આજના સમયમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ સુગરની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળી રહી છે. તેના કોઈ એક કારણ નથી, કારણ કે ખાનપાનમાં ફેરફાર, શારીરિક ગતિવિધિનો અભાવ, ઓછી ઊંઘ કે પછી વધેલું વજન તેના માટે જવાબદાર હોઈ શકે છે. પરંતુ સુગરને કંટ્રોલ કરવા માટે રોજિંદી આદતો પર ધ્યાન આપવું જરૂરી છે. જો તમને ડાયાબિટીસ છે અને તમે દવા લેવાનું બંધ ન કરો. યોગ્ય સારવાર લઈને ડાયાબિટીસના ટાઇપ અને બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. તેને લઈને MBBS ડોક્ટર શાલિની સિંહ સોલંકીનું કહેવું ચે કે દવા વગર પણ સુગરને કંટ્રોલ કરી શકાય છે.
ઇસબગુલનું સેવન કરવું
એક્સપર્ટનું કહેવું છે કે સુગરને કંટ્રોલ કરવા માટે ઇસબગુલ ઉપયોગી છે. તમે ડિનર કરવાની 30 મિનિટ પહેલા હુંફાળા પાણીમાં ઇસબગુલ નાખી પી શકો છો. તેનાથી તમને આરામ મળશે અને સુગર કંટ્રોલ રહેશે.
ડિનર જલ્દી અને હળવું કરવું
રાતનું ભોજન જલ્દી અને હળવું કરવું જોઈએ. તમે રાતના ભોજનમાં દાળ કે શાકભાજી સામેલ કરી શકો છો. ઓછા મસાલાવાળા ભોજનથી ફાયદો થાય છે. બાકી રોટલી અને ભાતની માત્રા ઓછી રાખો, જેથી સૂવામાં કોઈ સમસ્યા ન થાય.
રાત્રે ભોજન બાદ ચાલવું
ભોજન કર્યા બાદ લગભગ અડધો કલાક વોક પર જાવો. તમે ધીમે-ધીમે ચાલો. તેનાથી તમને ફાયદો થઈ શકે છે અને સુગર પણ કંટ્રોલમાં રહેશે. જો તમને કોઈ સમસ્યા હોય તો એક્સસાઇઝ કરતાં પહેલા ડોક્ટરની સલાહ લો.
તજનું પાણી
રાત્રે સૂતા પહેલા એક કપ કે પછી એક ગ્લાસ તજનું પાણી પીવો. જો તમને તેનો સ્વાદ પસંદ ન આવે તો આદુ અને હળદરનો ઉકાળો તમારા રૂટીનમાં સામેલ કરી શકો છો. તેનાથી ન માત્ર પેટની ચરબી ઘટશે, પરંતુ સુગર લેવલમાં પણ ફાયદો થશે.
રાત્રે સૂવાનો સમય નક્કી કરવો
રાત્રે લગભગ 11 વાગ્યા સુધી સૂઈ જાવ અને 7-8 કલાકની ઊંઘ લો. તેનાથી ન માત્ર તમને ફાયદો થશે, પરંતુ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહેશે. તમે નિયમિત રૂપથી યોગ્ય રૂટીન અપનાવો અને તમારા સ્વાસ્થ્યમાં સુધારાનો અનુભવ કરો.