SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

બદ્રીનાથથી પરત ફરી રહેલું હેલિકોપ્ટર જોશીમઠ પાસે ક્રેશ થયું, પાયલટ સહિત 6 લોકો હતા સવાર

Uttarakhand Helicopter Crash News: બદ્રીનાથ ધામથી ફાટા જઈ રહેલું એક હેલિકોપ્ટર અચાનક ગૂમ થઈ ગયો અને હવે તેના ક્રેશ થવાના સમાચાર આવી રહ્યા છે. આ હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 6 લોકો સવાર હતા.

Written By Viral Raval
Published: Oct 30, 2026, 02:53 PM IST | Updated: Oct 30, 2026, 04:08 PM IST
Join

ઉત્તરાખંડથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ચમોલી જિલ્લામાં બદ્રીનાથ ધામથી ફાટા જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ બદ્રીનાથ ધામથી પાછું ફરી રહેલું આ હેલિકોપ્ટર અચાનક ગૂમ થઈ ગયું હતું. ત્યારબાદ  થોડીવાર પછી આ હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર આવ્યા.

ખરાબ હવામાન આ દુર્ઘટનાનું કારણ હોઈ શકે તેવી જાણકારી સામે આવી રહી છે. એવું કહેવાય છે કે ભારે બરફવર્ષા વચ્ચે હેલિકોપ્ટરે બદ્રીનાથ ધામથી ઉડાણ ભરી હતી. હેલિકોપ્ટર ક્રેશ થયાની જાણ થતા જ સેના અને સ્થાનિક પોલીસની એક ટીમ ઘટનાસ્થળ માટે રવાના થઈ ચૂકી છે. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 6 લોકો સવાર હતા.

 બચાવ ટીમ પહોંચ્યા બાદ જ વધુ માહિતી મળી શકશે. આ ઘટના અંગે ચમોલીના જિલ્લાધિકારી ગૌરવ કુમારે જણાવ્યું કે આર્મી તરફથી આ સમગ્ર ઘટના વિશે જાણકારી વહીવટી તંત્રને અપાઈ હતી. ત્યારબાદ  તંત્રએ લોકેશન ટ્રેસ કરીને હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની પુષ્ટિ કરી છે. 

ગુજરાતની ધરતીથી PM મોદીએ કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા કર્યા ટ્રાન્સફર, આ રીતે કરો ચેક, જો ન આવ્યા હોય તો શું કરવું? જાણો

ટ્રાન્સ ભારત કંપનીનું હેલિકોપ્ટર

આ હેલિકોપ્ટર ટ્રાન્સ ભારત કંપનીનું હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટરનું લોકેશન અચાનક ગાયબ થયા બાદ તેની શોધ ચાલુ છે. અભિયાનમાં અન્ય બે હેલિકોપ્ટર પણ લાગ્યા છે. પરંતુ ખરાબ હવામાનના કારણે હજુ સુધી સટીક લોકેશન વિશે માહિતી મળી નથી.

ખરાબ હવામાનને કારણે રેસ્ક્યૂ વર્કમાં મુશ્કેલી

વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે અને ગાઢ વાદળો છવાયેલા છે. જેના કારણે વિઝિબિલિટી ખુબ ઓછી છે. આવામાં રેસ્ક્યૂ ટીમોને પણ હેલિકોપ્ટરનું લોકેશન શોધવામાં મુશ્કેલી નડી રહી છે. હાલ ટીમો બદ્રીનાથ અને જોશીમઠ વચ્ચેના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હેલિકોપ્ટરમાં સવાર લોકો વિશે હજુ કોઈ માહિતી સામે આવી નથી. પ્રશાસનની ટીમો કાટમાળની ભાળ મેળવવા અને રેસ્ક્યૂ ઓપરેશનને આગળ વધારવામાં લાગી છે.

રાહુલ ગાંધીની રેલીથી દિલ્હીના વેપારીઓમાં ફફડાટ! સોનિયા ગાંધીને લખી ચિઠ્ઠી! 12 હજાર કરોડના વેપાર પર સંકટ

ઓક્ટોબરમાં બે હેલિકોપ્ટરોનું થયું હતું ઈમરજન્સી લેન્ડિંગ

ઓક્ટોબર મહિનામાં ચાર ધામ યાત્રા દરમિયાન બે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. જેમાં એક ઘટના  રુદ્રપ્રયાગમાં  ખરાબ હવામાનના કારણે ઘટી હતી જ્યારે બીજી ઘટના ટિહરીમાં ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES