• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /AQi Today: દિવાળીની ઉજવણી પછી ભારતમાં વધ્યું વાયુ પ્રદૂષણ, મોટાભાગના શહેરોમાં પ્રદૂષણની સ્થિતિ ખતરનાક સ્તરે

AQi Today: દિવાળીની ઉજવણી પછી ભારતમાં વધ્યું વાયુ પ્રદૂષણ, મોટાભાગના શહેરોમાં પ્રદૂષણની સ્થિતિ ખતરનાક સ્તરે

AQi Today: દેશભરમાં દિવાળીની ઉજવણી દરમિયાન ફુટેલા ફટાકડાના કારણે દિલ્હી સહિત દેશના મોટાભાગના શહેરોમાં વાયુ પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચી ગયું છે. દેશના 3 શહેરો એવા છે જ્યાંનું AQI લેવલ 1000 થી પણ વધારે નોંધાયું છે.

Written ByKrupa Shah
Published: Nov 09, 2026, 07:54 AM IST|Updated: Nov 09, 2026, 07:56 AM IST
joinshare
AQi Today: દિવાળીની ઉજવણી પછી ભારતમાં વધ્યું વાયુ પ્રદૂષણ, મોટાભાગના શહેરોમાં પ્રદૂષણની સ્થિતિ ખતરનાક સ્તરે

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
આવી રહ્યો છે iPhone 18 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન: iPhone 17 કરતાં સાવ અલગ હશે

આવી રહ્યો છે iPhone 18 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન: iPhone 17 કરતાં સાવ અલગ હશે

2

Vikram Samvat 2083 Rashifal: કુંભ રાશિનું ભાગ્ય ક્યારે પલટાશે? શનિ-ગુરુના ગ્રહપરિવર્તનથી મળશે મોટી સફળતા!

3

UP: બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ, વીજળીના થાંભલે ભટકાઈને આગનો ગોળો બની, 6 લોકો જીવતા ભૂંજાયા

4

ભારત સામેની ODI સિરીઝમાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો: બે મોટા ખેલાડી ઈજાને કારણે બહાર

5

ચિપ બનાવતી દિગ્ગજ કંપનીના CEO ચીનના હનીટ્રેપમાં ફસાયા? લફરું સ્વીકારી કર્મચારીઓ, પત્ની-બાળકો પાસે માફી માંગી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

AQi Today: દેશભરમાં 8 નવેમ્બરે દિવાળીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. દિવાળીની રાત્રે ફોડવામાં આવેલા ફટાકડાના કારણે 9 નવેમ્બર 2026 ની સવારે દેશના મોટાભાગના શહેરોમાં વાયુ પ્રદુષણ ખતરનાક સ્તરથી વધારે નોંધાયું. દેશના 3 શહેરો તો એવા છે જ્યાં AQi લેવલ 1,000 થી પણ વધારે નોંધાયું. આ 3 શહેર દેશના સૌથી પ્રદુષિત શહેર બની ગયા છે જેમાં દિલ્હી ત્રીજા નંબરે છે.

AQi એટલે શું ?

AQi એટલે કે એર ક્વોલીટી ઇન્ડેક્સ, જેની ગણતરી હવામાં રહેલા કાર્બન મોનોઓક્સાઈડ, સલ્ફર ડાઈઓક્સાઈડ, નાઈટ્રોજન ડાઈઓક્સાઈડ અને ઓઝોન સહિતના સ્તરના આધારે થાય છે. એર ક્વોલીટી ઇન્ડેક્સ અનુસાર દિવાળીના બીજા દિવસે એટલે કે 9 નવેમ્બરે સવારે દેશના મોટાભાગના શહેરોમાં વાયુની ગુણવત્તા જોખમી સ્તરે નોંધાઈ હતી. તેનો અર્થ છે કે દિવાળીની રાત્રે દેશભરમાં એટલા ફટાકડા ફૂટ્યા કે  દેશભરના શહેરોમાં વાયુ પ્રદુષણ અત્યંત વધ્યું છે.

AQi ના માપદંડ

0 થી 50 - સાફ હવા
51 થી 100 - હવા સંતોષજનક
101 થી 150 - સંવેદનશીલ સ્થિતિ
151 થી 200 - ખરાબ હવા
201 થી 300 - અત્યંત ખરાબ હવા
301 થી 500 થી વધુ - ગંભીર અને ખતરનાક સ્થિતિ

AQiના આ માપદંડ અનુસાર જે જગ્યાએ 300 થી 500 વધારે એક્યુઆઈ નોંધાય છે ત્યાંની હવા ખતરનાક અને ગંભીર ગણાય છે. AQi અનુસાર આ સ્થિતિ એવી છે જે દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે અને દિવાળીની ઉજવણી પછી દેશના મોટાભાગના શહેરોમાં AQi 500 થી વધારે નોંધાયો છે એટલે કે વાયુ પ્રદુષણનું સ્તર જોખમી બની ગયું છે

દેશના સૌથી વધારે પ્રદૂષિત શહેર

દિવાળીની ઉજવણી પછી દેશના ઘણા બધા શહેરોમાં વાયુ પ્રદુષણ ખતરનાક સ્થિતિએ નોંધાયું છે. ભારતના સૌથી વધારે પ્રદુષિત હવા વાળા શહેરોની વાત કરીએ તો પહેલા નંબરે પંજાબનું ભટિંડા આવે છે. અહીંનો AQi  9 નવેમ્બરે સવારે 1258 નોંધાયો હતો. સૌથી વધારે એક્યુઆઈ ભટીંડા પછી પંજાબના જ ફરીદકોટમાં નોંધાયો. અહીં AQi 1186 પર હતો. જ્યારે દિલ્હીમાં 9 નવેમ્બરે સવારે AQi 1034 નોંધાયું હતું. એટલે કે 9 નવેમ્બરે ભટિંડા, ફરિદકોટ અને દિલ્હીમાં વાયુ પ્રદુષણનું સ્તર અત્યંત ખતરનાક અને જોખમી હતું. જ્યારે વાયુ પ્રદુષણનું સ્તર આટલું વધારે હોય ત્યારે લોકોને સવારે અને સાંજના સમયે ખુલ્લામાં વધારે રહેવાથી બચવું જોઈએ.

જોકે દિલ્હી અને પંજાબમાં જ નહીં પરંતુ દેશના મોટાભાગના શહેરોમાં દિવાળી પછી વાયુ પ્રદુષણ ખતરનાક સ્તરે નોંધાયું છે. મોટાભાગના શહેરોમાં વાયુ પ્રદુષણ 500 થી વધારે જ રહ્યું છે આ સ્થિતિ સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે ચિંતાજનક છે. જ્યારે શહેરોમાં હવામાં પ્રદૂષણ આટલું વધી જાય ત્યારે લોકોની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધી જાય છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
India News