દિલ્હી હાઈકોર્ટે આજે કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરી. સુનાવણી દરમિયાન કોર્ટ લાલઘૂમ થઈ અને વેધક સવાલો કર્યા. જેનો સીજેપી પાસે કોઈ જવાબ નહતો. આખરે અરજી પાછી ખેચી લીધી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જંતર મંતર પ્રોટેસ્ટ સ્થળ તરીકે ડિનોટિફાય થઈ ગયું તો પછી ત્યાં શું કામ ગયા? કોર્ટે સીજેપીને એમ પણ કહ્યું કે, તમે લોકોએ SEM (સ્પેશિયલ એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ) વિરુદ્ધ અપીલ કેમ ફાઈલ ન કરી? સીધા હાઈકોર્ટ કેમ આવી ગયા?
CJP's Saurav Das, Ashutosh Ranka withdraw from Delhi HC plea challenging their judicial custody. https://t.co/l9PNTsJbsf
— Press Trust of India (@PTI_News) October 21, 2026
અત્રે જણાવવાનું કે સ્પેશિયલ એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટે સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જ્યુડિશિયલ કસ્ટડીનો સમય બે દિવસ માટે વધાર્યો હતો. આરોપીઓને 21 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ નિર્ણય વિરુદ્ધ સીજેપી કોર્ટમાં પહોંચી હતી. અરજીકર્તાના વકીલ અભિક ચીમનીએ કહ્યું કે તેમની અરજી SEM કોર્ટના 19 ઓક્ટોબરના આદેશને રદ કરવા માટે છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે તમે જિલ્લા મેજિસ્ટ્રેટ સામે રિવિઝન અરજી દાખલ કરી શકે તેમ હતા પરંતુ છતાં અહીં કેમ આવ્યા?
સુનાવણી દરમિયાન કોર્ટે આશુતોષ રાંકા અને સૌરવ દાસને ઝેન જી તરીકે સ્વીકારવાની પણ ના પાડી દીધી. કોર્ટે કહ્યું કે તમારી ઉંમર કેટલી છે? તો રાંકા અને દાસના વકીલ ચિમનીએ કહ્યું કે સૌરવ દાસ 27 વર્ષના છે અને આશુતોષ 32 વર્ષના છે. જેના પર કોર્ટે કહ્યું કે, તમે લોકો જેન ઝી નથી. જેન ઝી કોણ છે? કોર્ટે જણાવ્યું કે 1997 બાદ જન્મેલા લોકો જેન ઝી કહેવાય છે. કોર્ટે ફરી કહ્યું કે તમે જેન ઝી નથી.