પંજાબમાં ભીષણ અકસ્માત: સંગરૂરમાં રોડ પર કામ કરી રહેલા મનરેગાના મજૂરોને કારે કચડ્યા, 8ના મોત
પંજાબના સંગરૂર જિલ્લાના લહરાગાગામાં એક ભયાનક અકસ્માત થયો છે. મનરેગા હેઠળ રોડ પર કામ કરી રહેલા મજૂરોને બેકાબૂ કારે કચડ્યા છે. આ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા છે.
Sangrur Road Accident: પંજાબના સંગરૂર જિલ્લાના લહરાગાગા ક્ષેત્રમાં રવિવારે સાંજે એક ભીષણ અકસ્માત થયો છે. જાખલ રોડ પર ગામ ચોટિયાની પાસે મનરેગા હેઠળ કામ કરી રહેલા મજૂરોને એક બેકાબૂ કારે કચડ્યા હતા. આ દુર્ઘટનામાં 8 મજૂરોના મોત થયા છે, જ્યારે ઘણા અન્ય મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતને કારણે અફરાતફરી મચી ગઈ હતી.
જાણકારી પ્રમાણે રવિવારે સાંજે ગામ ચોટિયાંની નજીક જાખલ રોડ પર મનરેગા હેઠળ આશરે 23 મજૂર કામ કરી રહ્યાં હતા. તેમાં મહિલાઓ અને પુરૂષ બંને સામેલ હતા. મજૂર રોડ કિનારે પોતાનું કામ કરી રહ્યાં હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ત્યાં કામ કરતા મજૂરોને અડફેટે લીધા હતા.
જાણવા મળી રહ્યું છે કે કારની ગતિ વધારે હતી. તેવામાં મજૂરોને ત્યાંથી હટવાની તક પણ મળી નહીં. કારે ઘણા મજૂરોને ટક્કર મારી, જેથી સ્થિતિ ગંભીર બની હતી.
ભીષણ ટક્કર બાદ ઘટનાસ્થળ પર ગંભીર નજારો જોવા મળ્યો હતો. દુર્ઘટનામાં ઘણા મજૂરો ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા હતા. શરૂઆતી જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં 8 મજૂરોના મોત થયા છે. પરંતુ મૃતકોના ચોક્કસ આંકડાની પુષ્ટિ થવાની બાકી છે. પોલીસે દુર્ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસ પ્રમાણે દુર્ઘટના કારની ગતિ વધારો હોવાને કારણે બની છે. રસ્તા પર મજૂરો કામ કરી રહ્યાં હતા, આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી કારે તેમને કચડ્યા હતા.
દુર્ઘટનામાં ડરનો માહોલ
ઘટના બાદ સ્થાનીક પર પર ચિંતા અને ડરનો માહોલ બની ગયો. રોડ પર કામ કરી રહેલા મજૂરોની સાથે થયેલી દુર્ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલ ઉભા થયા છે. મનરેગા હેઠળ કામ કરનાર મજૂરોને રસ્તા પર કામ કરવા સમયે ભારે સ્પીડથી આવી રહેલા વાહનોથી ખતરો રહે છે. તો દુર્ઘટના બાદ મજૂરોની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યાં છે.
ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.