• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અદ્રશ્ય જેલ અને ₹8 કરોડની લૂંટ! અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટનો ભયાનક ખેલ, સુરતથી માસ્ટરમાઈન્ડ ઝડપાયો

અદ્રશ્ય જેલ અને ₹8 કરોડની લૂંટ! અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટનો ભયાનક ખેલ, સુરતથી માસ્ટરમાઈન્ડ ઝડપાયો

Digital Arrest Scam : વિચારો...તમે તમારા જ ઘરમાં સુરક્ષિત બેઠા છો, અચાનક એક વીડિયો કોલ આવે છે અને તમારું આખું ઘર એક અદ્રશ્ય જેલની કોટડીમાં ફેરવાઈ જાય છે! એક-બે કલાક નહીં. પૂરા 12 દિવસ સુધી તમે તમારા જ બેડરૂમમાં બંધક બની જાઓ છો! કોઈ હથિયાર વગર, કોઈ અપહરણ વગર. માત્ર એક ડિજિટલ સ્ક્રીનના જોરે દેશના એક પ્રતિષ્ઠિત ડૉક્ટરની આજીવન કમાણી લૂંટી લેવામાં આવે છે.

Edited ByKaran Rajput
Published: Oct 21, 2026, 03:13 PM IST|Updated: Oct 21, 2026, 03:22 PM IST
joinshare
અદ્રશ્ય જેલ અને ₹8 કરોડની લૂંટ! અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટનો ભયાનક ખેલ, સુરતથી માસ્ટરમાઈન્ડ ઝડપાયો
Image Credit: Ai Image

About the Author

Karan Rajput

Karan Rajput

કરણ રાજપૂત ગુજરાતના અગ્રણી અને પ્રતિષ્ઠિત પત્રકારો તથા ડિજિટલ મીડિયા લીડર્સમાં ગણાય છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમને ૨3 વર્ષોથી વધુનો સમૃદ્ધ અને દીર્ઘ અનુભવ છે. પોતાની લાંબી અને સફળ કારકિર્દી દરમિયાન તેમણે પ્રિન્ટ અને ડિજિટલ એમ બંને માધ્યમોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.વર્તમાનમાં તેઓ Zee 24 Kalak માં ડિજિટલ લીડ (Digital Lead) તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ પર રહીને તેઓ ડિજિટલ કન્ટેન્ટ સ્ટ્રેટેજી, ન્યૂઝરૂમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને હાયપર-લોકલ ટ્રાફિકને નોંધપાત્ર રીતે વધારવાની રણનીતિનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ડેટા-ડ્રિવન કન્ટેન્ટ અને આધુનિક ટેકનોલોજીના પ્રયોગો દ્વારા ન્યૂઝરૂમને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં તેમને વિશેષ મહારત છે. મર્યાદિત અને ઓછા સ્ટાફ સાથે પણ શ્રેષ્ઠ પરિણામો આપવાની તેમની ક્ષમતા તેમને એક સક્ષમ સંપાદક બનાવે છે. ગુજરાતના અગ્રણી અખબારો જેમ કે ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કરમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. આ સિવાય તેઓ ગુજરાત સમાચારની ચેનલ GSTVના તેઓ ડિજિટલ એડિટર રહી ચૂકયા છે.એગ્રીકલ્ચર (કૃષિ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ પત્રકારત્વ માટે તેમને બે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પડકારોને તકમાં બદલવાની સૂઝબૂઝ, સાહસિક નિર્ણયો અને સતત નવીન કન્ટેન્ટ પ્રયોગો (Content Experiments) થકી તેમણે મીડિયા જગતમાં એક આગવી અને મજબૂત ઓળખ બનાવી છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
આધાર કાર્ડ ધારકોને મોટી રાહત! 31 ડિસેમ્બર સુધી બિલ્કુલ મફ્ત મળશે આ સર્વિસ, એપથી આ રીતે કરો અપડેટ

આધાર કાર્ડ ધારકોને મોટી રાહત! 31 ડિસેમ્બર સુધી બિલ્કુલ મફ્ત મળશે આ સર્વિસ, એપથી આ રીતે કરો અપડેટ

2

વાવ-થરાદમાં સંબંધો શર્મસાર: 20 વર્ષીય યુવકની પથ્થર મારીને કરાઈ હત્યા, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

