SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું, રાહુલ ગાંધીને મળવાનો કેમ કર્યો ઇનકાર?

ચીફ જસ્ટિસે કહ્યુ કે દેશમાં કોઈપણ નાગરિક અરજી દાખલ કરી શકે છે. રાહુલ ગાંધીના પત્ર પર તેમણે કહ્યું કે મેં મારી અસમર્થતા જાહેર કરી છે. મામલો કોર્ટમાં પહેલાથી વિચારણા હેઠળ છે.

Written By Gokani Dhaval
Published: Oct 12, 2026, 11:08 AM IST | Updated: Oct 12, 2026, 11:13 AM IST
Join

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતએ કહ્યુ કે મને રાહુલ ગાંધીનો પત્ર મળ્યો હતો, પરંતુ આવેદનપત્રની જગ્યાએ અરજી દાખલ કરવામાં આવે. દેશમાં કોઈપણ અરજી દાખલ કરી શકે છે. પત્રના જવાબમાં ન મળવાનું કારણ જણાવતા ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટમાં મામલો પહેલાથી વિચારણા હેઠળ છે. અમે કાયદા પ્રમાણે સુનાવણી કરીશું. તેમણે કહ્યું કે કોર્ટના દરવાજા બધા માટે ખુલ્લા છે. પત્રની વાતો ગોપનીય રાખતા સીજેઆઈએ પત્રકારોને વાતચીત દરમિયાન આ વાત કહી. રાહુલ ગાંધીના પત્ર પર તેમણે પોતાની અસમર્થતા જાહેર કરી છે.

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ મતદાર યાદીના સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા માટે સીજેઆઈની સાથે બેઠક કરવાની માગ કરી હતી.

આ પણ વાંચોઃ CJP ફરી કરશે આંદોલન? આશુતોષ રાંકાએ કરી જાહેરાત, કહ્યું- 'પોલીસ પાસે 24 કલાકનો સમય'

ચીફ જસ્ટિસે શું કારણ જણાવ્યું?
CJI એ જણાવ્યું કે બંધારણીય વ્યવસ્થા હેઠળ સુપ્રીમ કોર્ટ એક્ઝીક્યુટિવ (કાર્યપાલિકા) ના કામકાજમાં તેના વહીવટી પક્ષ પર દખલ ન આપી શકે. પરંતુ તે સ્પષ્ટ કરવામાં આવે છે કે નેતા ન્યાયિક પક્ષ પર કોર્ટનો દરવાજો ખખડાવવા માટે આઝાદ છે. વિપક્ષી નેતાઓને પણ તે જણાવવામાં આવ્યું કે વિપક્ષના કોઈપણ સભ્ય તરફથી દાખલ અરજી પર, SIR પ્રક્રિયા સાથે જોડાયેલા તે મામલાની સાથે સુનાવણી થઈ શકે છે, જે પહેલાથી મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી માટે લિસ્ટેડ છે.

‘બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થાય તો અદાલતોએ હસ્તક્ષેપ કરવો જોઈએ’
CJI સૂર્યકાંતએ NHRC સ્થાપના દિવસ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું 'જ્યારે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થાય છે, તો અદાલતોએ હસ્તક્ષેપ કરવો જોઈએ. માનવાધિકાર પંચની ફરિયાદની તપાસ કરવી જોઈએ. વ્યવસ્થાગત ખામીની ઓળખ કરવી જોઈએ અને તે ખાતરી કરવી જોઈએ કે જે મુદ્દા પર ધ્યાન ન આપવામાં આવે તેના પર સંસ્થાગત સ્તર પર ધ્યાન આપવામાં આવે.'

ભાજપે સાધ્યું નિશાન
રાહુલ ગાંધીને સીજેઆઈએ મળવાનો ઈનકાર કરવા પર ભાજપે નિશાન સાધ્યું છે. ભાજપ નેતા ગૌરવ ભાટિયાએ લખ્યુ, ચીફ જસ્ટિસનો રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓને મળવાનો ઇનકાર કરવાનો નિર્ણય એક મહત્વનો સંદેશ આપે છે. ન્યાયપાલિકાને દરરોજના રાજકીય નાટકથી દૂર રાખવી જરૂરી છે. બંધારણીય સંસ્થાઓ વિપક્ષની રાજકીય હતાશાનો અખાડો ન બની શકે. રાહુલ ગાંધીજી, માત્ર બંધારણને સાથે લઈ ફરવાથી તેનું જ્ઞાન આવી જતું નથી. ક્યારેક સમય કાઢી બંધારણ વાંચો. ખાસ કરી શક્તિઓના વિભાજનનો સિદ્ધાંત. બંધારણ દેખાડવાની વસ્તુ નથી, તે લોકતંત્રની ગરિમા છે.
 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES