• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇવ બ્લોગ
  • /ગુજરાત
  • /Gujarat News Live: દિવાળીના તહેવારોને લઈ મહત્વનો નિર્ણય, ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂક, ખેડૂતોના માથે ફરી સંકટના વાદળો
Live Now

Gujarat News Live: દિવાળીના તહેવારોને લઈ મહત્વનો નિર્ણય, ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂક, ખેડૂતોના માથે ફરી સંકટના વાદળો

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં 7 નવેમ્બરના રોજ બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written ByKinjal Patel
Published: Nov 07, 2026, 02:57 PM IST|Updated: Nov 07, 2026, 08:28 PM IST
joinshare
Gujarat News Live: દિવાળીના તહેવારોને લઈ મહત્વનો નિર્ણય, ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂક, ખેડૂતોના માથે ફરી સંકટના વાદળો
07 Nov 2026 20:26 IST (IST)
share

Gujarat News Live: દિવાળીના તહેવારો ને લઈ મહત્વનો નિર્ણય, હંગામી ધોરણે 101 ઈમરજન્સી નંબર ફરી શરૂ કરાયો

દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હંગામી ધોરણે '101' ઇમરજન્સી નંબર ફરીથી શરૂ કરવામાં આવ્યો છે, જેથી દિવાળી દરમિયાન ઇમરજન્સી સેવા 112 ની સાથે 101 નંબર પર પણ ફાયર વિભાગનો સંપર્ક કરી શકાશે. આ સેવા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં કાર્યરત રહેશે. તહેવારો દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે ફાયર વિભાગ 24 કલાક સ્ટેન્ડ બાય રહેશે, જ્યારે એકલા અમદાવાદના જ 18 ફાયર સ્ટેશનોને હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે.

07 Nov 2026 20:25 IST (IST)

Gujarat News Live: વડોદરાની ‘અનંતા સ્ટોલિયન 2’ સ્કીમની વિકાસ પરવાનગી રેરા દ્વારા સ્થગિત

વડોદરા સ્થિત ‘અનંતા સ્ટોલિયન 2’ રહેણાંક પ્રોજેક્ટ સામે રેરા (RERA) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. રેરા દ્વારા આ સ્કીમની વિકાસ પરવાનગી સ્થગિત (રદ્દ) કરી દેવામાં આવી છે. આ નિર્ણયની સાથે જ પ્રોજેક્ટના માર્કેટિંગ, નવા બુકિંગ અને ફ્લેટ્સ કે મિલકતના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
 

07 Nov 2026 20:23 IST (IST)

Gujarat News Live: ભાવિન ગજ્જર હુમલા કેસમાં સહ આરોપી અવન ગજ્જરના આગોતરા જામીન રદ્દ

ભાવિન ગજ્જર દ્વારા યુવક પર કરવામાં આવેલા હુમલાના ચર્ચિત મામલામાં કલોલ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. આ હુમલાના કેસમાં મુખ્ય આરોપી ભાવિન ગજ્જરને મદદગારી કરવાના ગુના હેઠળ આરોપી બનાવાયેલા અવન ગજ્જર દ્વારા કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી. જોકે, મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને કલોલ કોર્ટે સહ આરોપી અવન ગજ્જરની આગોતરા જામીન અરજી ફગાવીને તેને રદ્દ કરી દીધી છે.
 

07 Nov 2026 20:23 IST (IST)

Gujarat News Live: દિવાળી પર્વ પર પ્રસિદ્ધ અક્ષરધામ મંદીર પ્રકાશિત થયું

ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર ખાતે દિવાળી પર્વ નિમિત્તે ૮ નવેમ્બરથી ૧૫ નવેમ્બર દરમિયાન આઠ દિવસીય ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ દરમિયાન સમગ્ર અક્ષરધામ પરિસર ૧૦ હજાર દિવડાઓની ઝગમગતી રોશનીથી પ્રકાશિત થઈ ઉઠશે, જેના દર્શનનો લાભ આઠ દિવસ સુધી તમામ દર્શનાર્થીઓ લઈ શકશે. અક્ષરધામ ખાતે છેલ્લા ૩૪ વર્ષથી આ પ્રકાશ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ગ્લો ગાર્ડન અને નીલકંઠ વર્ણી વાટિકાને આકર્ષક રીતે શણગારવામાં આવશે, જ્યાં ૧૦૮ ગૌમુખમાંથી વહેતી જળધારા વચ્ચે બિરાજમાન ૪૯ ફૂટ ઊંચી નીલકંઠ વર્ણીની ભવ્ય મૂર્તિ પણ વિશેષ રોશનીથી પ્રજ્વલિત થશે.

07 Nov 2026 20:23 IST (IST)

Gujarat News Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષના દિવસે પ્રજાજનોને શુભેચ્છા પાઠવશે

આગામી ૧૦ નવેમ્બરના રોજ વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષનો શુભ પ્રારંભ થઈ રહ્યો છે, જે નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીને પ્રજાજનોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવશે. તેઓ સવારે ૭ વાગ્યે ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન કરીને દિવસની શરૂઆત કરશે અને ત્યારબાદ ૭.૩૦ વાગ્યે અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન-પૂજન કરશે. સવારે ૮ વાગ્યે મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે પ્રજાજનો સાથે નૂતન વર્ષની શુભેચ્છા આપલે કર્યા બાદ, ૮.૫૦ વાગ્યે રાજભવન પહોંચીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને નવા વર્ષના અભિનંદન પાઠવશે. ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે સવારે ૧૦ વાગ્યે પ્રસિદ્ધ ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરશે અને ૧૦.૩૦ વાગ્યે શાહીબાગ એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે નાગરિકો સાથે સ્નેહમિલન યોજશે. દિવસના અંતિમ કાર્યક્રમરૂપે સવારે ૧૧.૪૫ વાગ્યે પોલીસ ઓફિસર્સ મેસ ખાતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તેમજ તેમના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવશે.

07 Nov 2026 15:39 IST (IST)

Gujarat News Live: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂક

ડૉ પ્રથુલ રમેશભાઈ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ બન્યા. સુરતની પી ટી સર્વજનિક કોલેજ ઓફ સાયન્સના આચાર્ય ડૉ પ્રથુલ દેસાઈની નિમણૂક. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે જાહેર કર્યું નોટિફિકેશન. પાંચ વર્ષ માટે કુલપતિ તરીકે નિમણૂક કરાઈ. કાર્યભાર સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષનો કાર્યકાળ રહેશે. 65 વર્ષની વય પૂર્ણ થાય તો તે પહેલાં કાર્યકાળ પૂર્ણ થશે
 

07 Nov 2026 15:16 IST (IST)

Gujarat News Live: સુરતમાં રોગચાળાનો કહેર: દિવાળી મનાવવા આવેલા 18 વર્ષીય યુવકનું તાવમાં મોત

સુરત શહેરમાં રોગચાળો હવે બેકાબૂ બનતો જઈ રહ્યો છે. દિવાળી જેવા ખુશીના પર્વ પર પણ રોગચાળાએ એક પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. સચિન જીઆઈડીસીમાં મામાના ઘરે દિવાળી મનાવવા આવેલા 18 વર્ષીય યુવક અમીષ પટેલનું માત્ર બે દિવસના તાવમાં મોત નીપજ્યું છે. સારવાર મળે તે પહેલા જ યુવકે દમ તોડી દીધો હતો. દિવાળીના એક દિવસ પહેલા જ બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો છે.

07 Nov 2026 15:15 IST (IST)

Gujarat News Live: અમદાવાદમાં ધનતેરસ પર સોના-ચાંદીનું રેકોર્ડ વેચાણ

ધનતેરસના પવિત્ર પર્વે અમદાવાદની જ્વેલરી બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટા પ્રમાણમાં વેચાણ: અમદાવાદમાં એક જ દિવસમાં ૫૦ કિલો સોનું અને ૨૫૦ કિલો ચાંદીનું શાનદાર વેચાણ નોંધાયું છે. ભાવમાં ઘટાડો: સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાથી સામાન્ય પરિવારના લોકોએ પણ ઉત્સાહભેર ખરીદી કરી હતી. પરંપરાગત ચોપડા પૂજન: ડિજિટલ યુગમાં પણ વેપારીઓએ પરંપરાગત મુહૂર્તમાં લાલ ચોપડા (હિસાબના પુસ્તકો) ખરીદીને પૂજન કર્યું હતું.   ઓટો સેક્ટરના આંકડા: ગુજરાતમાં ઓટો સેક્ટરમાં ટુ-વ્હીલરમાં ૧૩% ઘટાડો થયો છે જ્યારે કારના વેચાણમાં ૧૨.૬% નો સારો વધારો થયો છે.

07 Nov 2026 15:15 IST (IST)

Gujarat News Live: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો નિર્ણય: AMC પોતાનું ડિઝાઇન યુનિટ બનાવશે

AMC રોડ અને બિલ્ડિંગ કમિટીની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં એએમસી હવે પોતાનું આગવું ડિઝાઇન યુનિટ બનાવશે જે ઇજનેર વિભાગ દ્વારા થતા રોડ, બ્રિજ અને બિલ્ડિંગના કામોનું સુપરવિઝન કરશે. અત્યાર સુધી એએમસી દ્વારા ડિઝાઇન કન્સલ્ટન્ટ, થર્ડ પાર્ટી એજન્સી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ રોકવામાં આવતા હતા, પરંતુ હવે ઇજનેર વિભાગ માટે કોઈપણ કામમાં કન્સલ્ટન્ટ રાખવા 'એમ પેનલ' ફરજિયાત કરાઈ છે અને એમ પેનલ સિવાયના કન્સલ્ટન્ટ માટે સ્ટેન્ડિંગ મંજૂરી અનિવાર્ય કરાઈ છે, જેનાથી એએમસી પરનો આર્થિક બોજો ઘટશે. આ ઉપરાંત, બેઠકમાં નવનિર્મિત એલ.જી. હોસ્પિટલના બાંધકામની ચર્ચા કરવામાં આવી હતી; નિર્ધારિત સમયમર્યાદા વીતી જવા છતાં કામ પૂર્ણ ન થતાં અને એજન્સી દ્વારા વધુ સમય માંગવાની દરખાસ્ત કરાતા, રોડ કમિટી ચેરમેન દ્વારા સંબંધિત એજન્સીઓ અને અધિકારીઓ પાસે કડક ખુલાશો માંગવામાં આવ્યો છે.

07 Nov 2026 15:14 IST (IST)

Gujarat News Live: OBC ક્રિમી લેયર માટે માત્ર માતા-પિતાનો પગાર માપદંડ નહીં

સુપ્રીમ કોર્ટનો ચૂકાદો: ઓબીસી (OBC) ક્રીમી લેયર માટે માતા-પિતાનો પગાર એકમાત્ર માપદંડ હોઈ શકે નહીં તેમ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે. કેન્દ્રની માંગ ફગાવી: ૧૧ માર્ચના ચૂકાદાને માત્ર ભવિષ્યમાં લાગુ કરવાની કેન્દ્ર સરકારની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.   PSU અને ખાનગી ક્ષેત્ર: જાહેર સાહસો કે ખાનગી ક્ષેત્રની નોકરી કરતા માતા-પિતાના પગારના આધારે સંતાનોને નોન-ક્રીમી લેયરથી વંચિત ન રાખી શકાય. બે મહિનાની મુદત: કોર્ટે આ ચૂકાદાના અમલ માટે સરકારને બે મહિનાનો વધારાનો સમય આપ્યો છે. સિન્યોરિટી પર અસર નહીં: અગાઉની નિમણૂકો અને સિન્યોરિટી પર તેની કોઈ વિપરીત અસર નહીં પડે તેવી સ્પષ્ટતા કરાઈ છે.   
 

07 Nov 2026 15:14 IST (IST)

Gujarat News Live: દિવાળી વેકેશનમાં રાજસ્થાનની હોટેલ્સના ભાડામાં મોટો વધારો

હોટેલ ભાડામાં ઉછાળો: ઉદયપુર, દીવ, માઉન્ટ આબુ અને જેસલમેર જેવા શોર્ટ ડેસ્ટિનેશનમાં હોટેલના ભાડા બે થી ત્રણ ગણા વધી ગયા છે. ઉઘાડી લૂંટની સ્થિતિ: ભારે ડિમાન્ડના કારણે પ્રવાસીઓને હોટેલ રૂમ મેળવવા માટે ભારે મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓફલાઇન બુકિંગ ફાયદાકારક: એજન્ટોના મતે ઓનલાઇન બુકિંગ કરતા ઓફલાઇન અથવા ડાયરેક્ટ સંપર્ક કરવાથી સસ્તા ભાવે રૂમ મળી શકે છે.   લક્ઝુરિયસ પ્રોપર્ટીઝ: ફેમસ રિસોર્ટ્સ અને હાઈ-એન્ડ પ્રોપર્ટીઝના ભાડાં ૧૫ થી ૨૦ હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે. સોની બજારમાં ધનવર્ષા: આ સાથે અમદાવાદના સોની બજારમાં ધનતેરસ પર ૨૩૮ કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક સોના-ચાંદીનું વેચાણ થયું છે.   

07 Nov 2026 15:14 IST (IST)

Gujarat News Live: 6 રાજ્યો અને દિલ્હીના SIRમાં બાકાત મતદારો ફરી અરજી કરી શકશે

ચૂંટણી પંચનો મોટો નિર્ણય: મતદાર યાદીના વિશેષ સુધારા (SIR) દરમિયાન ડ્રાફ્ટમાંથી બાકાત રહેલા મતદારોને ફરી એક તક મળશે. છ રાજ્યોનો સમાવેશ: મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ, ઝારખંડ, તેલંગાણા, નાગાલેન્ડ અને દિલ્હીના CEO ને આ અંગે સૂચના અપાઈ છે. ફોર્મ ભરવાની તક: જેમના નામ ડ્રાફ્ટ યાદીમાંથી કપાઈ ગયા છે તેઓ ફરીથી ફોર્મ ભરીને અંતિમ યાદીમાં નામ ઉમેરાવી શકશે. બેઘર મતદારો માટે વ્યવસ્થા: સરનામાના પુરાવા ન ધરાવતા બેઘર મતદારો માટે BLO ના વેરિફિકેશન દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. જાહેર પ્રદર્શન: સુધારેલી યાદી સંબંધિત મતદાન મથકો અને સત્તાવાર વેબસાઇટ પર PDF ફોર્મેટમાં પ્રદર્શિત કરવામાં આવશે.

07 Nov 2026 15:13 IST (IST)

Gujarat News Live: રાજકોટ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીના પડધમ: ડિસેમ્બરમાં બેલેટ પેપરથી યોજાશે મતદાન, કલેક્ટરે જાહેર કર્યું રોટેશન લિસ્ટ

રાજકોટ જિલ્લામાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગ્રામ્ય વિસ્તારનું રાજકારણ ગરમાયું છે, જ્યાં ડિસેમ્બર મહિનામાં યોજાનારી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા 595 ગ્રામ પંચાયતોનું રોટેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 11 તાલુકાઓમાં SC-64, ST-2, OBC-161 અને જનરલ કેટેગરીની 368 બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. 50 ટકા મહિલા અનામતની જોગવાઈ મુજબ 298 બેઠકો પર મહિલા ઉમેદવારો ચૂંટણી લડશે, જ્યારે જિલ્લાની 58 બેઠકો પર અવધિ બાકી હોવાથી ત્યાં બેલેટ પેપર દ્વારા મતદાન યોજી પેટા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

07 Nov 2026 15:13 IST (IST)

Gujarat News Live: કચ્છના માંડવીમાં સરાજાહેર પ્રેમિકાની હત્યા: પ્રેમસંબંધના મનદુઃખમાં આરોપીએ છરીના ઘા ઝીંકી લીધો જીવ

કચ્છના માંડવીમાં ધનતેરસના પાવન અવસરે ખરીદી કરવા ગયેલી 43 વર્ષીય પાર્વતીબેન પાંજરીવાલાની સરાજાહેર ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મેરાઉ ગામના જયંતિલાલ રાજગોરે પ્રેમસંબંધ ધરાવતા અને સાથે ન રહેવાના મનદુઃખને કારણે પાર્વતીબેન પર છરીથી અચાનક હુમલો કરી અનેક ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ જઘન્ય અપરાધ આચર્યા બાદ આરોપી પોતે જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો, જ્યારે માંડવી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

07 Nov 2026 15:13 IST (IST)

Gujarat News Live: સુરતના સાંસદ મુકેશ દલાલે હરિદ્વારના સાંસદને લખ્યો પત્ર: અકસ્માતમાં ઘાયલ વેદાંતની સારવાર માટે મદદની અપીલ

ઉત્તરાખંડના ગંગોત્રી ખાતે સુરતના એક પરિવારને નડેલા અકસ્માતમાં ઘાયલ યુવકની મદદ માટે સુરતના સાંસદ મુકેશ દલાલ આગળ આવ્યા છે. આ દુર્ઘટનામાં ઘાયલ વેદાંત નામના યુવકની હાલ ઋષિકેશ AIIMS ખાતે સારવાર ચાલી રહી છે, જેને યોગ્ય અને પ્રાથમિકતાના ધોરણે સારવાર મળે તે માટે મુકેશ દલાલે હરિદ્વારના સાંસદ ત્રિવેન્દ્રસિંહ રાવતને પત્ર લખીને તાત્કાલિક સહાય પૂરી પાડવા રજૂઆત કરી છે.

07 Nov 2026 15:12 IST (IST)

Gujarat News Live: ભારતનો મોસ્ટ વોન્ટેડ હૈરી બોક્સર આવ્યો સકંજામાં: અમેરિકાથી બોક્સરની કરાઈ ધરપકડ

ભારતની સુરક્ષા એજન્સીઓ માટે મોટી સફળતા સામે આવી છે, જેમાં કુખ્યાત લોરેન્સ ગેંગ સાથે જોડાયેલા અને દેશના મોસ્ટ વોન્ટેડ એવા હૈરી બોક્સરની અમેરિકાથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ બોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કરાવવાની ગંભીર ઘટનાને અંજામ આપ્યો હતો અને આ ઉપરાંત અનેક ફિલ્મ કલાકારોને જાનથી મારી નાખવાની ધમકી આપવાના હાઈ-પ્રોફાઇલ કેસોમાં લાંબા સમયથી વોન્ટેડ હતો, જે હવે કાયદાના સકંજામાં આવી ગયો છે.
 

07 Nov 2026 15:12 IST (IST)

Gujarat News Live: દિવાળીના આગલા દિવસે બજારમાં ધૂમ ખરીદી: રાજ્યભરના બજારોમાં અંતિમ સમયે ખરીદીનો માહોલ

દિવાળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે રાજ્યભરના બજારોમાં અંતિમ સમયે ખરીદીનો ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના તમામ મુખ્ય મહાનગરોમાં લોકોએ તહેવારના અગાઉના દિવસે ઉત્સાહપૂર્વક ખરીદી કરી હતી, જેમાં ખાસ કરીને દીપોત્સવીના આ આનંદોત્સવને રોશની અને ધડાકાભેર વધાવવા માટે ફટાકડાની ભરપૂર ખરીદી કરવા લોકો બજારોમાં ઉમટી પડ્યા હતા.

07 Nov 2026 15:12 IST (IST)

Gujarat News Live: ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: અંબાલાલ પટેલે ખોલ્યું નવેમ્બરનું હવામાન કેલેન્ડર

ગાંધીનગર: ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે નવેમ્બર મહિનાનું હવામાન કેલેન્ડર ખોલતા રાજ્યમાં ઠંડીની સાથે કમોસમી વરસાદ (માવઠા)ની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં તોફાની હલચલ અને અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે તેમજ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી રાજ્યમાં ઠંડા પવનો સાથે માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે. ખાસ કરીને આગામી 12થી 14 નવેમ્બર દરમિયાન અને 30 નવેમ્બર સુધી બંગાળની ખાડીમાં થનારી હલચલના પ્રભાવ હેઠળ ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું ત્રાટકી શકે છે, જેનાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

07 Nov 2026 15:11 IST (IST)

Gujarat News Live: અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક: ખેતરમાં કામ કરતા 7 વર્ષના બાળકને ઉઠાવી જઈ ફાડી ખાધો

અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક દિવસ-દિવસે વધી રહ્યો છે, જેમાં સણોસરા નજીક આવેલા એક કપાસના ખેતરમાં પરિવાર સાથે કામ કરી રહેલા સાત વર્ષના માસૂમ બાળક સાહિલ પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. દીપડો બાળકને ઊંચકીને ખેતરમાં લઈ ગયો હતો, જ્યાં આ ખૂંખાર હુમલામાં માસૂમ સાહિલનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ડરનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તરત જ સક્રિય થઈને દીપડાને પકડવા માટે ચારથી વધુ પાંજરાં ગોઠવવામાં આવ્યા છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News
Gujarati News

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

બાબરી મસ્જિદ તોડી ત્યારે રડ્યા હતા સોનિયા ગાંધી, ભાજપે કહ્યું: આતંકવાદીઓ માટે પણ વહાવ્યા હતા આંસુ

2

શું તમે શેરબજારમાં રોકાણ કરો છો? તો જાણો, આજથી સેબીના નવા નિયમો થયા લાગુ

3

E20 બન્યું 420! પેટ્રોલના નામે ટેન્કમાં શું ભરી રહી છે કંપનીઓ? રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માગ્યો જવાબ

4

મુંબઈ અને પંજાબ વચ્ચે મોટી ટ્રેડ ડીલ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની અદલા બદલીની તૈયારી, જાણો

5

બોલી સૌથી ઉંચી, તો ફ્લેટ કેમ ન મળ્યા? NBCCના 15 કરોડના લગ્જરી ફ્લેટની હરાજી પર સવાલ, હવે કોર્ટે માગ્યો જવાબ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં સરકારના નિર્ણયો, રાજકીય પાર્ટીઓના નિવેદનો, દેશના લોકોને અસર કરતા મુદ્દાઓ, અકસ્માતો, હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..