SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પ્રદર્શન કરવાનો હક 'વેપાર કરવાના-આજીવિકા રળવાના હક' કરતા મહત્વનો? વેપારીઓનો રાહુલ ગાંધીને વેધક સવાલ

દિલ્હીમાં સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શનોના કારણે વેપારીઓમાં તણાવમાં છે અને ભારે નારાજગીનો માહોલ જોવા મળી રહ્ય છે. વેપારીઓના સંગઠન CAITએ આ મુદ્દે કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બરાબર આડેહાથ લીધા છે. તેમણે પત્ર લખીને સવાલ કર્યો છે કે શું વિરોધ પ્રદર્શનનો અધિકાર વેપાર કરવા અને આજીવિકા કમાવવાના હક કરતા પણ મોટો છે? CAITએ આ મુદ્દે દેશવ્યાપી ધિક્કાર દિવસ ઉજવવાની પણ જાહેરાત કરી છે.

Written By Viral Raval
Published: Nov 05, 2026, 12:07 PM IST | Updated: Nov 05, 2026, 12:16 PM IST
Image Credit: AI Generated Image
Join

દિવાળી ટાણે જ્યારે કમાણીના ડંકા વગાડવાના હોય ત્યારે જ વિરોધ પ્રદર્શનો થાય તો શું થાય? કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા સંગઠને નવી દિલ્હીમાં વિપક્ષ દ્વારા વારંવાર આયોજિત થતી રેલીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી. નવી દિલ્હીમાં છેલ્લા એક મહિનામાં અનેક મોટી રેલીઓનું આયોજન થયું હતું જેના કારણે થોડા સમય માટે દિલ્હીના અલગ અલગ બજારો બંધ રાખવા પડ્યા. આવામાં CAITનો દાવો છે કે આ રેલીઓના કારણે દિલ્હીમાં વેપારને ઘણી અસર થઈ છે.

રાજકીય રેલીઓ પર સવાલ

Rahul Gandhi: પંજાબના સીએમ દિવસે પણ દારુ પીને લોકસભામાં આવતા, રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ

પ્રદર્શનોથી સમસ્યા નથી પરંતુ...

વેપારીઓને ભારે નુકસાનનો દાવો

રાહુલ ગાંધીને પૂછ્યા વેધક સવાલો

અયોધ્યા, કાશી, મથુરાના મંદિરોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની મળી ધમકી, સુરક્ષા એજન્સી હાઈ એલર્ટ પર

ધિકકાર દિવસ તરીકે ઉજવશે

હજારો કરોડના નુકસાનનો દાવો

1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં ઈન્ડિયા બ્લોકની જે રેલી થઈ તેના વિશે દાવો છે કે આ રેલીના કારણે રામલીલા મેદાન આસપાસના બજારો બંધ રખાયા હતા. જેનાથી વેપારીઓને 10,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું. હાલમાં જ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)એ કહ્યું કે રેલીના કરાણે રામલીલા મેદાનની આસપાસ 20-25 મોટા બજારોની લગભગ અઢી લાખ જેટલી દુકાનો બંધ રહી. ભીડ અને ગાડીઓના ડરથી વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES