)
નવરાત્રિ શરૂ થાય તે પહેલા જ પ્રસિદ્ધ ગાયક કીર્તિદાન ગઢવીના ગરબા માટે બનાવવામાં આવેલ ડોમ ધરાશાયી થયો હતો. જેના કારણે ખેલૈયાઓના મનમાં સવાલ હતો કે ગરબા એ જ સ્થળે યોજાશે કે કેમ ? ત્યારે હવે આ આ મામલે કીર્તિદાન ગઢવી અને તેમની ટીમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મૂળ સ્થળે જ ગરબા યોજાશે, પરંતુ હવે ડોમના બદલે ખુલ્લા મેદાનમાં ગરબા યોજાશે. ખુદ કીર્તિદાન ગઢવીએ વીડિયો જાહેર કરી ખેલૈયાઓને જાણકારી આપી હતી.
ભરૂચમાં ફરી નશાનો કાળો કારોબાર ઝડપાયોછે. પોલીસે અફીણ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ભરૂચ શહેર SOG પોલીસે શહેરના ભરચક વિસ્તાર એવા બાયપાસ ચોકડી નજીકથી એક શખ્સને 90 ગ્રામ ઉપરાંત અફીણના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે FSLની મદદ લઇ આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના આગલા દિવસે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. ગિફ્ટ સિટી સામેના બ્રિજના છેડે રોડ પરથી LCB-2એ દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. દારૂની 240 પેટીમાંથી કુલ 10,332 બોટલ મળી આવી છે. પોલીસે દારૂ સહિત કુલ રૂપિયા 92.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દવાઓના બોક્સની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે Zee 24 Kalak સાથે જોડાયેલા રહો...