SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Health Tips: દિવાળી પછી ઝડપથી ફેલાય છે આ બીમારી, જાણો દિવાળી પછી સ્વસ્થ રહેવા શું કરવું ?

Health Tips: દિવાળી પર ફોડવામાં આવેલા ફટાકડાથી ફક્ત પ્રદૂષણ વધે છે એવું નથી. પ્રદૂષણની સાથે બીમારીઓ પણ વધે છે. દિવાળીની ઉજવણી પછી કેટલીક બીમારીઓ ઝડપથી ફેલાવા લાગે છે.

Written By Krupa Shah
Published: Nov 09, 2026, 11:56 AM IST | Updated: Nov 09, 2026, 12:05 PM IST
Join

Health Tips: દિવાળીના તહેવારની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થાય છે. મોટાભાગના શહેરોમાં દિવાળીની રાત્રે ખૂબ ફટાકડા ફુટે છે. ફટાકડાના કારણે દિવાળીની રાતથી જ વાયુ પ્રદૂષણ વધી જતું હોય છે. જેના કારણે દિવાળી પછીના થોડા દિવસ દરમિયાન કેટલીક બીમારીઓ ફેલાવાનું જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગ પ્રતિકારક શક્તિ હોય તેમના પર બીમારીનું જોખમ વધે છે.

આ પણ વાંચો: Skin Cancer: ચામડીમાં થતા આ ફેરફારને સામાન્ય ન સમજો, ખાસ તો લાલ નિશાન દેખાય તો તુરંત પહોંચો ડોક્ટર પાસે

ફટાકડાના કારણે વાયુ પ્રદૂષણ થાય છે અને સાથે જ ફટાકડામાંથી નીકળતો દારુ અને ધૂળના બારીક કણ શ્વાસમાં જવાથી કેટલીક સમસ્યા પણ વધી જાય છે. એટલે જ તો દિવાળી પછીના થોડા દિવસો દરમિયાન કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા વધી જાય છે. દિવાળી પછી કઈ બીમારી વધારે ફેલાય છે ચાલો તમને જણાવીએ.

દિવાળી પછી ફેલાતી બીમારીઓ

આ પણ વાંચો: બેભાન વ્યક્તિના મોં પર પાણી છાંટવું જોખમી, જાણો વ્યક્તિને ભાનમાં લાવવા સૌથી પહેલા શું કરવું ?

આંખની સમસ્યાઓ

ફટાકડાના કારણે જે ધૂમાડો અને પ્રદૂષણ થાય છે તે આંખને નુકસાન કરી શકે છે. આંખમાં ધુમાડો જવાના કારણે ઘણા લોકોને આંખમાં બળતરા, આંખ લાલ થઈ જવી, આંખમાં ખંજવાળ આવવા જેવી સમસ્યાઓ થવા લાગે છે.

એલર્જી

ફટાકડાના કારણે જે પ્રદૂષણ થયું હોય છે તેના કારણે એલર્જીના કેસ પણ વધી જાય છે. ગળામાં ધૂમાડો જવાના કારણે ઉધરસ આવવી, શરદી થઈ જવી, સ્કિનમાં એલર્જી થવા જેવી તકલીફો વધી જાય છે.

આ પણ વાંચો: Strong Bone: નબળા હાડકા પણ એક મહિનામાં થઈ જાય લોખંડ જેવા મજબૂત, આ 3 સફેદ વસ્તુનો પાવડર પીવાનું શરુ કરો

માથામાં દુખાવો

પ્રદૂષણના કારણે ઘણા લોકોને માથામાં દુખાવો, થાક લાગવો, ચક્કર આવવવા જેવી તકલીફો પણ રહે છે. હવામાં રહેલા બારીક કણ હાર્ટને પણ નુકસાન કરી શકે છે. હાર્ટ પેશન્ટ હોય તેમણે દિવાળીમાં ખાસ તકેદારી રાખવી જોઈએ.

શ્વાસ સંબંધિત બીમારીઓ

દિવાળી પછીના થોડા દિવસ દરમિયાન ફટાકડાના ધૂમાડાના કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. ફટાકડાના કણ અને પ્રદૂષણ શ્વાસ મારફતે ફેફસા સુધી પહોંચી જાય છે. જેના કારણે અસ્થમા અને સીઓપીડીના દર્દીઓની સમસ્યા વધી શકે છે.

દિવાળી પછી કઈ વાતોનું ધ્યાન રાખવું ?

દિવાળી પછીના થોડા દિવસો સુધી કેટલીક વાતોની ખાસ તકેદારી રાખવી જોઈએ. જેમકે ઘરની બહાર નીકળો ત્યારે સારી ક્વોલિટીનું અને ફિટિંગવાળુ માસ્ક પહેરવું. આંખની સુરક્ષા માટે ચશ્મા પહેરવા. ખુલ્લામાં મળતી ખાવાપીવાની વસ્તુઓ ખાવાનું ટાળવું. જો છાતીમાં દુખાવો, આંખમાં બળતરા જેવી તકલીફો વધી જાય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES