SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CJPના સૌરભ દાસ અને આશુતોષ રાંકાને ક્રાઇમ બ્રાંચનું સમન્સ: 22 ઓક્ટોબરે પૂછપરછ માટે હાજર રહેવા આદેશ

સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછમાં સામેલ થવા માટે નોટિસ મોકલી છે. બંનેએ આજે બપોરે 12 કલાકે ક્રાઇમ બ્રાન્ચના કાર્યાલયમાં હાજર થવું પડશે.

Written By Gokani Dhaval
Published: Oct 22, 2026, 09:30 AM IST | Updated: Oct 22, 2026, 09:31 AM IST
Join

CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. દિલ્હી પોલીસના ક્રાઇમ બ્રાન્ચે બંનેને સમન્સ પાઠવ્યું છે. પોલીસે બંનેને નિવેદન નોંધાવવા માટે આજે ક્રાઇમ બ્રાન્ચની સામે રજૂ થવાનો નિર્દેશ આપ્યો છે.

બંનેએ આજે રાજૌરી ગાર્ડન સ્થિત ક્રાઇમ બ્રાન્ચ કાર્યાલયમાં બપોરે 12 કલાકે હાજર થવું પડશે, જ્યાં તેને મામલા સાથે જોડાયેલા સવાલો કરવામાં આવશે અને નિવેદન નોંધવામાં આવશે. આ કાયદાકીય કાર્યવાહી બાદ બંનેની મુશ્કેલી વધી શકે છે.

આ પહેલા બુધવારે વિશેષ કાર્યપાલક મેજિસ્ટ્રેટની અદાલતમાં બંને નેતાઓને 50-50 હજારના વ્યક્તિગત બોન્ડ અને જામીન બોન્ડ પર તિહાડ જેલમાંથી છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટમાં બંને નેતાઓએ લેખિતમાં એફિડેવિટ આપ્યું કે જ્યાં સુધી જંતર-મંતરનું ક્ષેત્ર ડી-નોટિફાઈ રહેશે, તે ત્યાં શાંતિ ભંગ નહીં કરે અને ન કોઈ પ્રદર્શનનું આહ્વાન કરશે.

આ પણ વાંચોઃ અમારા હાથમાં હાથકડી લાગેલી નથી! ચૂંટણીમાં ખેલ થયો તો ચૂપ નહીં રહીએ, SIR વિવાદ વચ્ચે ગુસ્સે

બુધવારે જેલમાંથી આવ્યા બહાર

દિલ્હી પોલીસે બંનેની ન્યાયિક કસ્ટડી 3 દિવસ વધારવાની માગ કરી હતી. પોલીસનો તર્ક હતો કે તેના નિવેદનોમાં વિરોધાભાસ છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. પરંતુ તેમના વકીલ દ્વારા શરત વગર માફી માગવા અને આપવામાં આવેલા આશ્વાસનોને જોતા મેજિસ્ટ્રેટે આગળ કસ્ટડીની જરૂરિયાત નકારી દીધી. મામલાની આગામી સુનાવણી 23 ઓક્ટોબરે બપોરે 3 વાગે નક્કી કરવામાં આવી છે.

બંને જેલમાંથી બહાર આવ્યા બાદ સીજેપી સંસ્થાપક અભિજીત દિપકે અને લીગલ હેડ રત્ના સિંહે સ્વાગત કર્યું. તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે દેશ તેની સાથે ઉભો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ સ્પષ્ટ કર્યું કે બંને નેતાઓની અટકાયત તિરંગો ફરકાવવાને કારણે નહીં, પરંતુ પીસ બોન્ડના ઉલ્લંઘનને કારણે કરવામાં આવી હતી.

14 ઓક્ટોબરે થઈ હતી અટકાયત

સૌરવ દાસ અને આશુતોષ રાંકાની 14 ઓક્ટોબરે પાર્લિયામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને ભારતીય નાગરિક સુરક્ષા સંગિતાની કલમ 126 અને 170 હેઠળ બંનેની અટકાયત કરી હતી. તેના પર આરોપ હતો કે તેમણે પ્રતિબંધિત અને ડી-નોટિફાઇડ જાહેર થઈ ચુકેલા જંતર-મંતર પ્રદર્શન સ્થળ પર મંજૂરી વગર પ્રવેશ કર્યો અને પૂર્વમાં ભરવામાં આવેલા શાંતિ બોન્ડનું ઉલ્લંઘન કર્યું. 19 ઓક્ટોબરે બંનેની કસ્ટડી બે દિવસ માટે વધારવામાં આવી હતી. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES