SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Abhijit Dipke: આંદોલનમાં આશુ, સૌરવ કહેતા એમ કરતો.. અભિજીત દિપકે એ ઠીકરું ફોડ્યું સાથીઓ પર, પ્રોટેસ્ટને લઈને કરી મોટી જાહેરાત

Abhijit Dipke: આશુતોષ રાંકા, સૌરવ દાસ જેલની હવા ખાઈ રહ્યા છે અને બહાર તેના સાથી અભિજીત દિપકે એ એવો ધડાકો કર્યો છે કે પ્રોટેસ્ટને લઈને બધા નિર્ણયો આશુતોષ અને સૌરવ દાસ લેતા. તે તો બસ એ કરતો જે બંને કહેતા.. સાથે જ અભિજીત દીપકે એ આંદોલન સંદર્ભે પણ જાહેરાત કરી છે.

Written By Krupa Shah
Published: Oct 21, 2026, 12:43 PM IST | Updated: Oct 21, 2026, 12:49 PM IST
Join

Abhijit Dipke: કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દિપકે એ દશેરા પર 16 મિનિટનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે આંદોલનમાં મુખ્ય ભૂમિકા કોની હતી અને હવે તેઓ આંદોલનમાં આગળ શું કરવાના છે તેની જાહેરાતો કરી. આ વીડિયોના માધ્યમથી અભિજીત દિપકે એવું પણ કહે છે કે આશુતોષ રાંકા અને સૌરવ દાસ આંદોલન સંબંધિત મોટા અને મહત્વના નિર્ણય લેતા હતા તે તો બસ તેના નિર્દેશોનું પાલન કરતો. અભિજીત દિપકેનું એવું પણ કહે છે કે સૌરવ અને આશુતોષ તેના ભાઈ જેવા છે અને આંદોલનને આગળ તે જ વધારે છે.

અભિજીત દીપ કે નો નવો વીડિયો

અભિજીત દીપક્ય દશેરા પર એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે આંદોલનમાં મુખ્ય ભૂમિકા કોની હતી તેના વિશે વાત કરી હતી. અભિજીત દિપકેનું કહેવું છે કે આંદોલનના મહત્વના નિર્ણય સૌરવ દાસ અને અશુતોષ રાંકા જ લેતા હતા. તે બંને જે જગ્યાએ અભિજીત દીપકે ને જવાનું કહેતા ત્યાં તે પહોંચી જતો અને તેમના નિર્દેશોનું પાલન કરતો.

દિવાળી સુધી આંદોલન નહીં થાય

16 મિનિટનો જે વિડિયો અભિજીત દિપકે શેર કર્યો છે તેમાં તેણે આંદોલનને લઈને મહત્વની જાહેરાત પણ કરી છે. અભિજીત દીપકે એ કહ્યું છે કે દિવાળી સુધી સીજેપી તરફથી કોઈ પ્રદર્શન કરવામાં આવશે નહીં. સાથે જ અભિજીત દિપકે એવું પણ કહ્યું કે પાર્ટીના સમર્થકો એક બ્રેક લઈ લે અને પોતાના પરિવાર સાથે સમય પસાર કરે. અભિજીત દિપકે એ કહ્યું કે છેલ્લા દસ-બાર દિવસથી આંદોલન સાથે જોડાયેલા લોકો અને તેમના પરિવારના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેવામાં દિવાળીનો તહેવાર પોતાના લોકો સાથે પસાર કરવો જરૂરી છે.

 

ઉલ્લેખનીય છે કે આશુતોશ રાંકા અને સૌરવ દાસ પોલીસ કસ્ટડીમાં છે. 13 ઓક્ટોબરે આશુતોષ અને સૌરવ દાસ જંતર મંતર ખાતે લોકો સાથે પહોંચી ગયા હતા અને સૂત્રોચાર કર્યા હતા. જે મામલે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર પછી કોર્ટ તેમને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા. બીજી સુનાવણી વખતે તેમની કસ્ટડીને 21 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી હતી. હવે આજે આશુતોષ રાંકા અને સૌરવ દાસ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે અને નક્કી થશે કે તેમની કસ્ટડી લંબાવી દેવામાં આવશે કે પછી તેઓ જામીન પર મુક્ત થશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES