મેરઠ હોટલ કાંડ: જીવ બચાવીને ભાગતી યુવતી સાથે બર્બરતા આચરનારા સલમાનનું પોલીસે કર્યું હાફ એન્કાઉન્ટર
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક હોટલની અંદર હિન્દુ યુવતીને બંધક બનાવીને તેની મારપીટ કરનારા આરોપી સલમાનનું પોલીસે હાફ એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. બીજી બાજુ જે હોટલમાં યુવતી સાથે બર્બરતા કરવામાં આવી તે પણ સીલ કરી દેવાઈ છે.
યુપીના ચર્ચિત હોટલ કાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ફરાર આરોપી સલમાનનું હાફ એન્કાઉન્ટર કરીને તેની ધરપકડ કરી લેવાઈ છે. એન્કાઉન્ટર દરમિયાન સલમાન ઘાયલ થયો હતો. સલમાન પર હોટલમાં હિન્દુ યુવતીને બંધક બનાવીને દુષ્કર્મ કરવાનો અને લગ્ન માટે દબાણ કરવાનો આરોપ છે. યુવતી તેની ચુંગલમાંથી ભાગી ગઈ હતી અને ત્યારબાદ આરોપીએ તેની પકડીને રસ્તા પર મારપીટ કરી તેને ઉઠાવી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
યુવતીનો વાયરલ થયો હતો વીડિયો
આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠની આબુલેન સ્થિત એક હોટલની છે. ગાઝિયાબાદની યુવતીએ કંકરખેડાના રહીશ સલમાન પર હોટલમાં તેને બંધક બનાવવાનો, મારપીટ કરવાનો અને હેરાનગતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલો ચર્ચામાં આવ્યો. વીડિયોમાં યુવતી ભાગતી જોવા મળે છે પરંતુ આરોપી તેનો પીછો કરીને તેને રસ્તા પર પટકતો જોવા મળે છે.
પંજાબમાં ફરી ભેગા થયા અકાલી દળ અને ભાજપ, અમિત શાહનો હુંકાર- 2029 સુધીમાં પંજાબને સંપૂર્ણ રીતે નશામુક્ત કરીશું
એવું કહેવાય છે કે આ ઘટના 24 નવેમ્બરે બપોરે દોઢ વાગ્યાની આસપાસ ઘટી હતી. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે તેને ગત રાતથી હોટલમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી તથા તેની સાથે મારપીટ કરાઈ હતી. સવારે યેનકેન પ્રકારે તેણે હોટલમાંથી ભાગવાની કોશિશ કરી પરંતુ સલમાને પીછો કરીને તેને પકડી લીધો. ઘટનાસ્થળે હાજર લોકોએ વચ્ચે પડીને યુવતીને આરોપીના ચુંગલમાંથી છોડાવી.
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ રદ
ગુનો નોંધીને તપાસ શરૂ
ઘટના બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને આરોપી પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી. પોલીસે યુવતીને સુરક્ષિત પોલીસ મથક પહોંચાડી અને તેની ફરિયાદ પર કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી. હોટલના મેનેજર અને કર્મચારીઓ પર આરોપીને ભાગવામાં મદદ કરવાના આરોપ પણ લાગ્યા હતા. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
હવે આ મામલે પોલીસે કાર્યવાહી કરતા સલમાનનું હાફ એન્કાઉન્ટર કરીને તેની ધરપકડ કરી છે. આ સાથે જ ઘટનાસ્થળની હોટલને સીલ કરી છે. પોલીસ આ મામલે અન્ય આરોપીઓ અને હોટલ કર્મચારીઓની ભૂમિકા અંગે પણ તપાસ કરી રહી છે.