• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Cooking Hacks: કુકરમાં પણ ભાત છુટા બનશે, અહીં દર્શાવેલા 4 સ્ટેપ ફોલો કરી ચોખા બાફવા મુકજો

Cooking Hacks: કુકરમાં પણ ભાત છુટા બનશે, અહીં દર્શાવેલા 4 સ્ટેપ ફોલો કરી ચોખા બાફવા મુકજો

Rice Cooking Hacks: કુકરમાં બાફેલા ભાત પણ એકદમ છુટા થાય તેવી ટ્રિક આજે તમને જણાવીએ. જ્યારે પણ ચોખા બાફવા મુકો ત્યારે આ 4 સ્ટેપ્સ ફોલો કરજો. આ રીતે ચોખા બાફશો તો કુકરમાં પણ ભાત છુટા બનશે.

Written ByKrupa Shah
Published: Nov 20, 2026, 13:40 IST|Updated: Nov 20, 2026, 13:43 IST
joinshare
Cooking Hacks: કુકરમાં પણ ભાત છુટા બનશે, અહીં દર્શાવેલા 4 સ્ટેપ ફોલો કરી ચોખા બાફવા મુકજો

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
સિંહોના મોત અને 2027ની ચૂંટણીના લોબિંગથી લઈને પોલીસ ભરતી અને પંજાબ ગઠબંધન સુધી, આજના 6 મોટા સમાચાર

સિંહોના મોત અને 2027ની ચૂંટણીના લોબિંગથી લઈને પોલીસ ભરતી અને પંજાબ ગઠબંધન સુધી, આજના 6 મોટા સમાચાર

2

દેવ દિવાળીથી આ 5 રાશિઓના શરૂ થયા અચ્છે દિન, અધૂરા કામ થશે પુરા, અચાનક થશે ધનલાભ!

3

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી અને ધુમ્મસનો કહેર, દક્ષિણમાં વરસાદની આગાહી; આગામી 4 દિવસમાં ઠંડી હજુ વધશે

4

રાજકોટ જિલ્લા પંચાયતના ₹36 કરોડના નવા ભવનમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલી: જૂના સળિયા, હલકી સામગ્રી મળતા વિવાદ

5

અધધ! 28 સિક્સ, 7 ફોર અને 204 રન... સૂર્યવંશીએ માત્ર 52 બોલમાં ફટકારી બેવડી સદી, તૂટ્યા અનેક રેકોર્ડ

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rice Cooking Hacks: 99% ઘરોમાં ભાત રોજ બને છે. મોટાભાગે મહિલાઓ કુકરમાં દાળ અને ભાત એક સાથે બાફવા મૂકે છે. બાફવાની આ પ્રક્રિયા દરમિયાન ભાત ઘણી વખત ચોંટી જાય છે અથવા તો વધારે ગળી જાય છે. જેના કારણે કુકરમાં બાફેલા ભાત છુટ્ટા થતા નથી. જો તમારી સાથે પણ આવું થાય છે કે કુકરમાં બાફેલા ભાત એકદમ ચોંટી જાય છે તો તેનો સરળ રસ્તો આજે તમે જાણી લો. અહીં તમને ચાર એવા સ્ટેપ જણાવ્યા છે જેને ફોલો કરશો તો કુકરમાં બાફેલા ભાત પણ એકદમ છુટા થશે.

કુકરમાં ચોખા બાફવાનો મોટો ફાયદો એ છે કે તેમાં સમયનો બચાવ થાય છે અને ભાત ઝડપથી તૈયાર થઈ જાય છે. પરંતુ ભાત બાફતી વખતે મોટાભાગે ભાત ચોંટી જાય છે. આવું ન થાય તેના માટે શું કરવું આજે તેની ટ્રિક જાણી લો. આ ટ્રીક અપનાવીને કુકરમાં ભાત બાફશો ત્યારે ભાત એકદમ છુટા બનશે.

કુકરમાં છુટા ભાત બનાવવાની રીત

આ પણ વાંચો: Fermented Amla: આજે જ હળદર-મીઠાના પાણીમાં પલાળી દો આમળા, ખાવાથી થશે અનેક ફાયદા

પહેલું સ્ટેપ

કુકરમાં છુટા ભાત બનાવવા હોય તો સૌથી પહેલું સ્ટેપ છે ચોખાને પાણીથી બરાબર સાફ કરો. ચોખાને પાણીથી ત્યાં સુધી સાફ કરો જ્યાં સુધી ચોખાનું સફેદ પાણી નીકળતું બંધ થઈ જાય. ચોખા ધોયા પછી પાણી એકદમ ચોખ્ખું દેખાય ત્યાં સુધી ચોખાને સાફ કરવા જેથી તેની ઉપરનો સ્ટાર્ચ ઓછો થઈ જાય.

બીજું સ્ટેપ

કુકરમાં છુટા ભાત બાફવા હોય તો તેનું બીજું સ્ટેપ છે ચોખાને પાણીમાં પલાળવા. ચોખાને કુકરમાં બાફવા મૂકો તે પહેલા પાણીમાં પલાળવા જરૂરી હોય છે. ચોખાને ઓછામાં ઓછી 20 મિનિટ અને વધુમાં વધુ 30 મિનિટ સુધી પાણીમાં પલાળવા જરૂરી છે. આ સ્ટેપ ફોલો કરવાથી ભાત ફક્ત બે સીટીમાં બની જશે

આ પણ વાંચો: Gud Kumkum Mehndi: હથેળી પર ચઢશે એકદમ ડાર્ક રંગ, કંકુ અને ગોળથી ઘરે જ બનાવો ખાસ મહેંદી

ત્રીજું સ્ટેપ

કુકરમાં ચોખા બાફવાનું આ ત્રીજું સ્ટેપ સૌથી વધારે મહત્વનું છે. ત્રીજું સ્ટેપ છે પાણી અને ઘી ઉમેરવા. કુકરમાં પણ ચોખા છૂટા રહે તે માટે પાણીનું માપ અને ઘી જરૂરી છે. ઘી ઉમેરવાથી ભાતના દાણા એકબીજા સાથે ચોંટશે નહીં. પાણીનું માપ ચોખા કરતા બમણું લેવું. જો તમે એક કપ ચોખા લીધા હોય તો તે બે કપ પાણી ઉમેરો.

ચોથું સ્ટેપ

પાણી અને ઘી ઉમેર્યા પછી કુકરનું ઢાંકણ બંધ કરીને મીડીયમ ગેસ પર કુકરમાં બે સીટી વગાડો. બે સીટી થાય પછી ગેસ બંધ કરી દો. જો તમે ઉપરના ત્રણ સ્ટેપ ફોલો કર્યા હોય તો કુકર બે સીટી પછી તુરંત બંધ કરી દેજો. બે સીટી પછી ભાતને વરાળમાં બરાબર કુક થવા દેવા. જ્યારે કૂકરનું પ્રેશર રિલીઝ થઈ જાય ત્યારે કુકર ખોલવું અને ચોખાને હળવા હાથે હલાવી લેવા.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:
recipe