બોક્સિંગ કોચથી ક્રાઈમ મેનેજર સુધીની કાળી સફર: કોણ છે લોરેન્સનો જમણો હાથ હેરી બોક્સર?
Lawrence Bishnoi Gang: મુંબઈમાં 90ના દાયકા જેવો આતંક મચાવવાનું કાવતરું. બોલિવૂડમાં ખોફ પેદા કરવાના કાવતરા પર સુરક્ષા એજન્સીઓએ સૌથી મોટી સ્ટ્રાઈક કરી છે... લોરેન્સના રાઈટ હેન્ડ પર એક્શન કરાયું છે. ભારતથી 12 હજાર કિલોમીટર દૂર બેઠેલો હેરી બોક્સર પકડાઈ ગયો છે. જે વિદેશમાં બેસીને હિન્દુસ્તાનમાં ખંડણી અને સોપારી કિલિંગનો ધંધો ચલાવતો હતો.
Lawrence Bishnoi Gang: ભારતમાં એક ફોન કોલથી દહેશત ફેલાવનાર...ખંડણી માંગનાર...અને ન આપવા પર મોતનું ફરમાન સંભળાવનાર સામે મોટી કાર્યવાહી થઈ ગઈ છે. આ કાર્યવાહી અમેરિકામાં થઈ છે. લોરેન્સનો સૌથી નજીકનો અને ભારતમાં દહેશતનો પર્યાય બની ચૂકેલો હેરી બોક્સર ઝડપાઈ ગયો છે. ગેંગસ્ટર હેરી બોક્સર પકડાઈ ગયો છે. તે અમેરિકામાં બેસીને ભારતમાં લોરેન્સની ગેંગને ચલાવી રહ્યો હતો. લોરેન્સના ઈશારે ખંડણી વસૂલી રહ્યો હતો. હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યો હતો...
રક્ષક જ બન્યા ભક્ષક! વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં મદદ માગવા ગયેલા ભાઈઓ પર અત્યાચાર, તત્કાલીન PI સામે કોર્ટનો મોટો હુકમ
હવે કોઈ પણ બોલિવૂડ એક્ટર પર નહીં ચાલે ગોળી!
હેરી બોક્સરના નિશાના પર બોલિવૂડ હતું. તે સલમાન ખાન અને રોહિત શેટ્ટી જેવી તાકાતવર અને મોટી હસ્તીઓને ટાર્ગેટ કરતો હતો જેથી નાના એક્ટર્સ પર દબાણ બનાવી શકાય અને ખંડણી વસૂલી શકાય. હેરી બોક્સર ભલે રાજસ્થાનનો રહેવાસી છે પરંતુ તે હરિયાણામાં મોસ્ટ વોન્ટેડ છે. હેરી બોક્સરનું અસલી નામ હરચંદ છે. તેને બોક્સિંગમાં ખાસ રુચિ હતી.
હવે કોઈ પણ અભિનેતા પાસે માફિયા ખંડણી નહીં માગે! ગેંગસ્ટર હેરી બોક્સર સકંજામાં
ક્રાઈમની દુનિયામાં આવ્યા બાદ તેનું નામ હેરી બોક્સર પડ્યું. તેને હરિ બોક્સર પણ કહેવામાં આવે છે. હેરી લોરેન્સ બિશ્નોઈ ગેંગને અમેરિકામાં બેસીને ઓપરેટ કરી રહ્યો હતો. ફેબ્રુઆરી 2026માં પણ તેને અમેરિકામાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે ધરપકડ થઈ છે. અને હવે તેને ભારત લાવવાની તૈયારી છે.
"ચાર ચોકે વડા મૂકવા, ભૂત-પ્રેત ને મેલી વિદ્યા બધું જ ધતિંગ", કાળી ચૌદશે અંધશ્રદ્ધા પર વિજ્ઞાન જાથાનો પ્રહાર
કોણ છે હેરી બોક્સર?
- નામ છે હરિ ચંદ ઉર્ફે હેરી બોક્સર
- રાજસ્થાનના કોટપૂતલીનો રહેવાસી
- બોક્સિંગ કોચ તરીકે કરતો હતો કામ
- 2010માં હેરી બોક્સર વિરુદ્ધ પહેલો કેસ નોંધાયો
- 2023માં હેરી બોક્સરે ભારત છોડ્યું
- જે બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં આવ્યો
- ભારત છોડ્યા બાદ હેરી વિરુદ્ધ 7 કેસ નોંધાયા
- હત્યા, ટાર્ગેટ કિલિંગ, ખંડણી જેવા કામને આપતો અંજામ
વિદેશમાં બેસીને ભારતમાં ગુનાખોરી પર એક્શન
હેરી પર હત્યા, હત્યાનો પ્રયાસ, મારપીટ, ફાયરિંગ અને વેપારીઓને ધમકાવીને ખંડણી માંગવા જેવા અનેક કેસ નોંધાયેલા છે... તે વિદેશમાં રહીને લોરેન્સ બિશ્નોઈ ગેંગનું ખંડણી નેટવર્ક ચલાવતો હતો. હેરી બોક્સર પર રાજસ્થાન, પંજાબ, દિલ્હીમાં ગંભીર કેસ નોંધાયેલા છે. આખા દેશમાં હેરી પર 25થી વધુ કેસ છે. માત્ર રાજસ્થાનમાં જ તેના પર 10 કેસ નોંધાયેલા છે.
હવે શિયાળો નહીં પરંતુ વરસાદ આવશે! બંગાળનો ઉપસાગર તોફાની બનશે, ગુજરાતના હવામાનમાં આવશે પલટો
- લોરેન્સ ગેંગ પર 'ગ્લોબલ સ્ટ્રાઈક'!
- લોરેન્સનો સાગરીત હેરી બોક્સર ઝડપાયો
- વિદેશમાં બેસીને ભારતમાં ગુનાખોરી પર એક્શન
- બોક્સિંગ કોચથી ક્રાઈમનું 'કોચિંગ'!
- લોરેન્સનો 'ક્રાઈમ મેનેજર' હવે ભારત આવશે!
ભારતથી લઈને અમેરિકા સુધી 'ઓપરેશન હાર્ડ બોલ'
પોલીસનું દબાણ વધ્યું તો ધરપકડના ડરથી 2022માં વિદેશ ભાગી ગયો અને ડંકી રૂટથી અમેરિકા પહોંચી ગયો. ત્યારબાદ અમેરિકાથી જ લોરેન્સની ગેંગનું સંચાલન કરાવી રહ્યો હતો. લોરેન્સ ગેંગના અસ્તિત્વને ખતમ કરવા માટે ભારતથી લઈને અમેરિકા સુધી 'ઓપરેશન હાર્ડ બોલ' ચાલી રહ્યું છે.
'પૈસા આજે છે, કાલે નહીં હોય'...સુરતના વેપારીએ દિવાળી પર કર્મચારીઓને દિલ ખોલીને આપ્યું બોનસ, સ્ટાફ રડી પડ્યો
આ ઓપરેશન હેઠળ ભારતના 37 ગેંગસ્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી
આ ઓપરેશન અમેરિકા, કેનેડા અને યુરોપિયન દેશોમાં ચાલી રહ્યું છે. આ ઓપરેશન હેઠળ ભારતના 37 ગેંગસ્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી થવાની છે. જેમાંથી 24 પકડાઈ ચૂક્યા છે, આ લોકો લોરેન્સ બિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા અને રવિન્દર સિંહ ઢાંડાના નેટવર્ક સાથે જોડાયેલા છે.