• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /રક્ષક જ બન્યા ભક્ષક! વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં મદદ માગવા ગયેલા ભાઈઓ પર અત્યાચાર, તત્કાલીન PI સામે કોર્ટનો મોટો હુકમ

રક્ષક જ બન્યા ભક્ષક! વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં મદદ માગવા ગયેલા ભાઈઓ પર અત્યાચાર, તત્કાલીન PI સામે કોર્ટનો મોટો હુકમ

Vadodara Police: રક્ષક જ ભક્ષક બને તો પ્રજાની સલામતી માટે તે ચિંતાજનક બની જાય. આવું એટલા માટે કહેવું પડે કારણ કે ગુજરાત પોલીસની કામગીરી સામે ઉઠ્યા છે સવાલો. ઘટના વડોદરામાં બની છે. જ્યાં મદદ માગવા પોલીસ સ્ટેશન પહોંચેલા બે ભાઈઓને પોલીસે જ ગોંધી રાખીને માર માર્યો. આ સમગ્ર મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છતાં હજુ સુધી FIR ન નોંધાતા આખરે અરજદારોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો.

Written ByKinjal Patel
Published: Nov 07, 2026, 04:09 PM IST|Updated: Nov 07, 2026, 04:20 PM IST
joinshare
રક્ષક જ બન્યા ભક્ષક! વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં મદદ માગવા ગયેલા ભાઈઓ પર અત્યાચાર, તત્કાલીન PI સામે કોર્ટનો મોટો હુકમ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

2

શું તમે શેરબજારમાં રોકાણ કરો છો? તો જાણો, આજથી સેબીના નવા નિયમો થયા લાગુ

3

E20 બન્યું 420! પેટ્રોલના નામે ટેન્કમાં શું ભરી રહી છે કંપનીઓ? રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માગ્યો જવાબ

4

મુંબઈ અને પંજાબ વચ્ચે મોટી ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલા બદલીની તૈયારી, જાણો

5

બોલી સૌથી ઉંચી, તો ફ્લેટ કેમ ન મળ્યા? NBCCના 15 કરોડના લગ્જરી ફ્લેટની હરાજી પર સવાલ, હવે કોર્ટે માગ્યો જવાબ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vadodara Police: જયંતી સોલંકી/વડોદરા: ગુજરાત પોલીસ સામે ફરી એકવાર ગંભીર આરોપો લાગ્યા છે. વડોદરામાં એક ઘટના બની છે. જ્યાં ગોરવા પોલીસ સ્ટેશનના તત્કાલીન PI કિરીટ લાઠિયા સામે ગંભીર આરોપ લાગ્યા છે જેમાં PI વિરુદ્ધ બે અરજદારોએ કોર્ટમાં અરજી કરી છે અને અરજીને આધારે કોર્ટે તત્કાલીન PI સામે હુકમ જાહેર કર્યો છે.

"ચાર ચોકે વડા મૂકવા, ભૂત-પ્રેત ને મેલી વિદ્યા બધું જ ધતિંગ", કાળી ચૌદશે અંધશ્રદ્ધા પર વિજ્ઞાન જાથાનો પ્રહાર

વડોદરા પોલીસ સામે ગંભીર આરોપ

વડોદરાની ગોરવા પોલીસ સામે લાગેલા ગંભીર આરોપ અંગે વાત કરીએ તો બે ભાઈઓ મદદ માગવા પોલીસ સ્ટેશન આવ્યા હતા. ગોરવા પોલીસ સ્ટેશનમાં બંને ભાઈએ રજૂઆત કરી હતી. ત્યારબાદ પોલીસે બંને ભાઈઓને આખી રાત ગોંધી રાખવામાં આવ્યા. બંને ભાઈઓ સાથે મારપીટ કરવામાં આવી. ઘાયલ એક યુવાન સાંભળવાની ક્ષમતા ખોઈ બેઠો. જે અંગે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી.

પીડિતોએ કોર્ટનો ખખડાવ્યો દ્વાર

જો કે, હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. જે બાદ બંને પીડિતોએ ન્યાય માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. જે મામલે JMFC કોર્ટે ગોરવાના તત્કાલીન PI કિરીટ લાઠિયા સામે BNSની જુદી-જુદી કલમો હેઠળ પ્રોસેસ ઈશ્યુ કરવાનો હુકમ કર્યો છે. હવે કિરીટ લાઠિયાને કોર્ટ સમન્સ પાઠવવામાં આવશે. જો કે, કિરીટ લાઠિયાએ પોલીસ કસ્ટડીમાં મારામારી કર્યાના તમામ આક્ષેપોને ફગાવ્યા છે...

હવે શિયાળો નહીં પરંતુ વરસાદ આવશે! બંગાળનો ઉપસાગર તોફાની બનશે, ગુજરાતના હવામાનમાં આવશે પલટો

તત્કાલીન PI સામે પ્રોસેસ ઈશ્યુ કરવાનો કોર્ટનો હુકમ

સમગ્ર ઘટનામાં એક તરફ ફરિયાદીઓનું કહેવું છે કે તેઓ મદદ માગવા માટે ગયા હતા. તો બીજી તરફ પોલીસનું કહેવું છે તે તે બંને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસમાં પકડાયા હતા. જો કે, આખરે તો ન્યાયતંત્ર દ્વારા જ આ મામલા પરથી પડદો ઉઠાવવામાં આવશે અને કોણ સાચું કોણ ખોટું તે નક્કી કરવામાં આવશે.

સમાચારનો સાર:-

  • વડોદરા પોલીસ સામે ગંભીર આરોપ
  • મદદ માગનાર પર જ ગુજાર્યો અત્યાચાર
  • પીડિતોએ કોર્ટનો ખખડાવ્યો દ્વાર
  • તત્કાલીન PI સામે પ્રોસેસ ઈશ્યુ કરવાનો કોર્ટનો હુકમ

Gujarat News Live: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂક, ખેડૂતોના માથે ફરી સંકટના વાદળો, અમરેલીમાં દીપડાએ બાળકને ફાડી ખાધો

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News
Gujarat News