• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /એક કલાકમાં 300થી વધુ કૉલ...CJPના સૌરવ દાસે ફોન નંબર લીક કર્યાનો આરોપ; દિલ્હી પોલીસ પર ઉઠાવ્યા સવાલો

એક કલાકમાં 300થી વધુ કૉલ...CJPના સૌરવ દાસે ફોન નંબર લીક કર્યાનો આરોપ; દિલ્હી પોલીસ પર ઉઠાવ્યા સવાલો

CJP Protest Delhi: દિલ્હીમાં CJP પ્રોટેસ્ટપહેલા સહ-સંયોજક સૌરવ દાસનો ફોન નંબર લીક થઈ ગયો છે. નંબર લીક થવાના કારણે તેમની પાસે એક કલાકમાં 300થી વધુ કૉલ અને મેસેજ આવી ચૂક્યા છે.

Written ByKinjal Patel
Published: Oct 10, 2026, 10:36 AM IST|Updated: Oct 10, 2026, 10:44 AM IST
joinshare
એક કલાકમાં 300થી વધુ કૉલ...CJPના સૌરવ દાસે ફોન નંબર લીક કર્યાનો આરોપ; દિલ્હી પોલીસ પર ઉઠાવ્યા સવાલો

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

AI પર વિદેશી અબજોપતિની ડરાવણી વોર્નિંગ, ફૂટી શકે છે ફુગ્ગો, જાણો કારણો

2

બીજી T20માં હાર બાદ આ 2 ખેલાડીઓ થશે બહાર! શ્રેયસ અને ગંભીર લેશે આ મોટો નિર્ણય?

3

Mr Faisu Wedding: ફૈઝલ શૈખના નિકાહના ફોટો વાયરલ, પહેલીવાર દેખાડ્યો પત્નીનો ચહેરો

4

ઝેલેન્સ્કીની પીઠમાં ખંજર!: કાલ સુધી રશિયાને વિલન ગણાવતું અમેરિકા આજે બન્યું પુતિનનું ‘ડીઝલ પાર્ટનર’, મહાસત્તાનો અસલી ચહેરો

5

ફોન ચાર્જ કરતો વાયર બે જિંદગીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો!, ભર ઊંઘમાં મા-દીકરીની હત્યા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

CJP Protest Delhi: દિલ્હીમાં કૉકરોચ જનતા પાર્ટીના પ્રોટેસ્ટ પહેલા પાર્ટીના સહ-સંયોજક સૌરવ દાસે પોતાનો ફોન નંબર લીક થવાનો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો કર્યો છે કે ફોન નંબર પબ્લિક થયા પછી તેમને એક કલાકમાં 300થી વધુ ફોન કૉલ અને અનેક મેસેજ આવી ચૂક્યા છે. સૌરવ દાસે આ મામલાને લઈને દિલ્હી પોલીસ પર અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા છે. તેમનો ફોન નંબર ત્યારે લીક થયો જ્યારે CJPએ દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનની જાહેરાત કરી. તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં 10 ઓક્ટોબર એટલે કે આજે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું હતું અને પ્રોટેસ્ટ શરૂ થઈ ચૂક્યો છે. લોકો જંતર-મંતર પર એકઠા થવાનું શરૂ થઈ ચૂક્યા છે અને પોલીસની તૈનાતી પણ ખૂબ કડક છે.

એક કલાકમાં 300થી વધુ કૉલ આવ્યા
એક રિપોર્ટ મુજબ, સૌરવ દાસે શુક્રવાર મોડી રાત્રે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફોન કૉલ અને વોટ્સએપ મેસેજનું ઘોડાપૂર આવવાની વાત કરી છે. તેમણે દાવો કર્યો છે કે માત્ર એક કલાકની અંદર તેમને 300થી વધુ ફોન કૉલ આવી ચૂક્યા હતા અને કૉલ આવવાનો સિલસિલો ચાલુ જ છે. દાસે એવો પણ આરોપ લગાવ્યો કે તેમનો ફોન નંબર દિલ્હી પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલા કેટલાક દસ્તાવેજોમાં સામે આવ્યો છે.

પોલીસના ડૉક્યુમેન્ટ્સને લઈને ઉઠાવ્યા સવાલ
સૌરવ દાસે જે ડૉક્યુમેન્ટ્સનો ઉલ્લેખ કર્યો, તેઓ પાછલા પ્રદર્શન સાથે જોડાયેલા અંડરટેકિંગ ફોર્મ અને પરમિશનને રદ કરવા વાળા પત્ર સાથે સંબંધિત હતા. દાસે તે મીડિયા સંસ્થાનો પર પણ સવાલ ઉઠાવ્યા, જેમણે કથિત રીતે ડૉક્યુમેન્ટ્સને તેમનો ફોન નંબર હટાવ્યા વિના શેર કર્યા. તેમનું કહેવું હતું કે આ પ્રકારે પર્સનલ ઇન્ફોર્મેશન લીક થવાથી તેમને સતત કૉલ આવવાનો સામનો કરવો પડી રહ્યો છે.

 

જંતર-મંતર પર પ્રદર્શનની તૈયારી
આ મામલો CJPના 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર પર પ્રોટેસ્ટ શરૂ થવા પહેલા સામે આવ્યો છે. સંગઠને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. પાર્ટી મતદાર યાદીઓને લઈને પણ સવાલ ઉઠાવી રહી છે. દિલ્હી પોલીસે પ્રદર્શનની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.

શું સામાન્ય લોકોના કામકાજ પર પડશે અસર?
દિલ્હીના સામાન્ય લોકોને ઘરની અંદર રહેવા માટે કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી નથી. જોકે, જંતર-મંતર, પાર્લામેન્ટ સ્ટ્રીટ, રાજઘાટ અને આસપાસના વિસ્તારોમાંથી પસાર થનારા લોકોને પ્રતિબંધો અને વિલંબનો સામનો કરવો પડી શકે છે. વળી, જો વહીવટીતંત્ર તરફથી રસ્તાઓમાં ફેરફારનું એલાન કરવામાં આવશે તો લોકોએ નીકળતા પહેલા સત્તાવાર અપડેટને ચેક કરતા રહેવાનું છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News