ઇનકાર સહન ન થયો! લગ્ન બીજે નક્કી થતાં પ્રેમી બન્યો કાતિલ, યુવતીને ખીણમાં ફેંકી રચ્યું આત્મહત્યાનું નાટક
Kolhapur Crime : જેની સાથે પાંચ-પાંચ વર્ષ સુધી જીવવા-મરવાના વાયદા કર્યા. જેની આંખોમાં પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપના હતા. એ જ હસતી-રમતી એન્જિનિયરિંગની વિદ્યાર્થિની એક જ ઝાટકે મોતના મોંમાં ધકેલાઈ જશે, એવું કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી એક એવો હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે આખા પંથકને ધ્રુજાવી દીધો છે.
Tarannum Naik : જેની સાથે પાંચ-પાંચ વર્ષ સુધી પ્રેમની કસમો ખાધી, જેની સાથે જીવવા-મરવાના વાયદા કર્યા, એ જ પ્રેમી એક પળમાં કાતિલ બની જશે. એવું મહારાષ્ટ્રની આ એન્જિનિયરિંગ વિદ્યાર્થિનીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. કોલ્હાપુરમાંથી એક એવો હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે પુણેના ચર્ચિત કેતન અગ્રવાલ હત્યાકાંડની યાદ અપાવે છે.
- 5 વર્ષનો પ્રેમ...અંજામ ખૌફનાક
- લગ્ન બીજે નક્કી થતાં બદલાઈ ગઈ કહાની
- મળવાના બહાને બોલાવી...
- ખીણ પાસે લઈ ગયો!
- ગુમ થયાની કહાની પાછળ મોટું રહસ્ય!
મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ભુદરગઢ તાલુકાનો આ એ જ શિવદાવ-નાઈકવાડી વિસ્તાર છે, જ્યાંથી 23 વર્ષની એન્જિનિયરિંગ વિદ્યાર્થિની તરન્નુમ નાઈકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવતાં આખો પંથક ધ્રૂજી ઉઠ્યો.
તરન્નુમ અચાનક ગુમ થઈ જતાં પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા પરંતુ કોઈને અંદાજો નહોતો કે કોલ્હાપુરના ગારગોટી સ્થિત અવધૂત કોલોનીમાં રહેતી આ માસૂમ દીકરી હવે આ દુનિયામાં નથી રહી. જેણે તેની જીંદગી છીનવી લીધી, તે બીજું કોઈ નહીં, પણ તેની જ સામે રહેતો અને પાંચ વર્ષથી દિલ લગાવી બેઠેલો તેનો પ્રેમી શ્રીપાદ દિનકર વડર હતો.
- લગ્ન બીજે નક્કી થતાં ખૂની ખેલ
- પ્રેમિકાને ખીણમાં ધકેલીને હત્યા
- 5 વર્ષના પ્રેમનો ખૌફનાક અંત
- મળવાના બહાને બોલાવી, હત્યા નિપજાવી
- ગુમ થયાની કહાની, ખીણમાં મળી લાશ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, તરન્નુમના પરિવારજનોએ તેના લગ્ન બીજે નક્કી કરી દીધા હતા, જેના કારણે તેણે શ્રીપાદ સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો અને તેનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. બસ, આ જ ઈનકાર પ્રેમી સહન ન કરી શક્યો.
શ્રીપાદે તેને સીધો ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો
શુક્રવારે સવારે 11 વાગ્યે શ્રીપાદે છેલ્લી વાર વાત કરવાના બહાને તરન્નુમને બોલાવી અને જબરદસ્તીથી શિવદાવ-નાઈકવાડીની ઊંડી ખીણ પાસે લઈ ગયો. ત્યાં તરન્નુમે સ્પષ્ટ કહી દીધું કે હવે આપણા રસ્તા અલગ છે અને આ સાંભળતા જ ઝનૂની બનેલા શ્રીપાદે તેને સીધો ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો. યુવતી નીચે પથ્થરો પર પટકાઈ અને ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું.
પ્રેમિકાને મોતના ઘાટ ઉતાર્યા પછી આ કાતિલ એટલો શાતિર નીકળ્યો કે તે પોતે જ સીધો ભુદરગઢ પોલીસ સ્ટેશન પહોંચી ગયો. ત્યાં જઈને તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે યુવતી ગુમ થઈ હોવાનું મોટું નાટક રચ્યું. એટલું જ નહીં, શરૂઆતમાં તેણે પોલીસ સામે એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે તરન્નુમે આત્મહત્યા કરી લીધી છે પણ કાયદાના હાથ લાંબા હોય છે.
નાટકબાજ કાતિલ ધ્રુજી ઉઠ્યો
પોલીસને તેની વાતો પર શંકા ગઈ અને જ્યારે કડક પૂછપરછ શરૂ થઈ, ત્યારે આ નાટકબાજ કાતિલ ધ્રુજી ઉઠ્યો અને પોતાની પ્રેમિકાને ખીણમાં ફેંકી હોવાની કબૂલાત કરી લીધી.
પ્રેમની આડમાં હેવાન બન્યો પ્રેમી
હાલ તો ભુદરગઢ પોલીસે આરોપી પ્રેમી શ્રીપાદ વડરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે ઘટનાસ્થળના પંચનામા અને ફોરેન્સિક પુરાવા એકત્ર કરી કાયદાકીય ગાળિયો વધુ મજબૂત કર્યો છે, જેથી પ્રેમની આડમાં હેવાન બનેલા આ કાતિલને સખતમાં સખત સજા અપાવી શકાય.
તો આ હતો ઈશ્ક અને દગાનો એ ખૂની ખેલ, જ્યાં ક્રોધના ચક્કરમાં એક માસૂમ જીંદગીનો ખીણમાં અંત લાવી દેવાયો. પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ તો ધકેલી દીધો છે, પણ સવાલ એ થાય છે કે પ્રેમમાં અંધ બનેલા આવા વિકૃત માનસિકતા ધરાવતા પ્રેમીઓ પર ક્યારે લગામ લાગશે?.