SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાહુલ ગાંધીની રેલીથી દિલ્હીના વેપારીઓમાં ફફડાટ! સોનિયા ગાંધીને લખી ચિઠ્ઠી! 12 હજાર કરોડના વેપાર પર સંકટ

CTI Letter To Sonia Gandhi: ચૂંટણી પંચ અને જ્ઞાનેશકુમાર સામે SIRને લઈને મોરચો કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ મોરચો માંડેલો છે. જેને પગલે કોંગ્રેસે 1 નવેમ્બરના રોજ રામલીલા મેદાનમાં મહારેલીનું પણ આયોજન કર્યું છે. જો કે દિલ્હીના વેપારીઓએ આ રેલીથી ભારે નુકસાન થવાનો ભય વ્યક્ત કરીને રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો જેનું કોઈ નિરાકરણ ન આવતા હવે તેમણે સોનિયા ગાંધીને પણ પત્ર લખ્યો અને શું વિનંતી કરી તે ખાસ જાણો.

Written By Viral Raval
Published: Oct 30, 2026, 11:36 AM IST | Updated: Oct 30, 2026, 11:49 AM IST
Image Credit: AI Generated Image with sonia gandhi file photo
Join

ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)એ શુક્રવારે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને પત્ર લખીને 1 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત વિશાળ રેલીને હાલ સ્થગિત કરવાની વિનંતી કરી છે. વેપારી સંગઠને એવી પણ ચેતવણી આપી કે આ રેલીના કારણે રાજધાનીના મહત્વના 20 બજારોમાં 10 હજાર કરોડથી 12 હજાર કરોડનો વેપાર પ્રભાવિત થઈ શકે છે. તેમણે કહ્યું કે આ રેલીને દિવાળી બાદ 10 કે 11 નવેમ્બર પછી યોજવામાં આવે તો સારું રહેશે. તેમના કહેવા મુજબ અગાઉ રાહુલ ગાંધીને 3 પત્ર લખીને અપીલ કરવામાં આવી હતી પરંતુ વાત સાંભળી નહીં. હવે સોનિયા ગાંધી પાસેથી અપેક્ષા છે.

રેલીનો વિરોધ નથી, 10થી 12 હજારનો વેપાર ઠપ્પ થશે- CTI

CTI ના ચેરમેન બ્રિજેશ ગોયલે કહ્યું કે, અમે રેલીનો વિરોધ નથી કરતા, અમે દિવાળીની પીક સીઝનમાં પોતાની રોજી રોટી બચાવવા માટે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છીએ. 6 નવેમ્બરે ધનતેરસ છે અને 8 નવેમ્બરે દિવાળી છે. 1 નવેમ્બર તેની તૈયારીનો સૌથી પીક દિવસ છે. જો 1 નવેમ્બરના રોજ 10 લાખ લોકો અને 15થી 20 હજાર ગાડીઓ સેન્ટ્રલ દિલ્હીમાં આવશે તો 20 ઐતિહાસિક બજારોમાં રોજ થનારો 10થી 12 હજાર કરોડનો વેપાર ઠપ્પ થશે.

Explainer: MLC ચૂંટણીમાં કોણ કરે છે મતદાન, સ્નાતક, શિક્ષક...આ કેટેગરી શું છે? ચૂંટાયેલા સભ્યોને કેટલો મળે પગાર, શું હોય પાવર

4 મોટા સંકટ, અફરાતફરી જેવો માહોલ

વેપારીઓએ વધુમાં કહ્યું કે 31 ઓક્ટોબર બપોરથી જ બસો અને ગાડીઓ સિંધુ, ટિકરી, ગાઝીપુર, બદરપુર જેવી દિલ્હી બોર્ડર પર આવવાની શરૂ થઈ શકે છે અને સાંજથી જ બહાદુરશાહ ઝફર માર્ગ અને જેએલએન માર્ગ પર  બેરિકેડ લાગી શકે છે. અમારા માલ લાવનારા ટ્રાન્સપોર્ટર 31 ઓક્ટોબરથી જ ગાડીઓ મોકલવાની ના પાડે છે. આથી અમારા પર ખરાબ અસર 1 નવેમ્બરથી નહીં 31 ઓક્ટોબરથી પડવાની શરૂ થઈ જશે.

વેપારીઓમાં ડરનો માહોલ!

બેલેટ પેપરવાળી ચૂંટણીમાં આખરે કોંગ્રેસને મળી 1 સીટ, ભાજપને તેના જ ગઢમાં આપી માત

કરી બે મુખ્ય માંગણીઓ

વેપારીઓની પહેલી માંગણી એ છે કે 1 નવેમ્બરની રેલીને દિવાળી બાદ 10 કે 11 નવેમ્બરના રોજ આયોજિત કરવામાં આવે. જેથી કરીને ધનતેરસ અને દિવાળીના વેપારમાં બાધા ન પડે. 
બીજી માંગણી એ છે કે રેલી રામલીલા મેદાનની જગ્યાએ બુરાડી મેદાનમાં કરવામાં  આવે. જ્યાં 15000 ગાડીઓ માટે પૂરતી પાર્કિંગ જગ્યા છે.

અખિલેશ યાદવ અને મમતા બેનર્જીને પણ પત્ર

બીજી બાજુ ફેડરેશન ઓફ સદર બજાર ટ્રેડર્સ એસોસિએશન ખારી બાવલીની કિરાણા કમિટી દિલ્હીએ આઈએનડીઆઈએ ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ અખિલેશ યાદવ અને મમતા બેનર્જીને પણ પત્ર લખીને રામલીલા મેદાનની રેલીને દિવાળી સુધી  ટાળવાની માંગણી કરી છે.

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES