SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State
LIVE NOW

Gujarat News Live: અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો 4.45 રૂ.નો વધારો, રીક્ષા ચાલકોનો આક્રોશ -છાશવારે કંપની ભાવમાં કરે છે વધારો

Gujarat Breaking News Live: આજે 23મી ઓક્ટોબરનો દિવસ છે. પંચાંગ પ્રમાણે વિક્રમ સંવત 2082 આસો સુદ બારસની તિથિ છે. આજ રોજ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી દરેક મહત્વની ઘટનાઓની પળેપળની અપડેટ્સ મેળવવા માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

Written By Viral Raval
Published: Oct 23, 2026, 08:49 AM IST | Updated: Oct 23, 2026, 10:11 AM IST
Join


Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ-વિદેશમાં અનેક મોટી ઘટનાઓ બની રહી છે, જેમાં મોટા અકસ્માતો, ગુજરાતના હવામાનના સમાચાર અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ તેમજ લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ અપડેટ્સ માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો...

23 Oct 2026, 10:11 AM

Gujarat News Live: CNG ના ભાવ વધારા સામે રીક્ષાચાલકો મેદાને પડ્યા

અદાણી ગેસે સીએનજીના ભાવમાં તોતિંગ પ્રતિ કિલો 4.45 રૂપિયાનો વધારો  કરતા હવે CNG ના ભાવ વધારા સામે રીક્ષાચાલકો મેદાને પડ્યા છે.  ઓટોરીક્ષા એસોસિએશનના લોકોએ મેમનગર ખાતે સૂત્રોચ્ચાર કર્યા. અદાણી કંપની છાશવારે ભાવ વધારો કરતી હોવાનો રીક્ષાચાલકોનો આક્ષેપ છે. અદાણી સિવાય પણ અન્ય ગેસ કંપનીઓ અમદાવાદમાં લાવવા રીક્ષાચાલકોની માંગ. અમદાવાદમાં માત્ર અદાણી ગેસ મળતો હોવાથી ગેસ કંપનીઓ વચ્ચે સ્પર્ધા નહી. વર્ષમાં અંદાજિત 20 રૂપિયાનો ભાવ વધારો થયો છે.

 

23 Oct 2026, 9:04 AM

Gujarat News Live: CNGના ભાવમાં તોતિંગ વધારો

અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹4.45 નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹4.45નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લા અઢી મહિના (84 દિવસ) ની ટૂંકી અવધિમાં જ સીએનજીના ભાવમાં સીધો ₹8 કરતાં વધુનો વધારો નોંધાયો છે.

23 Oct 2026, 8:52 AM

Gujarat News Live: PM મોદીનો ગુજરાત પ્રવાસ અને રાષ્ટ્રીય એકતા દિવસ

પીએમ મોદીનો ગુજ પ્રવાસ. 30-31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગર (કેવડિયા) ની મુલાકાતે આવશે.  કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને એકતા નગર પહોંચી તૈયારીઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું.  સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થશે.  નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા 'આનંદમઠ' નાટક અને સાંસ્કૃતિક શો યોજાશે.તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ. 

23 Oct 2026, 8:52 AM

Gujarat News Live: રાજકોટમાં ભેજાબાજ બૂટલેગરનો જબરો કિમીયો, સોડાના મશીનનો ઉપયોગ

રાજકોટમાં ભેજાબાજ બૂટલેગરનો નવો કીમિયો સામે આવ્યો. મશીનમાં સોડાને બદલે દેશી દારૂ ભરી કરવામાં આવતું હતું વેચાણ. મવડી વિસ્તારના મારૂતિનંદન સોસાયટીની આ ઘટના. રાજકોટ PCBએ 225 લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો. છેલ્લા ઘણા સમયથી સોડાના મશીનમાં થતું હતું દારૂનું વેચાણ. મહેન્દ્ર ઉકડિયાને ઝડપી પાડ્યો જ્યારે યોગીરાજસિંહ ગોહિલ ફરાર થઈ ગયો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. 

23 Oct 2026, 8:51 AM

Gujarat News Live: રિચી રિચ કેસ, ભાગેડુ ભાવિક ગજ્જરનો નવો વીડિયો સામે આવ્યો

ભાગેડુ ભાવિક ગજ્જરનો નવો વીડિયો આવ્યો સામે. કહ્યું કે ન્યૂઝ ચેનલો અલગ-અલગ બાબતો ચલાવી રહી છે. પરંતુ કોઈ પણ ન્યૂઝ ચેનલ ઓરિજિનલ સીસીટીવી ફુટેજની માંગ કેમ નથી કરી રહ્યા? હજુ સુધી ડીવીઆર જમા કેમ નથી થયું અને ઓરિજિનલ સીસીટીવી ફુટેજ કેમ બહાર નથી આવી રહ્યા?  રાજકારણીઓ, પોલીસનો સપોર્ટ અને ન્યૂઝ વાળા પાછળ થતા ખર્ચો કરે છે તેવો ફરિયાદ પરિવાર પર આક્ષેપ કર્યો. આ બધું બંધ કરીને ઓરિજિનલ સીસીટીવી ફુટેજ બહાર લાવવામાં આવે જેથી કરીને બનાવની ખરી હકીકત શું હતી તે સૌની સામે આવી શકે. મુખ્યમંત્રી , ગૃહ મંત્રી , પોલીસ કમિશનર સાહેબ, અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને નમ્ર અપીલ કે આ ઘટનાના ઓરિજિનલ સીસીટીવી ફુટેજ જાહેર કરવામાં આવે.

23 Oct 2026, 8:51 AM

Gujarat News Live: લિવ-ઈન અને ખોટા વચન અંગે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

સંમતિથી લિવ-ઈનમાં રહ્યા બાદ અલગ થતાં પુરુષ સામે દુષ્કર્મનો ગુનો ન બને. 21 વર્ષે લગ્ન કરવાની શરત કાયદાકીય રીતે ગેરકાયદે હોવાનું કોર્ટે સ્પષ્ટ કર્યું.   આરોપી પુરુષને નિર્દોષ છોડાવતા નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો. પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી કરાર કરીને સાથે રહે તો બાદમાં બળાત્કારનો આરોપ ન લગાવી શકાય.bખોટા વચનના આધારે દાખલ કરાતી ફરિયાદો સામે હાઇકોર્ટે મહત્વનું કાનૂની વલણ સ્પષ્ટ કર્યું. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES