• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /રાષ્ટ્રીય
  • /હાઈકોર્ટે ભાજપના ધારાસભ્યને આપ્યો મોટો ઝટકો, એક ભૂલ અને ધારાસભ્ય પદ ગયું? 258 મતથી જીત્યા હતા

હાઈકોર્ટે ભાજપના ધારાસભ્યને આપ્યો મોટો ઝટકો, એક ભૂલ અને ધારાસભ્ય પદ ગયું? 258 મતથી જીત્યા હતા

ઉત્તર પ્રદેશથી ભાજપના ધારાસભ્ય ઓમ કુમારને અલાહાબાદ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે ચૂંટણી રદ કરી નાખી. કારણ કે સોગંદનામામાં ચાર વર્ષની આવકની વિગતો આપી નહતી જેના કારણે આ નિર્ણય લેવાયો. જો કે 15 દિવસ રાહત પણ આપી છે. વિગતો ખાસ જાણો.

Edited ByViral Raval
Published: Nov 27, 2026, 15:35 IST|Updated: Nov 27, 2026, 15:49 IST
joinshare
હાઈકોર્ટે ભાજપના ધારાસભ્યને આપ્યો મોટો ઝટકો, એક ભૂલ અને ધારાસભ્ય પદ ગયું? 258 મતથી જીત્યા હતા

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
હાઈકોર્ટે ભાજપના ધારાસભ્યને આપ્યો મોટો ઝટકો, એક ભૂલ અને ધારાસભ્ય પદ ગયું? 258 મતથી જીત્યા હતા

હાઈકોર્ટે ભાજપના ધારાસભ્યને આપ્યો મોટો ઝટકો, એક ભૂલ અને ધારાસભ્ય પદ ગયું? 258 મતથી જીત્યા હતા

2

1976 બાદ બદલાશે ગુજરાતનો રાજકીય નક્શો! વિધાનસભાની 273 અને લોકસભાની 39 બેઠકો થવાની શક્યતા

3

અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: શહેર પોલીસ કમિશનરે 30 PIની આંતરિક બદલીના આપ્યા આદેશ, જાણો કોને ક્યાં મુક્યા

4

8th Pay Commission: 18000 બેઝિક પગારવાળાને મળી શકે છે તોતિંગ એરિયર, જાણો કેટલું મળી શકે

5

પરિસીમન અને મહિલા અનામત બિલને મોદી કેબિનેટની મંજૂરી, 50% વધશે સીટો

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉત્તર પ્રદેશના નહટૌર વિધાનસભા સીટથી ચૂંટાઈ આવેલા ભાજપના ધારાસભ્ય ઓમ કુમારને અલાહાબાદ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો અને ચૂંટણી રદ કરી નાખી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ઓમકુમારે રાષ્ટ્રીય લોકદળના ઉમેદવાર મુન્શી રામને માત્ર 258 મતથી હરાવ્યા હતા. લગભગ ચાર વર્ષ બાદ આવેલા આ નિર્ણયે રાજકીય ગરમાવો લાવી દીધો છે. કોર્ટે નામાંકન દરમિયાન દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં આવકની પૂરેપૂરી વિગતો ન આપવાની વાતને ગંભીર ખામી ગણાવી છે. જો કે હાઈકોર્ટે ઓમકુમારને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે 15 દિવસની રાહત પણ આપી છે.

8th Pay Commission: 18000 બેઝિક પગારવાળાને મળી શકે છે તોતિંગ એરિયર, જાણો કેટલું મળી શકે

સોગંદનામામાં શું ભૂલ કરી નાખી?

આરએલડી ઉમેદવાર મુન્શી રામે 2022માં જ ઓમકુમારની જીતને હાઈકોર્ટમાં પડકારતી એક અરજી દાખલ કરી હતી. અરજીમાં એવો આરોપ લગાવ્યો હતો કે ઓમકુમારે નામાંકન સમયે ફોર્મ 26ના સોગંદનામામાં પોતાની આવક સંલગ્ન જરૂરી જાણકારી પૂરેપૂરી આપી નહતી. હાઈકોર્ટના ચુકાદા મુજબ ઓમકુમારે નાણાકીય વર્ષ 2021-22ની આવકની વિગતો તો આપી હતી પરંતુ તે પહેલાના ચાર વર્ષો એટલે કે 2017-18 થી 2020-21 સુધીની આવકવાળા કોલમ ખાલી છોડ્યા હતા. નિયમો મુજબ ઉમેદવારે છેલ્લા પાંચ વર્ષની આવકની વિગતો આપવી જરૂરી છે. કોર્ટે માન્યુ કે આ કોઈ સામાન્ય ભૂલ નથી. પરંતુ મહત્વની જાણકારી છૂપાવવા જેવી ગંભીર ખામી છે. નામાંકનના સ્વીકારને અયોગ્ય ગણતા કોર્ટે ઓમકુમારની ચૂંટણી રદ કરી નાખી. 

258 મતથી થઈ જીત

2022ની વિધાનસભા ચૂંટણીમાં નહટૌર સીટ પર કાંટાની ટક્કર થઈ હતી. ભાજપના ઓમ કુમારને 77935 મત મળ્યા હતા, જ્યારે આરએલડીના મુન્શી રામને 77677 મત મળ્યા હતા. બંને વચ્ચે જીતનું અંતર ફક્ત 258 મત હતા. મુન્શી રામે પોતાની અરજીમાં સોગંદનામાની સાથે સાથે મતગણતરી અને VVPAT ચીઠ્ઠીઓમાં પણ ગડબડીનો આરોપ લગાવ્યો હતો. જો કે હાઈકોર્ટે મતગણતરી અને VVPAT સંલગ્ન દલીલોને ફગાવી દીધી. કોર્ટે મુન્શી રામને વિજયી જાહેર કરવાની માંગણી પણ ફગાવી દીધી.

પરિસીમન અને મહિલા અનામત બિલને મોદી કેબિનેટની મંજૂરી, 50% વધશે સીટો

15 દિવસ સુધી ચર્ચા કરી શકશે પરંતુ મત  નહીં આપી શકે

હાઈકોર્ટે ઓમ કુમારને સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવા માટે 15 દિવસની મર્યાદિત વચગાળાની રાહત આપી છે. આ દરમિયાન તેઓ પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી શકશે, અને વિધાનસભામાં ચર્ચામાં ભાગ લઈ શકશે. પરંતુ તેઓ દન કે વિધાનસભાની સમિતિઓમાં મતદાન કરી શકશે નહીં. આ સાથે જ તેમને વિધાયક તરીકેના કોઈ આર્થિક લાભ પણ નહીં મળે.

શું કહે છે ઓમકુમાર?

હાઈકોર્ટના આ નિર્ણય પર ભાજપના ધારાસભ્ય ઓમકુમારે  કહ્યું કે તેઓ  કોર્ટના આદેશનું સન્માન કરે છે. તેમણે સોગંદનામામાં ભૂલ હોવાની વાત પણ સ્વીકારી અને તેમનું  કહેવું છે કે પાંચ વર્ષની આવક અને સંપત્તિની વિગતો આપવાની હતી પરંતુ ભૂલથી એક જ વર્ષની વિગતો આપી દેવાઈ. જ્યારે અરજીકર્તા મુન્શી રામે હાઈકોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે. હવે આ મામલે આગળ કાનૂની લડાઈ સુપ્રીમ કોર્ટમાં લડાય તેવી સંભાવના જોવા મળી રહી છે.

(રાજવીર ચૌધરી- બિજનૌર)
 

Add Zee News as a Preferred Source
TAGS:
India News