ઈરાન તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જો હવે ઈરાન પર હુમલો થશે તો ઈરાન યુરોપ અને અમેરિકાના એવા વિસ્તારો જ્યાં તેમના સૈન્ય ઠેકાણા છે તેના પર હુમલો કરી દેશે. ઈરાન પર થયેલા હુમલા મામલે ઈરાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના મહાસચિવ મોહસેન એ આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તહેવાર પર હુમલાની જવાબી કાર્યવાહીમાં ઈરાનની નજીક આવેલા અમેરિકાના જ નહીં પરંતુ દૂર આવેલા અમેરિકી ઠેકાણા ને પણ નિશાન બનાવવામાં આવશે.
એક મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે અમેરિકી વિમાન ઈરાન પર બોમ્બ વરસાવવા કોઈ પણ અમેરિકા સૈન્ય એરપોર્ટથી ઉડાન ભરશે તે સૈન્ય ઠેકાણા પર ઈરાન હુમલો કરશે. અમેરિકા પર હુમલાની કાર્યવાહીમાં અમેરિકાની નજીકની જગ્યાઓ જ નહીં પરંતુ અન્ય દુરના સૈન્ય ઠેકાણાને પણ નિશાન બનાવવામાં આવશે. રેજાઈએ આકરા મિજાજમાં કહી દીધું હતું કે હવે ઈરાન પણ પાછળ નહીં હટે, અમેરિકાને એવો જવાબ આપવામાં આવશે જે અમેરિકા ભૂલી નહીં શકે.
મુલાકાત દરમિયાન ઈરાનના મહાસચિવ મોહસેન એ એવું પણ કહી દીધું કે અમેરિકાને લાગે છે કે તેના કેટલાક દ્વીપ સુધી અમારી મિસાઈલ નહીં પહોંચી શકે પરંતુ જો ઈરાન પર હુમલો કરવામાં આવશે તો અમેરિકાની એવી જગ્યાઓ પણ સુરક્ષિત નહીં રહે. મહત્વનું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ફેબ્રુઆરી મહિનાથી ચાલે છે. શરૂઆતમાં અમેરિકા અને ઇઝરાયલ એ ઈરાન પર હુમલા કર્યા હતા જેના જવાબમાં ઈરાન એ પણ બંને દેશોના ઠેકાણા પર મિસાઈલ અને ડ્રોનથી એટેક કર્યા હતા.