Travel Tips: ઉદયપુર-જયપુર છોડો, દિવાળીની રજામાં એક્સપ્લોર કરો રાજસ્થાનની આ ઓફબીટ જગ્યાઓને
Travel Tips: દિવાળીના વેકેશનમાં ગુજરાત નજીક કોઈ સારી જગ્યાએ ફરવા જવું હોય તો તમે રાજસ્થાનની આ ઓફબીટ જગ્યાઓએ જઈ શકો છો. રાજસ્થાનમાં મોટાભાગે લોકો ઉદયપુર, જયપુર ફરવા જાય છે. પણ રાજસ્થાનની આ જગ્યાઓ પણ એક્સપ્લોર કરવા જેવી છે.
Travel Tips: દિવાળીની રજાઓમાં ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો રાજસ્થાન ફરવા જાય છે. ગુજરાતની નજીક આવેલા રાજસ્થાનમાં મોટાભાગે લોકો આબુ, ઉદયપુર, જયપુર, જેસલમેર સહિતની જગ્યાઓએ ફરવા જાય છે. કારણ કે મોટાભાગના લોકોને લાગે છે કે રાજસ્થાનમાં આ જ જગ્યાઓ ફરવા જેવી છે. પરંતુ એવું નથી, રાજસ્થાનમાં અનેક એવી જગ્યા છે જે એક્સપ્લોર કરવા જેવી છે. આજે તમને રાજસ્થાનની આવી જ અજાણી જગ્યાઓ વિશે જાણકારી આપીએ.
દિવાળીની રજાઓમાં તમારે રાજસ્થાનમાં આવેલી નવી જગ્યાઓને એક્સપ્લોર કરવી છે તો અહીં જવાનો પ્લાન બનાવો. તમને કંઈક નવો અનુભવ થશે.
બૂંદી
રાજસ્થાનમાં આવેલું બૂંદીમાં તમને ખરેખર રાજસ્થાન શું છે જોવા મળશે. અહીંનું અદ્ભુત આર્કિટેકચર, શાંત વાતાવરણ અને કલ્ચર તમારી રજાઓને બેસ્ટ બનાવી દેશે. જો તમને શહેરની ચમકદમક નહીં પણ ઓથેંટિક રાજસ્થાન જોવું છે તો બૂંદીની મુલાકાત લો. અહીંના જૂના મહેલ, વાવડી, કિલ્લા, રાજસ્થાની પરંપરા દર્શાવતી બજારો આ જગ્યાને ખાસ બનાવે છે.
જવાઈ
રાજસ્થાનના પાલી જિલ્લામાં સુમેરપુર પાસે જવાઈ આવેલું છે. જવાઈ ગ્રેનાઈટના પર્વત અને લેપર્ડ સફારી માટે ફેમસ છે. જવાઈ ભારતની એવી સફારી છે જેમાં કોઈપણ પ્રકારની ફેંસિંગ નથી. ખુલ્લા જંગલના વિસ્તારમાં દીપડા જોવાની મજા અહીં માણવા મળશે. શિયાળાની શરુઆતમાં અહીં તમને દીપડા સાથે ફ્લેમિંગો, ક્રેન, પેલિકન જેવા પક્ષીઓની 100 થી વધુ પ્રજાતી જોવા મળશે. જવાઈમાં મગર, રીંછ સહિતના પ્રાણીઓ પણ જોવા મળશે.
આ પણ વાંચો: ઓછા ખર્ચે ગોવા જેવી મજા, ગુજરાતના આ 5 બીચ ડેસ્ટિનેશન દિવાળી વેકેશન માટે છે બેસ્ટ ઓપ્શન
ભરતપુર
ભરતપુર પણ વાઈલ્ડ લાઈફ, બર્ડ વોચિંગ માટે બેસ્ટ જગ્યા છે. જો તમે પરિવાર સાથે કુદરતની નજીક સમય પસાર કરવા માંગો છો તો ભરતપુરની મુલાકાત અચૂક લો. અહીંનું આકર્ષણ કેવળાદેવ નેશનલ પાર્ક છે જે બર્ડવોચિંગ માટે ફેમસ છે. શિયાળાની શરુઆતમાં અહીં વાતાવરણ પણ સારું હોય છે.
અલવર
રાજસ્થાનનું અલવર પણ એક્સપ્લોર કરવા જેવું છે. અહીં અલગ અલગ કિલ્લા, વાઈલ્ડ લાઈફ અને તળાવો જોવા મળશે. અહીંના વિશાળ કિલ્લા જોવા જેવા છે. કિલ્લા પરથી અલવરનો નજારો અદ્ભુત લાગે છે. જો તમે વીકેન્ડ માટે રાજસ્થાન જાવ છો તો અલવર સારી જગ્યા છે.
દિવાળીના વેકેશનમાં કે પછી ક્યારેય પણ રાજસ્થાન ફરવા જવાનું થાય તો દર વખતે ઉદયપુર, જયપુર અને આબુ સહિતની એક જ જગ્યાએ ફરવા જવાને બદલે રાજસ્થાનની આ જગ્યાઓને એક્સપ્લોર કરી તમારી રજાઓને યાદગાર બનાવજો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)