)
રાહુલ ગાંધીની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી PILમાં આઠ અરજદારોના નામ છે. તેમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સૌગત રોય, અખિલેશ યાદવ, તેજસ્વી પ્રસાદ યાદવ, સંજય રાઉત, એમ.એ. બેબી અને ડી. રાજાનો સમાવેશ થાય છે.
દિલ્હીમાં INDIA ગઠબંધનના નેતાઓ દ્વારા સુપ્રીમ કોર્ટ સુધીની પદયાત્રા શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધી સહિત આઠ નેતાઓ આ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે. અખિલેશ અને તેજસ્વી રાહુલ ગાંધીના ટ્રક પર તેમની સાથે જોડાયા છે. સુપ્રીમ કોર્ટ સુધીની આ યાત્રામાં વિશાળ જનમેદની ઉમટી પડી.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામેથી દીપડો પાંજરે પુરાયો છે. ધામણીયા ફળિયામાં મુકવામાં આવેલ પાંજરામાં અંદાજે 7 વર્ષનો દીપડો પાંજરે પુરાયો છે. વાલોડ પંથકમાં દીપડો દેખાતા વન વિભાગને જાણ કરાઈ હતી, જે બાદ વન વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી હતી.
ભાવનગર શહેરમાં અસામાજિક તત્ત્વોના વધતા આતંક વચ્ચે ચિત્રા ફુલસર વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. ગઈ મોડી રાત્રે ચિત્રા ફુલસર વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવી ત્રણ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. છરી, ધારિયાં, તલવાર અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરાતાં ત્રણ વ્યક્તિઓ ગંભીર ઇજા થઈ હતી. મારામારીની ઘટનામાં બોર તળાવ પોલીસે ઈજાગ્રસ્તોની પૂછપરછ કરી વધુ તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતમાં વધુ 25 ઔદ્યોગિક એકમોને સહાય મંજૂર કરવામાં આવી છે. 3903 કરોડ રૂપિયાના મૂડીરોકાણથી 8178થી વધુ નવી રોજગારીની તકોનું સર્જન થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઔદ્યોગિક નીતિ 2015 હેઠળ 22 એકમોને મંજૂરી આપવામાં આવી છે. તો આત્મનિર્ભર ગુજરાત યોજના 2022 હેઠળ ત્રણ મોટા એકમોને સહાય મંજૂર કરાઈ છે. ઓટોમોબાઇલ ટેક્સટાઇલ પ્લાસ્ટિક કેમિકલ સિરામિક અને મેટલ સહિતના ક્ષેત્રોને લાભ મળશે. અમદાવાદ, મોરબી, ભરૂચ, કચ્છ, વડોદરા, મહેસાણા, ખેડા અને સુરેન્દ્રનગરના ઉદ્યોગોને સહાય મળશે. નેટ એસજીએસટી, વ્યાજ સહાય અને ઇપીએફ રિઇમ્બર્સમેન્ટના સ્વરૂપમાં નાણાકીય પ્રોત્સાહન મળશે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...