SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

સવારમાં પલંગમાંથી ઉતરતી વખતે એડી અને તળિયામાં દુખાવો કેમ થાય છે? જાણો કારણો અને ઉપાય

પગમાં દુખવો થવો એક સાધારણ સમસ્યા છે, પરંતુ જો દરરોજ સવાર ઉઠી પગના તળિયામાં દુખાવો થાય છે, તો તે પ્લાન્ટર ફેસિઆઇટિસનો સંકેત હોઈ શકે છે. જાણો તેના લક્ષણ, સારવાર અને જરૂરી જાણકારી.

Written By Gokani Dhaval
Published: Oct 13, 2026, 01:40 PM IST | Updated: Oct 13, 2026, 01:42 PM IST
Join

સવારે ઊંઘ ઉડ્યા બાદ બેડ પરથી ઉતરવાની સાથે પગના તળિયામાં દુખાવો થવો ઘણા લોકો માટે સામાન્ય મુશ્કેલી છે. કેટલાક લોકોને એડીમાં કંઈક ખુંચે તેવું લાગે છે, તો કેટલાકના તળિયામાં ખેંચ આવે છે. શરૂઆતમાં આ દુખાવો થોડું ચાલવાની સાથે ઓછો થઈ જાય છે, પરંતુ લાંબા સમય સુધી ઉભા રહેવા કે ચાલવા પર ફરી દુખાવા થાય તો આવા લક્ષણોનું કારણ પ્લાન્ટર ફેસિઆઇટિસ હોઈ શકે છે.

પરંતુ દરેક મામલામાં દુખાવાનું કારણ આવું હોય તે જરૂરી નથી. ક્યારેક લાંબા સમય સુધી ઉભા રહેવા કે ખોટા જૂતા પહેરવા પર પણ થઈ શકે છે. તેવામાં જાણો પગના તળિયામાં થનાર દુખાવાનું કારણ અને કઈ વાતનું ધ્યાન રાખવાથી આ મુશ્કેલી થશે નહીં.

પ્લાન્ટર ફેસિઆઇટિસ હોઈ શકે છે મુખ્ય કારણ
પગના તળિયામાં એક મજબૂત ફાઇબરેસ ટિશ્યુ હોય છે, જેને પ્લાન્ટર ફેસિયા કહેવાય છે. તે એડીના હાડકાને પગની આંગળીઓ સાથે જોડે છે અને ચાલવા સમયે શરીરનો ભાર સંભાળવામાં મદદ કરે છે. જ્યારે આ ટિશ્યુ પર વારંવાર વધુ દબાવ પડે છે, તો તેમાં બળતરા અને નાના-નાના નુકસાન થઈ શકે છે. આ સ્થિતિને પ્લાન્ટર ફેસિઆઇટિસ કહેવામાં આવે છે. તેમાં સવારે ઉઠી પ્રથમ પગ રાખવા એડી કે તળિયાના નીચેના ભાગમાં દુખાવો થઈ શકે છે. તો થોડું ચાલ્યા બાદ આ દુખાવો ઓછો થાય છે પરંતુ લાંબા સમય સુધી ઉભા રહ્યાં બાદ ફરી દુખાવાનો અનુભવ થઈ શકે છે.

આ પણ વાંચોઃ સીપીઆર (CPR) ક્યારે આપવું અને ક્યારે નહીં? જાણો જીવન બચાવવાની સાચી રીત

ખોટા ચપ્પલ-શૂઝ પહેરવા
પગમાં દુખાવાનું કારણ ખોટા ફૂટવેર પણ હોઈ શકે છે. ખુબ કડક તળિયાવાળા ચપ્પલ, પર્યાપ્ત કુશનિંગ ન આપનાર શૂઝ કે પગમાં યોગ્ય સહારો ન આપનાર ફૂટવેર તળિયા પર દબાવ વધારે ચે. ખાસ કરી જો તમે લાંબા સમય સુધી ઉભા રહો છો કે કડક ફર્શ પર ચાલો છો તો મુશ્કેલી વધી શકે છે. તેનાથી બચવા માટે એવા જૂતા પહેરો, જેમાં તળિયાને પર્યાપ્ત કુશનિંગ મળે અને પગમાં વચ્ચે સહારો મળી શકે.

લાંબા સમય સુધી ઉભા રહેવું અને વજન વધવું
જો તમારૂ કામ એવું છે, જેમાં કલાકો સુધી ઉભા રહેવું કે સતત ચાલવું પડે છે, તો પગના તળિયા પર વધારાનો ભાર પડે છે. આ રીતે શરીરનું વજન વધવા પર પણ પણ પગે વધુ ભાર ઉપાડવો પડે છે. તેનાથી એડી અને તળિયાના ટિશ્યુ પર તણાવ વધે છે અને સવારે દુખાવાનો અનુભવ થાય છે. આ સિવાય અચાનક દોડવાનું શરૂ કરવું, કઠીન એક્સરસાઇઝ કે લાંબા સમય સુધી શારીરિક ગતિવિધિથી દૂર રહ્યાં બાદ એકદમ વધુ ચાલવાથી પણ દુખાવાનો અનુભવ થાય છે.

આ વાતનું રાખો ધ્યાન
પલંગમાંથી ઉઠતા પહેલા સ્ટ્રેચિંગ કરો અને પગની આંગળીઓને ધીમે-ધીમે પોતાની તરફ ખેંચો અને થોડી સેકેન્ડ થોભો. જો આવું કરવાથી દુખાવો વધે છે તો સ્ટ્રેચિંગ રોકી દો. આરામદાયક ફૂટવેર પહેરો, ઘરમાં પણ કઠોર ફર્શ પર ઉઘાડા પગે ચાલવાથી બચો. વધુ દુખાવો થાય છે તો કપડામાં બર્ફ લપેટી દુખાવો થાય ત્યાં 10+-15 મિનિટ સુધી રાખો.

આ પણ વાંચોઃ સર્વાઇકલ કેન્સરના પ્રારંભિક લક્ષણો ઓળખો: મહિલાઓ આ સામાન્ય સંકેતોને નજરઅંદાજ ન કરે

ક્યારે ડોક્ટરને દેખાડવું જરૂરી છે?
જો તમારા પગમાં સતત દુખાવો રહે છે અને ચાલવામાં પણ મુશ્કેલી થવા લાગે છે, તો ડોક્ટરને દેખાડવું જોઈએ. જો ઘરેલું ઉપાયથી રાહત મળી રહી નથી અને પગમાં સોજા અને અન્ય લક્ષણ જોવા મળે છે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES