• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /અયોધ્યા, કાશી, મથુરાના મંદિરોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની મળી ધમકી, સુરક્ષા એજન્સી હાઈ એલર્ટ પર

અયોધ્યા, કાશી, મથુરાના મંદિરોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની મળી ધમકી, સુરક્ષા એજન્સી હાઈ એલર્ટ પર

Bomb Blast Threat: અયોધ્યાના રામ મંદિર સહિતના ઉત્તર પ્રદેશના લોકપ્રિય મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઈને મંદિરોની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. લોકપ્રિય મંદિરો ઉપરાંત સ્કુલ અને દિલજીત દોસાંજના કોન્સર્ટ માટે પણ ધમકી મળી હોવાનું સામે આવ્યું છે.

Written ByKrupa Shah
Published: Nov 05, 2026, 08:43 AM IST|Updated: Nov 05, 2026, 08:45 AM IST
joinshare
અયોધ્યા, કાશી, મથુરાના મંદિરોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની મળી ધમકી, સુરક્ષા એજન્સી હાઈ એલર્ટ પર

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની સજ્જડ હારથી ક્રૂડ ઓઈલ ધડામ થયું, એક જ દિવસમાં ભાવમાં મોટો કડકો, સસ્તું થશે પેટ્રોલ?

અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પની સજ્જડ હારથી ક્રૂડ ઓઈલ ધડામ થયું, એક જ દિવસમાં ભાવમાં મોટો કડકો, સસ્તું થશે પેટ્રોલ?

2

Vikram Samvat 2083 રાશિફળઃ વૃષભ રાશિવાળા માટે ધનવર્ષાનું વર્ષ: જાણો કયા મહિનામાં થશે બમ્પર કમાણી અને ક્યાં રાખવી સાવચેતી!

3

અયોધ્યા, કાશી, મથુરાના મંદિરોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની મળી ધમકી, સુરક્ષા એજન્સી હાઈ એલર્ટ પર

4

દિવાળી પહેલાં મોંઘવારીનો જબરદસ્ત મોટો ઝટકો: ફરી અદાણી CNG ગેસમાં ભાવ વધારો, જાણો પ્રતિ કિલોએ કેટલો વધ્યો?

5

Bollywood Actors Threat Case: આયુષ્માન, તુષાર કપૂરને લોરેન્સ ગેંગના નામે ધમકી આપનાર 30 વર્ષના આઈટી એન્જિનિયરની ધરપકડ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bomb Blast Threat: દિવાળી સમયે ઉત્તર પ્રદેશના જે મુખ્ય મંદિરોમાં લોકોની ભીડ સૌથી વધુ જોવા મળે છે તેવા મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. દિવાળીના દિવસે એટલે કે 8 નવેમ્બરે મથુરા, અયોધ્યા, કાશીના પ્રમુખ મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકી પછી સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને મંદિરોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

 8 નવેમ્બર થી 27 નવેમ્બર વચ્ચે બ્લાસ્ટ 

જાણવા મળતી માહિતી અનુસાર અયોધ્યા, મથુરા, કાશી સહિતના ઉત્તર પ્રદેશના મુખ્ય ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી એક ઈમેલ દ્વારા આપવામાં આવી છે. આ ઈમેલમાં લખવામાં આવ્યું છે કે 8 નવેમ્બર થી 27 નવેમ્બર વચ્ચે બ્લાસ્ટ કરવામાં આવશે. સાથે જ ઈમેલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દિવાળીના દિવસે એટલે કે 8 નવેમ્બરે સવારે 9 થી 11 વચ્ચે મંદિરમાં બ્લાસ્ટ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના પ્રમુખ મંદિરો સાથે સ્કૂલને પણ ધમકી ભર્યા ઈ-મેલ મોકલવામાં આવ્યા છે. આ સાથે જ ફરી એક વખત પંજાબી ગાયક દિલજીત દોસાંજના કાર્યક્રમોમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના મંદિરો, સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી

ઉત્તર પ્રદેશના મંદિરો, સ્કૂલો અને દિલજીતના કાર્યક્રમમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ઈમેલ કથિત રીતે ખાલીસ્તાન નેશનલ આર્મી આતંકી સંગઠન તરફથી મોકલવામાં આવ્યો હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ વાતની હજુ સુધી પુષ્ટિ થઈ નથી સુરક્ષા એજન્સીઓ ઈમેલની ચકાસણી કરવાની સાથે જ ઇમેલમાં કરવામાં આવેલા દાવા મામલે પણ તપાસ શરૂ કરી ચૂકી છે. ધમકી ભર્યો ઈમેલ કોણે મોકલ્યો અને ક્યાંથી મોકલ્યો તે અંગેની તપાસ સાયબર સેલ અને યુપી એટીએસએ શરૂ કરી દીધી છે.

એક તરફ સાયબર સેલ દ્વારા ધમકી ભર્યા ઈમેલ ની તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ જે જગ્યાનો ઉલ્લેખ ઈમેલમાં કરવામાં આવ્યો છે તેની સુરક્ષા અને સતર્કતા વધારી દેવામાં આવી છે. અલગ અલગ સ્થળોએ પોલીસ તપાસ પણ તેજ કરી દેવામાં આવી છે. હાલ તો સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે કે ધમકી પાછળ ખરેખર કોઈ આતંકી નેટવર્કનો હાથ છે કે પછી દિવાળીના સમયે લોકોમાં ભય ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ધમકી ભર્યો ઈમેલ મળ્યા પછી મથુરામાં રેલવે સ્ટેશનથી લઈને મુખ્ય મંદિર, વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં, અયોધ્યામાં અને કાશીના મંદિરોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ તમામ જગ્યાએ પોલીસે ચેકિંગ અભિયાન પણ શરૂ કર્યું છે. આ ઘટના પછી સાઇબર સેલ પણ એક્ટિવ થઈ ગયું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News