Rangoli Sticker: ગયા વર્ષે લગાવેલા રંગોળી સહિતના સ્ટિકર કાઢવાનો સરળ ઉપાય, ટાઈલ્સ પરથી ગ્લુના ડાઘ પણ નીકળી જશે
Rangoli Sticker Removal Hack: દિવાળી પર ઘરના મુખ્ય દરવાજા પર લગાવેલા લક્ષ્મીજીના પગલા, લાભ-શુભ, રંગોળીના સ્ટિકર કાઢવાની સૌથી સરળ રીતો અહીં જણાવેલી છે. આ રીતે સ્ટિકર કાઢશો તો ટાઈલ્સ પર કાળો ડાઘ પણ નહીં દેખાય.
Rangoli Sticker Removal Hack: દર વર્ષે ઘરના દરવાજા પર, ઉંબરા પર સુશોભન કરવામાં આવે છે. જેમાં શુભ-લાભ, સ્વસ્તિક, રંગોળી, લક્ષ્મીજીના પગલા વગેરેના સ્ટિકર પણ મુખ્ય દરવાજા પર લગાડવામાં આવે છે. હવે દિવાળી આવી ગઈ છે તો ગયા વર્ષના સ્ટિકર કાઢી નવા સ્ટિકર લગાડવાનું થશે. તો ચાલો તમને જણાવીએ એક વર્ષથી ટાઈલ્સ કે દરવાજા પર ચોંટેલા સ્ટિકરને કાઢવાની એવી રીત કે જેમાં ટાઈલ્સ કે દરવાજા પરથી સ્ટિકર અને તેના ગ્લુના ડાઘ બધું જ નીકળી જશે.
આ પણ વાંચો: Crack Heel Remedy: ફટાફટ મટવા લાગશે એડીમાં પડેલા ચીરા, આ ઘરેલુ ઈલાજ છે પગના વાઢિયાનો રામબાણ ઈલાજ
દિવાળી પર લગાવવામાં આવતા સ્ટિકર થોડા સમય પછી ટાઈલ્સ અને દરવાજા પર એવા ચોંટી જાય છે કે તેની ડિઝાઈન ઝાંખી થઈ જાય કે ઘસાઈને નીકળી જાય પણ સ્ટિકર ચોંટેલું રહી જાય છે. આવા સ્ટિકરને ઘસીને કાઢો તો લાકડા પર કે ટાઈલ્સ પર ડાઘ કે સ્ક્રેચ પડી જાય છે. એટલા માટે જ મહિલાઓ એવા રસ્તા શોધતી હોય છે જેનાથી સ્ટિકર સરળતાથી ઉખડી જાય અને ટાઈલ્સ ખરાબ પણ ન થાય.
રંગોળીના સ્ટિકર કાઢવાની રીત
આ પણ વાંચો: Mosquito Net Cleaning: મચ્છર જાળી સાફ કરવાની સરળ રીત, ઝીણામાં ઝીણી જાળી પણ એકવારમાં ક્લીન થઈ જશે
વિનેગર
કોઈપણ જગ્યાએ લગાવેલા સ્ટિકર કાઢવા હોય તો વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે સ્ટિકર કવર થઈ જાય તેવું કપડું લેવું અને તેને વિનેગરથી પલાળવું. વિનેગર વાળું કપડું સ્ટિકર પર રાખી દો. 10 મિનિટ સ્ટિકરને કપડા વડે ઢાંકી રાખો. ત્યારબાદ કપડા વડે સ્ટિકરને થોડું ઘસો. સ્ટિકર તુરંત નીકળી જશે.
સાબુ
જમીન પર લગાવેલું રંગોળીનું સ્ટિકર કાઢવામાં સાબુનું ગરમ પાણી પણ ઉપયોગી છે. સાબુવાળા પાણીને થોડું ગરમ કરી સ્ટિકર પર છાંટી દો. ગરમ પાણીના કારણે સ્ટિકરનું ગ્લુ નીકળવા લાગશે અને પછી સ્ટિકર સરળતાથી નીકળી જશે.
આ પણ વાંચો: Lifehacks: લીલું મરચું તીખું લાગી જાય તો પાણી ન પીવો, આ વસ્તુ ખાવી, બળતરાથી તુરંત રાહત થશે
હેર ડ્રાયર
સ્ટિકરને 5 મિનિટમાં કાઢવાનો સૌથી સરળ અને દરેકને ફાવે તેવો ઉપાય છે હેર ડ્રાયર. જો તમારી પાસે હેર ડ્રાયર છે તો તેને હોટ એર પર સેટ કરો અને પછી ડ્રાયરની ગરમ હવા સ્ટિકરની ચારેતરફ જાય તે રીતે ડ્રાયર સ્ટિકર પર ફેરવો. 5 મિનિટમાં સ્ટિકર જાતે જ જમીન પરથી ઉખડી જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)