• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ફોટો
  • /'પૈસા આજે છે, કાલે નહીં હોય'...સુરતના વેપારીએ દિવાળી પર કર્મચારીઓને દિલ ખોલીને આપ્યું બોનસ, સ્ટાફ રડી પડ્યો

'પૈસા આજે છે, કાલે નહીં હોય'...સુરતના વેપારીએ દિવાળી પર કર્મચારીઓને દિલ ખોલીને આપ્યું બોનસ, સ્ટાફ રડી પડ્યો

Edited ByViral Raval
Published: Nov 07, 2026, 01:40 PM IST|Updated: Nov 07, 2026, 03:07 PM IST
joinshare
ચેતન પટેલ, સુરત: હાલ દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે. આજે કાળી ચૌદસનો દિવસ છે. હજુ પણ બજારમાં ખરીદીનો માહોલ છે. છેલ્લી ઘડી સુધી લોકોને બોનસ મળતા હોય છે. ત્યારે સુરતથી એક એવા સમાચાર આવ્યા છે કે જાણીને નવાઈ પામશો.

સુરતના મોટા વરાછાના એક કાપડના વેપારીએ પોતાના કર્મચારીઓને ધનતેરસના દિવસે અનોખી દિવાળી ભેટ આપી છે. પોતાના 20 જેટલા કર્મચારીઓને વ્યક્તિદીઠ એક લાખ રૂપિયા રોકડ બોનસ આપ્યું. 

કર્મચારીઓને એક લાખથી વધુનું બોનસ આપ્યું1/5

કર્મચારીઓને એક લાખથી વધુનું બોનસ આપ્યું

મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછાના કાપડના વેપારી રામસ્વરૂપ મુંડેએ કર્મચારીઓને ₹10થી ₹500ની નોટોના બંડલથી પૂજાની થાળીઓ સજાવી કર્મચારીઓને સોંપી. દરેક કર્મચારીને થાળી સાથે રોકડ રકમ આપીને દિવાળીની ખુશીઓ બમણી કરી.
'આ બધુ કાગળના ટુકડાં છે'2/5

'આ બધુ કાગળના ટુકડાં છે'

વેપારી રામસ્વરૂપ મુંડેએ કર્મચારીઓને કહ્યું કે તમે મારું કેટલું ધ્યાન રાખો છો. તમારો પ્રેમ એટલો છે કે આ બધુ કાગળના ટુકડાં છે. હું બધાના માટે કામ કરું છું. પૈસાનો શોખ પણ નથી. તમારી મહેનત છે. જોબ બધા મજબૂરીમાં કરે છે. શોખની નથી કરતા.
કર્મચારીઓ મારો પરિવાર3/5

કર્મચારીઓ મારો પરિવાર

વેપારીએ કહ્યું કે, ‘કર્મચારીઓ માત્ર સ્ટાફ નહીં, મારો પરિવાર છે’. કર્મચારીઓ અને તેમના પરિવારજનો દિવાળી ધામધૂમથી ઉજવી શકે તે હેતુથી બોનસ આપ્યું.
ધનતેરસની શુભેચ્છા પાઠવી આપ્યું તોતિંગ બોનસ4/5

ધનતેરસની શુભેચ્છા પાઠવી આપ્યું તોતિંગ બોનસ

ધનતેરસની શુભેચ્છા પાઠવતા વેપારીએ કહ્યું કે એવું નથી કે મારી પાસે પોટલા ભરેલા પડ્યા છે. હું એવું વિચારું છે કે મારા ઘરમાં જે ખુશી હોય તે ખુશી તમને બધાને આપું. પૈસા આજે છે કાલે નહીં હોય. મે એ બધુ કામ કર્યું છે. મારા ઘરમાં ખાવા માટે એક ટાઈમનો લોટ રહેતો એક ટાઈમનો નહતો. તમે બધા મહેનત કરો છો, હું કોશિશ કરું છું કે મહેનતનું વધુ નહીં પરંતુ થોડું મળે.
વાયરલ થયો વીડિયો5/5

વાયરલ થયો વીડિયો

નોટોની થાળી સાથે બોનસ આપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ, વેપારીની ઉદારતાના વખાણ થઈ રહ્યા છે.
TAGS:
Diwali

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

2

શું તમે શેરબજારમાં રોકાણ કરો છો? તો જાણો, આજથી સેબીના નવા નિયમો થયા લાગુ

3

E20 બન્યું 420! પેટ્રોલના નામે ટેન્કમાં શું ભરી રહી છે કંપનીઓ? રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માગ્યો જવાબ

4

મુંબઈ અને પંજાબ વચ્ચે મોટી ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલા બદલીની તૈયારી, જાણો

5

બોલી સૌથી ઉંચી, તો ફ્લેટ કેમ ન મળ્યા? NBCCના 15 કરોડના લગ્જરી ફ્લેટની હરાજી પર સવાલ, હવે કોર્ટે માગ્યો જવાબ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.