• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /Gold Price Today: સોનાના ભાવમાં આજે જોરદાર કડાકો, ચાંદી પણ ધડામ થઈ, 24-22 કેરેટના ભાવ જાણીને લેવા દોડશો

Gold Price Today: સોનાના ભાવમાં આજે જોરદાર કડાકો, ચાંદી પણ ધડામ થઈ, 24-22 કેરેટના ભાવ જાણીને લેવા દોડશો

Gold Rate Today: નવરાત્રી પત્યા બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો છે. વાયદા બજાર MCX અને રિટેલ બજારમાં IBJA રેટ્સ જોઈએ તો બંને ઠેકાણે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.

Written ByViral Raval
Published: Oct 21, 2026, 12:58 PM IST|Updated: Oct 21, 2026, 01:11 PM IST
joinshare
Gold Price Today: સોનાના ભાવમાં આજે જોરદાર કડાકો, ચાંદી પણ ધડામ થઈ, 24-22 કેરેટના ભાવ જાણીને લેવા દોડશો
Image Credit: AI Generated Image

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Cancer Warning Signs: કેન્સરના ગાંઠ સિવાયના સંકેતો, શરીરમાં થતા આ ફેરફાર પણ હોય શકે છે કેન્સરનું લક્ષણ

Cancer Warning Signs: કેન્સરના ગાંઠ સિવાયના સંકેતો, શરીરમાં થતા આ ફેરફાર પણ હોય શકે છે કેન્સરનું લક્ષણ

2

Gold Price Today: સોનાના ભાવમાં આજે જોરદાર કડાકો, ચાંદી પણ ધડામ થઈ, 24-22 કેરેટના ભાવ જાણીને લેવા દોડશો

3

Abhijit Dipke: આંદોલનમાં આશુ, સૌરવ કહેતા એમ કરતો.. અભિજીત દિપકે એ ઠીકરું ફોડ્યું સાથીઓ પર, પ્રોટેસ્ટને લઈને કરી મોટી જાહેરાત

4

અમદાવાદમાં મોટા પાયે લિફ્ટ લાઈસન્સ વગર કાર્યરત, AMCના ઈલેક્ટ્રિક વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા

5

મોબાઈલ નંબરથી લઈને સરનામા સુધી લીક: દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકા

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gold-Silver Price Today: કાલે દશેરાનો તહેવાર ગયો અને નવરાત્રીના દિવસો પણ પૂરા થયા ત્યારબાદ હવે આજે સોના અને ચાંદીમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. MCX પર સોનું જ્યાં 0.40 ટકાના ઘટાડા સાથે જોવા મળ્યું છે ત્યાં ચાંદી પણ 1.18 ટકાના ઘટાડા પર નોંધાઈ છે. બીજી બાજુ IBJA પર સોનું હાલ 1.44 લાખ પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 2.05 લાખ પર જોવા મળી છે. સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ સાથે સાથે કેરેટ પ્રમાણે ભાવ પણ ખાસ જાણો.

આજનો સોનાનો ભાવ

IBJAની વેબસાઈટ પર આજના ખુલતા ભાવ જોઈએ તો 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1884 રૂપિયા તૂટીને 144060 રૂપિયા પર ખુલ્યો છે જે 19મી ઓક્ટોબરે 145944 પર બંધ થયો હતો. ગઈ કાલે દશેરાની રજા હોવાથી નવા ભાવ જાહેર થયા નહતા. 48 કલાકમાં સોનું 2346 રૂપિયા તૂટ્યું છે. કારણ કે 19મી ઓક્ટોબરે સવારે સોનું 146406 રૂપિયાની સપાટીએ ખુલ્યું હતું.

મોબાઈલ નંબરથી લઈને સરનામા સુધી લીક: દેશની સૌથી મોટી બેંક SBI ના ગ્રાહકોનો ડેટા ડાર્ક વેબ પર લીક થવાની આશંકા

ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો

ચાંદીના ભાવ જોઈએ તો આજે એક કિલો ચાંદીના ભાવમાં 2900 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ભાવ 205850 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે ખુલ્યો છે. જ્યારે 19 ઓક્ટોબરના રોજ ભાવ 208750 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. 48 કલાકમાં એક કિલો ચાંદીના ભાવમાં 3617 રૂપિયાનો ઘટાડો નોંધાયો. કારણ કે 19મી ઓક્ટોબરે ચાંદી 209467 રૂપિયા પર ખુલી હતી.

અત્રે જણાવવાનું  કે એસોસિએશનના ભાવ દેશભરમાં માન્ય છે અને આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ હોતા નથી. ભાવ દિવસમાં બેવાર જાહેર થાય છે અને શનિવાર તથા રવિવાર અને જાહેર રજાઓના દિવસે નવા ભાવ જાહેર થતા નથી.

કેરેટ પ્રમાણે ભાવ

  • 24 કેરેટ સોનાનો એક ગ્રામ પ્રમાણે ભાવ 14406 રૂપિયા
  • 22 કેરેટ સોનાનો એક ગ્રામ પ્રમાણે ભાવ 14060 રૂપિયા
  • 20 કેરેટ સોનાનો એક ગ્રામ પ્રમાણે ભાવ 12821 રૂપિયા
  • 18 કેરેટ સોનાનો એક ગ્રામ પ્રમાણે ભાવ 11669 રૂપિયા
  • 14 કેરેટ સોનાનો એક ગ્રામ પ્રમાણે ભાવ  9292 રૂપિયા
  • એક કિલો ચાંદીનો ભાવ 205850 રૂપિયા

દિવાળી પહેલા સોનાના ભાવમાં ઘટાડો, શું ધનતેરસ સુધીમાં સસ્તું થશે ગોલ્ડ ? જાણો

#indicative #Retail Selling #Rates for #Jewellery To get these rates on your phone give a missed call on - 8955664433 For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459 Follow us on Twitter : https://t.co/hRezuawiQW Follow us on Instagram : https://t.co/3vg1tjL62h Follow us on Facebook : https://t.co/smodeFXecm Follow us on Linkedin : https://t.co/dKUD95mzZR Subscribe to IBJA YouTube Channel : https://t.co/ORoJbQDEUK Visit IBJA Website : https://t.co/HT1GRh5y8C Join Whatsapp Group : : https://t.co/heYoYinukJ Join IBJA Whatsapp Channel : https://t.co/G6oCST64qw . . . #GoldRates #GoldJewellery #IBJA #BullionMarket #JewelleryRates #GoldPriceUpdate #GoldMarket #PreciousMetals #GoldTrading #JewelleryBusiness #IndianBullion #BullionIndustry #JewelleryIndustry #GoldInvestment #GoldNews #FinanceNews #MarketUpdate #InvestmentTips #GoldLovers #GoldDealer #GoldRates #GoldJewellery #BullionMarket #JewelleryBusiness #GoldPriceUpdate #GoldInvestment

— IBJA (@IBJA1919) October 21, 2026

વાયદા બજારમાં ભાવ

MCX પર બપોરના 12.50 વાગ્યાના સુમારે 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.40 ટકાના ઘટાડા સાથે 145930 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 1.18 ટકાના ઘટાડા સાથે 208991 રૂપિયાની સપાટીએ જોવા મળી છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News