3

'રીચી રીચ'ના માલિકની હેવાનિયત : સાંતેજમાં તનીષ પટેલ પર જીવલેણ હુમલો કરી કાન કાપી નાખનાર આરોપી પોલીસ પકડથી દૂર

4

Jailer 2: રજનીકાંતની ફિલ્મ જેલર 2 નો રેકોર્ડ, ભારતમાં 4 દિવસમાં 220 કરોડથી વધુની કમાણી કરી

5

સૌરવ-રાંકા પર કેમ હાઈકોર્ટ બગડી? બરાબરના ખખડાવી નાખ્યા, કહ્યું- તમે Gen Z નથી, બંનેએ અરજી પાછી ખેંચી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન, અમદાવાદ / 12 દિવસ...288 કલાક અને પળેપળ સાયબર જલ્લાદોનું ટોર્ચર! અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના નામે આતંકનો એવો ભયાનક ખેલ ખેલાયો જે સાંભળીને રૂવાંડા ઊભા થઈ જશે. એક સિનિયર સિટીઝન ડૉક્ટરને ડિજિટલ હથિયારના જોરે તેમના જ ઘરમાં બંધક બનાવી દેવાયા!.

બહાર ન નીકળવાની ધમકી, કોઈને ન કહેવાનો ખોટો ડર! ડૉક્ટર પોતાના જ આલીશાન ઘરમાં લાચાર બની ગયા પણ આ આખા ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ, બોગસ બેંક એકાઉન્ટ્સ ચલાવનારો અલ્તાફ ઉર્ફે મેમણ પીઠડીયા હવે સુરતથી ઝડપાઈ ગયો છે. માત્ર 2 ટકા કમિશનની લાલચમાં આ આરોપીએ સિનિયર સિટિઝન તબીબની આજીવન કમાણી લૂંટી લીધી!.

  • 12 દિવસ ડિજિટલ કેદ...8 કરોડની લૂંટ
  • સુપ્રીમ કોર્ટના નામે સાયબર મહાઠગાઈ
  • ઘરમાં કેદ ડૉક્ટર...કરોડોનો ખેલ
  • 2 ટકા કમિશન...8 કરોડની ઠગાઈ
  • એક સાગરીત ઝડપાયો

સુપ્રીમ કોર્ટના ફેક લેટર્સ, EDની નકલી ધમકીઓ અને એક જ ઝાટકે 8 કરોડ રૂપિયાનું સ્કેમ!. હરિયાણાથી ગુજરાત સુધી નેટવર્ક ધરાવતા અલ્તાફના રિમાન્ડ દરમિયાન હજુ કેટલાય ચોંકાવનારા ખુલાસા થશે. ક્રાઈમ બ્રાન્ચે શિકાર શરૂ કરી દીધો છે, હવે વારો આખી ગેંગનો છે!.

  • 12 દિવસ ડિજિટલ કેદ
  • ઘરમાં જ બંધક બન્યા ડૉક્ટર!
  • સુપ્રીમ કોર્ટના નામે 8 કરોડનો ખેલ!

પકડાયેલો આરોપી અલ્તાફ પીઠડીયા તો માત્ર એક મહોરું છે, આ આખા ખેલના અસલી સુત્રધારો હજુ પણ પડદા પાછળ છે. અગાઉ આસિફ શાહ, વિકાસકુમાર, પપ્પુસિંગ અને સોહીબસા જેવા ચાર સાગરીતો જેલના સળિયા ગણી રહ્યા છે, ત્યારે અલ્તાફની ધરપકડથી આ નેશનલ સાયબર સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.

એક શંકા અને સાત મહિનાનું લગ્નજીવન હોમાયું: જેતપુરમાં પતિએ પત્નીને પથ્થર મારી પતાવી દઈ રેલવે ટ્રેક પર ફેંકી

પોલીસની આ કડક કાર્યવાહીથી સાયબર ઠગોમાં ફફડાટ તો વ્યાપી ગયો છે, પણ આ કિસ્સો દેશના દરેક નાગરિક અને ખાસ કરીને સિનિયર સિટીઝન્સ માટે લાલબત્તી સમાન છે. કોઈપણ કાયદાકીય એજન્સી ક્યારેય ફોન કે વીડિયો કોલ પર કોઈને 'ડિજિટલ અરેસ્ટ' કરતી નથી.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News