પર મળી હતી બંપર જીત

  • હવે વાત કરીએ લોકસભા ચૂંટણીની તો 2024માં ચંદ્રશેખર આઝાદે નગીના સીટથી બંપર જીત મેળવી હતી. 
  • તેમને 5 લાખથી વધુ મત મળ્યા હતા તથા વોટશેર પણ 51 ટકાથી ઉપર ગયો હતો. 
  • તેમણે ભાજપના ઉમેદવારને દોઢ લાખથી વધુ મતથી હરાવ્યા હતા. નગીનાની આ ધમાકેદાર જીતે ચંદ્રશેખરનું રાજકીય કદ વધાર્યું. 
  • પરંતુ સવાલ એ છે કે શું આ જીતનો પરચમ તેઓ પશ્ચિમ યુપીની બહાર સમગ્ર પ્રદેશમાં લહેરાવી શકશે ખરા?

અખિલેશ યાદવને પણ પડશે ફટકો?

  • આ નવા મોરચાથી સૌથી વધુ ચિંતો  કોઈને સતાવતી હશે તો અખિલેશ યાદવની પાર્ટી સમાજવાદી પાર્ટીને હશે.  
  • અખિલેશ યાદવે PDA એટલે કે પછાત, દલિત અને અલ્પસંખ્યક સમીકરણના સહારે જ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને જોરદાર ટક્કર આપી હતી. 
  • પરંતુ હવે ઓવૈસી અને ચંદ્રશેખર તે જ પીડીએના બે સૌથી મહત્વના પિલર એટલે કે દલિત અને મુસ્લિમ મતોને પોતાની બાજુ ખેંચવાની કોશિશમાં લાગ્યા છે. 
  • ઓવૈસી મુસ્લિમ વિસ્તારોમાં સપાના પરંપરાગત મતબેંકમાં ગાબડું પાડવાની કોશિશ કરશે. 
  • જ્યારે ચંદ્રશેખર દલિત મતો માટે બીએસપીની સાથે સાથે સપાની સામે પણ મોટો પડકાર બનીને ઊભરી શકે છે. 
  • જો કે અખિલેશ યાદવની પોતાની રાજકીય પક્કડ અને સમાજવાદી પાર્ટીનો મજબૂત કેડર બેસ એટલો સરળતાથી તૂટે એવું લાગતું નથી. 
  • પરંતુ જે સીટો પર મુસ્લિમ અને દલિત મતદારો હારજીતનો નિર્ણય કરે છે ત્યાં આ મોરચો સપાનું ગણિત બગાડી શકે છે.

શું હતી રાજીવ ગાંધીની છેલ્લી ઈચ્છા? જેને પૂરી ન કરી શક્યા સોનિયા ગાંધી, પોતાના પુસ્તકમાં કર્યો ખુલાસો

ભાજપને ફાયદો થશે કે પડકાર બનશે?

  • હવે સત્તાધારી ભાજપના દ્રષ્ટિકોણથી આ મોરચા વિશે વિચારીએ તો આ ગઠબંધન બંને પ્રકારના સંકેત આપે છે. જો સામાજિક પરિવર્તન મોરચો સમાજવાદી પાર્ટીના મુસ્લિમ અને દલિત મતોને કાપે તો વિપક્ષી મતો વહેંચાઈ જવાનો સીધો ફાયદો ભાજપને મળી શકે છે. 
  • ત્રિકોણીય મુકાબલામાં મોટાભાગે મતો વહેંચાય તો સત્તાધારી પક્ષ માટે તે ફાયદાકારક રહી શકે છે. 
  • બીજી બાજુ જો આ મોરચો દલિત અને મુસ્લિમ મતદારોને પોતાની સાથે જોડવામાં સફળ રહે તો કેટલાક વિસ્તારોમાં તે ભાજપની સાથે એક સીધો અને મુશ્કેલ મુકાબલો પણ ઊભો કરી શકે છે. 
  • ઓવૈસી અને ચંદ્રશેખર પોતે એવો દાવો કરી રહ્યા છે  કે તેમનો અસલ હેતુ ભાજપને રોકવાનો અને વંચિતોને તેમના હક અપાવવાનો છે. 
  • 26 નવેમ્બરના રોજ લખનઉના રમાબાઈ આંબેડકર મેદાનમાં થનારી રેલીથી એ સ્પષ્ટ  થશે કે આ મોરચાને ગ્રાઉન્ડસ્તરે કેટલી લોકપ્રિયતા મળી રહી છે.

ભાજપ અને સપા શું કહે છે

આ રાજકીય ઉથલપાથલ  વચ્ચે માયાવતીની બહુજન સમાજ પાર્ટી માટે પણ મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે દલિત મતો વર્ષોથી બીએસપીની પ્રખર વોટબેંક રહ્યા છે. જો કે બીએસપીનો કેડર વોટ હજુ પણ અનેક જગ્યાએ પર મજબૂત છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટી તરફથી પણ તીખી પ્રતિક્રિયા આવી રહી છે. સપાના વરિષ્ઠ નેતા શિવપાલસિંહ યાદવે આ ગઠબંધનની નિયત પર સવાલ ઉઠાવતા મોટો આરોપ લગાવતા કહ્યું કે આ મોરચાનો  હેતુ ભાજપને હરાવવાનો નથી. પરંતુ તે અંદરખાને ભાજપના ઈશારે  કામ કરી રહ્યું છે. આ નિવેદનોથી સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં આ રાજકીય જંગ વધુ રસપ્રદ થવાની છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News