• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /Kishtwar Missing SPO: કિશ્તવાડથી લાપતા થયેલા 2 SPO ના શવ જંગલમાંથી મળ્યા, શરીર પર ગોળીઓના નિશાન

Kishtwar Missing SPO: કિશ્તવાડથી લાપતા થયેલા 2 SPO ના શવ જંગલમાંથી મળ્યા, શરીર પર ગોળીઓના નિશાન

Kishtwar SPOs Body Found: કિશ્તવાડના દેહરનાના જંગલ વિસ્તારમાંથી બુધવારે 2 એસપીઓ અચાનક લાપતા થયા હતા. જાણવા મળતી માહિતી અનુસાર બંને SPOની બોડી સર્ચ ઓપરેશન દરમિયાન જંગલમાંથી મળી આવી છે. બંનેના શરીર પર ગોળીઓના નિશાન હોવાનું જાણવા મળ્યું છે.

Written ByKrupa Shah
Published: Nov 12, 2026, 10:26 AM IST|Updated: Nov 12, 2026, 10:29 AM IST
joinshare
Kishtwar Missing SPO: કિશ્તવાડથી લાપતા થયેલા 2 SPO ના શવ જંગલમાંથી મળ્યા, શરીર પર ગોળીઓના નિશાન

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kishtwar SPOs Body Found: કિશ્તવાડ ના જંગલ વિસ્તારમાંથી બુધવારે બે એસપીઓ અચાનક લાપતા થઈ ગયા હતા. બંને ઓફિસર લાપતા થયા તે પહેલા જંગલ વિસ્તારમાં ફાયરિંગના અવાજ સંભળાયા હતા. લાપતા થયેલા એસપીઓની ઓળખ રશપાલ કુમાર અને બાબી ચંદ તરીકે થઈ છે. બંને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી હતા. જાણવા મળતી માહિતી અનુસાર બુધવારથી લાપતા થયેલા બંને ઓફિસરના મૃતદેહ જંગલમાંથી મળી આવ્યા છે.

આ પણ વાંચો: Kulgam Attack: કુલગામમાં થયેલા હુમલા પાછળ લશ્કરના કમાંડર લતીફનો હાથ હોવાની શંકા, આતંકી પર છે 15 લાખનું ઈનામ

બુધવારે કિશ્તવાડમાંથી સ્પેશિયલ પોલીસ ઓફિસર લાપતા થઈ ગયા હતા. ગુરુવારે તેમની બોડી જંગલમાંથી મળી આવી છે. આ મામલે અપહરણ અને હત્યામાં સંડોવાયેલા આતંકવાદીઓને પકડી પાડવા અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર એસપીઓના મૃતદેહ પાસેથી કોઈ જ હથિયાર મળ્યા નથી, તેમના શરીર પર ગોળીઓના નિશાન હોવાનું પણ કહેવાય રહ્યું છે.

લાપતા થયેલા સ્પેશિયલ પોલીસ ઓફિસરની બોડી મળ્યા પછી કિશ્તવાડ જિલ્લાના જંગલ વિસ્તાર અને તમામ રસ્તા પર તપાસ અને ઘેરાબંધી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું અપહરણ અને તેમની હત્યા મામલે સંડોવાયેલા આતંકીઓને પકડવા માટે સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ તેમજ કેન્દ્રીય ટીમો એક સાથે કામ કરી રહી છે.

આ પણ વાંચો: Iran Warning: ઈરાનની અમેરિકાને ચેતવણી, હુમલો થયો તો અમેરિકાના ઠેકાણા પણ બચશે નહીં

બુધવારે કિશ્તવાડ જિલ્લાના ઊંચા પર્વતીય જંગલ વિસ્તારમાંથી બે પોલીસ ઓફિસર લાપતા થઈ ગયા હતા, ત્યારથી જ તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે જંગલમાંથી બંને પોલીસ અધિકારીઓના મૃતદેહ મળી આવ્યા. પોલીસ અધિકારીના મૃતદેહ એ જગ્યાથી બે કિલોમીટર દૂર મળી આવ્યા જ્યાંથી તેઓ લાપતા થયા હતા. મળતી જાણકારી અનુસાર બંનેના શરીર પર ગોળીઓ વાગી હોય તેવા નિશાન મળી આવ્યા છે

લાપતા થયેલા એસપીઓમાંથી બાબી ચંદની ઉંમર 57 વર્ષની અને રશપાલની ઉંમર 45 વર્ષની હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી અનુસાર બંને પોતાના કેમ્પથી ધરના મરવાહ સ્થિત સેનાની એક ચોકી તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેઓ લાપતા થઈ ગયા. લાપતા થયા પછી તેમના મોબાઈલથી સંપર્ક છૂટી ગયો. લાપતા થયાના થોડા જ સમયમાં તેમના ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયા. ત્યારથી જ સેના અને પોલીસ બંને અધિકારીઓની તપાસ કરી રહી હતી.
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News