• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /ગોધરા ટ્રેન અગ્નિકાંડ: 18 વર્ષથી જેલમાં બંધ દોષિત ઈરફાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, આજીવન કેદની સજા સ્થગિત

ગોધરા ટ્રેન અગ્નિકાંડ: 18 વર્ષથી જેલમાં બંધ દોષિત ઈરફાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, આજીવન કેદની સજા સ્થગિત

ગોધરા ટ્રેન અગ્નિકાંડ મામલામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ઇરફાન સિરાજ પડોને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મેડિકલ આધાર પર કોર્ટે તેની સજાને રદ્દ કરી જામીન આપવાનો આદેશ આપ્યો છે.

Written ByGokani Dhaval
Published: Nov 23, 2026, 14:36 IST|Updated: Nov 23, 2026, 14:37 IST
joinshare
ગોધરા ટ્રેન અગ્નિકાંડ: 18 વર્ષથી જેલમાં બંધ દોષિત ઈરફાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, આજીવન કેદની સજા સ્થગિત

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
3 વર્ષ સુધી ફક્ત રામાયણ ફિલ્મના સંગીત પર કામ કર્યું, 12 ફિલ્મો ઠુકરાવી, એ આર રહેમાને શેર કર્યા અનુભવ

3 વર્ષ સુધી ફક્ત રામાયણ ફિલ્મના સંગીત પર કામ કર્યું, 12 ફિલ્મો ઠુકરાવી, એ આર રહેમાને શેર કર્યા અનુભવ

2

IND A vs PAK A મેચમાં હાઈવોલ્ટેજ ડ્રામા, હર્ષિત રાણાની વિકેટ બાદ પાકિસ્તાનીઓની શરમજનક હરકત, જુઓ Video

3

ગુજરાતમાં 17 મનપામાં કોંગ્રેસ 'વેન્ટિલેટર' પર: ક્યાંક વિપક્ષનું પદ દૂર, તો ક્યાંક નિમણૂકનું મુહૂર્ત નથી નીકળતું!

4

ભાડાના ઘરમાં રહેતા લોકો માટે 4 સરળ વાસ્તુ ઉપાય, તોડફોડ વિના ઘરમાંથી દોષ દુર કરવાનો રસ્તો

5

ગોધરા ટ્રેન અગ્નિકાંડ: 18 વર્ષથી જેલમાં બંધ દોષિત ઈરફાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, આજીવન કેદની સજા સ્થગિત

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

2002ના ગોધરા ટ્રેન અગ્નિકાંડના મામલામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ઇરફાન સિરાજ પડોને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે ઇરફાનની આજીવન કેદની સજાને રદ કરતા તેને જામીન આપવાનો આદેશ આપ્યો છે. તે છેલ્લા 18 વર્ષથી જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટે મેડિકલના આધારે તેને આ રાહત આપી છે. સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે પણ ઇરફાનની મેડિકલ સ્થિતિને સ્વીકાર કરી. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિવ પીબી વરાલેની બેચએ આ મામલામાં આદેશ આપ્યો છે

ઇરફાન સિરાજ પડો ગોધરા ટ્રેન અગ્નિકાંડના મામલામાં દોષિ ઠેરવવામાં આવેલા 31 લોકોમાં સામેલ છે. 28 ફેબ્રુઆરી 2002ના ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશનની પાસે સાબરમતી એક્સપ્રેસના એક કોચમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં 59 લોકોના મોત થયા હતા. ઘટના બાદ ગુજરાતમાં મોટા પાયે સાંપ્રદાયિક હિંસા ભડકી હતી. આ મામલાની તપાસ અને સુનાવણી બાદ વિશેષ અદાલતે 2011મા ચુકાદો આપ્યો હતો.

2011 માં વિશેષ SIT કોર્ટે સંભળાવી હતી આજીવન કેદની સજા

ગોધરા ટ્રેન અગ્નિકાંડ મામલામાં વિશેષ SIT કોર્ટે માર્ચ 2011મા કુલ 31 લોકોને દોષિ ઠેરવ્યા હતા. તેમાંથી 11 આરોપીઓને મોતની સજા ફટકારી હતી, જ્યારે 20 લોકોને આજીવન કેદની સજા મળી હતી. કોર્ટે મામલામાં 63 આરોપીઓને મુક્ત પણ કરી દીધા હતા. ઇરફાન સિરાજ પડો તે દોષિતોમાં સામેલ હતો, જેને વિશેષ અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચોઃ બિસલેરી કંપનીનું પાણી FSSAI ટેસ્ટમાં ફેલ, કંપનીએ આરોપનું ખંડન કરી ચોખવટ કરતાં જણાવી હકીકત

વિશેષ અદાલતના નિર્ણય વિરુદ્ધ દોષિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. વર્ષ 2017મા ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં બદલી દીધી હતી. તો આજીવનકેદની સજા મેળવનાર અન્ય દોષિતોની સજાને યથાવત રાખી હતી. ત્યારબાદ આરોપીઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. આ મામલો હવે સર્વોચ્ચ ન્યાયાલયમાં પેન્ડિંગ છે.

મેડિકલ આધાર પર મળી રાહત

ઇરફાન સિરાજ પડોને સુપ્રીમ કોર્ટમાંથી મળેલી રાહતનો આધાર તેની મેડિકલ સ્થિતિ છે. કોર્ટે તેની આજીવનકેદની સજાને રદ્દ કરતા જામીન આપવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે પણ તેની મેડિકલ સ્થિતિનો સ્વીકાર કર્યો છે. આ આધાર પર કોર્ટે તેને રાહત આપી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News