જાણવા મળતી માહિતી અનુસાર કેન્સરના સૌથી વધુ પ્રકાર હોય છે. કેન્સર વ્યક્તિના અલગ અલગ અંગને પ્રભાવિત કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કેન્સર શરીરના કોઈપણ અંગ કે ટીશ્યુ માં શરૂ થઈ શકે છે. શરીરમાં ગાંઠ થવી એ એકમાત્ર કેન્સરનું લક્ષણ નથી. શરીરમાં થતા અન્ય ફેરફાર પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ ગાંઠ સિવાયના કયા ફેરફાર કેન્સર તરફ સંકેત કરે છે.
કેન્સરના લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ અલગ જોવા મળી શકે છે. કેન્સર શરીરના કયા અંગને અસર કરે છે અને બીમારીનો પ્રકાર કેવો છે તેના આધારે લક્ષણ જોવા મળે છે. એટલે કે કેન્સર થાય તો શરીરમાં ગાંઠ થાય એવું જરૂરી નથી. કેટલાક પ્રકારના કેન્સરમાં ગાંઠ થતી નથી પણ અન્ય લક્ષણો જોવા મળે છે. કોઈપણ વ્યક્તિને કોઈ એક સમસ્યા લાંબા સમય સુધી રહે અને તેનું કોઈ સ્પષ્ટ કારણ ન જણાતું હોય તો ડોક્ટર પાસે ચેક અપ કરાવવું જરૂરી હોય છે.
પેશાબ કરવામાં સમસ્યા દુખાવો કે બળતરા થવી,
કારણ વિના શરીરમાંથી લોહી નીકળવું. ઈજા થાય તો તેના નિશાન પડી જવા.
લાંબા સમય સુધી ઉધરસ રહેવી અને મટે નહીં.
અવાજ ભારે થઈ જવો અથવા તો બેસી જવો.
ગરદન, બગલ, પેટના નીચેના ભાગમાં ગાંઠ કે સોજો રહેવો.
કારણ વિના વજનમાં ઘટાડો થવો.
પાચન સંબંધિત સમસ્યાઓ થવી.
ત્વચાના રંગમાં ફેરફાર થઈ જવો. ત્વચા પર નવા તલ બનવા કે તલના આકારમાં ફેરફાર થઈ જવો.
હદ કરતાં વધારે થાક લાગવો.
અચાનક તાવ આવવો અને રાતના સમયે પરસેવો થવો.
ઉપર જણાવેલા લક્ષણો પણ કેન્સરનું શરૂઆતથી સંકેત હોઈ શકે છે.. આવા સંકેતોમાં શરૂઆતમાં ગાંઠ દેખાય તો જરૂરી હોતું નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)