SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વિપક્ષની સુપ્રીમ કોર્ટ સુધીની માર્ચ પહેલા મોટો ઝટકો, CJI સૂર્યકાંતે વિપક્ષી નેતાઓને મળવાનો કરી દીધો ઈન્કાર

Rahul Gandhi: વિપક્ષ નેતા રાહુલ ગાંધીને મળવાનો સીજેઆઈ સૂર્યકાંત એ ઈન્કાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયાએ વિપક્ષના નેતાઓ સાથે વાત ન કરવાનું કારણ પણ જણાવ્યું છે. મહત્વનું છે કે આજે રાહુલ ગાંધી સહિતના નેતા અને સમર્થકો સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરવાના છે.

Written By Krupa Shah
Published: Oct 12, 2026, 07:50 AM IST | Updated: Oct 12, 2026, 07:57 AM IST
Join

Rahul Gandhi: 12 ઓક્ટોબરે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટ સુધી શાંતિપૂર્ણ માર્ચ કરવાનો આહવાન કર્યું હતું. સાથે જ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ને મળવાનો અને તેમની સાથે વાત કરવાનો સમય માંગ્યો હતો. વિપક્ષની પીસફુલ માર્ચમાં તો કોઈ ફેરફાર નથી પરંતુ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ રાહુલ ગાંધીને મળવા માટે ઇનકાર કરી દીધો છે. સીજેઆઇએ રાહુલ ગાંધીને મળવા માટે શા માટે ઇન્કાર કર્યો તેનું કારણ પણ જણાવી દીધું છે.

સોમવાર અને 12 ઓક્ટોબરે રાહુલ ગાંધીએ પીસફુલ માર્ચ ની જાહેરાત કરી છે. કોંગ્રેસની આ પદયાત્રા શરૂ થાય તે પહેલા જ રાહુલ ગાંધીને સીજેઆઈ તરફથી ઝટકો મળ્યો છે. સીજેઆઇ સૂર્યકાંત એ સ્પષ્ટ કર્યું છે કે રાહુલ ગાંધી સાથે મુલાકાત નો પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવ્યો નથી તેની પાછળ મહત્વપૂર્ણ કારણ જવાબદાર છે. રાહુલ ગાંધીએ SIR અને મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેષ કુમાર સંબંધિત મુદા પર ચર્ચા કરવા માટે સમય માંગ્યો હતો. સીજેઆઈ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાહુલ ગાંધી જે મુદ્દા પર ચર્ચા કરવામાં માંગે છે તે મુદ્દા પર મુલાકાત કરવી હાલના સમયમાં યોગ્ય નથી. રાહુલ ગાંધી એ રજૂ કરેલા મુદ્દા સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.

સીજેઆઇ સૂર્યકાંતે સ્પષ્ટતા કરી છે કે જે મુદ્દા પર ચર્ચા કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો તે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અને બંધારણીય વ્યવસ્થા હેઠળ સુપ્રીમ કોર્ટ સરકારના કામકાજમાં દખલ ન કરી શકે. જોકે નેતાઓ પોતાના મૌલિક અધિકારોની રક્ષા માટે ન્યાયિક પક્ષ રજૂ કરવા કોર્ટની મદદ લઈ શકે છે.

આ સાથે જ પીજેઆઇ સૂર્યકાંતે એવું પણ કહ્યું હતું કે SIR સંબંધિત મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થશે તેવામાં વિપક્ષના નેતા તરફથી કોઈ અરજી દાખલ કરવામાં આવે છે તો તે મામલે પણ સુનાવણી થઈ શકે છે. પરંતુ જ્યાં સુધી આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે ત્યાં સુધી તેના પર કોઈ પણ પ્રકારની ચર્ચા કરવી યોગ્ય નથી તે વાતને ધ્યાનમાં રાખીને સીજેઆઇ સૂર્યકાંતે રાહુલ ગાંધીને મળવા માટે સમય ન આપ્યો.

મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધીએ તેના એક્સ એકાઉન્ટ પર એક વિડિયો પોસ્ટ શેર કર્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે 12 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ વીડિયોમાં એવું પણ કહ્યું કે દેશના યુવાનો વિપક્ષી નેતા સોસાયટી અને લોકતંત્રમાં વિશ્વાસ કરતા લોકો તેમની સાથે આ માર્ચમાં જોડાઈ. આ તકે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી, અમિત શાહ અને અજીત ડોભાલ નું નામ લઈને તેમના પર આક્ષેપ કર્યા હતા . રાહુલ ગાંધીએ કહ્યું હતું નરેન્દ્ર મોદી, શાહ, અજીત ડોભાલ અને મોહન ભાગવત ભારતના અવાજને દબાવી નહીં શકે. સોમવારે આખું ભારત સુપ્રીમ કોર્ટ સુધીની માર્ચ કરશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સીજેપીના પ્રદર્શનને લઈને પહેલાથી જ હોબાળો ચાલી રહ્યો છે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે આ મામલે કડક નિર્દેશ જાહેર કર્યા હતા અને કહ્યું હતું કે દિલ્હીમાંથી બેરીકેટ હટાવી દેવામાં આવે અને વાહન વ્યવહાર તેમજ ઇન્ટરનેટ સેવા સામાન્ય કરવામાં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પણ ફટકારી હતી.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES