Shakkarpara Recipe: હવે ઘરે પણ બનશે બજાર જેવા જ ટેસ્ટી અને કરકરા શક્કરપારા, આ રહ્યું પરફેક્ટ માપ અને રીત
Shakkarpara Recipe: ગળ્યા શક્કરપારા બાળકોને અતિપ્રિય હોય છે. શક્કરપારામાં લોટ, ખાંડ અને ઘીના માપનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જો આ 3 વસ્તુના પરફેક્ટ માપ સાથે શક્કરપારા બનાવવામાં આવે તો શક્કરપારા એકદમ ખસ્તા અને સ્વાદિષ્ટ બને છે.
Published: Oct 29, 2026, 01:10 PM IST
| Updated: Oct 29, 2026, 01:13 PM IST
Shakkarpara Recipe: શક્કરપારા નાના મોટા સૌ કોઈને ભાવે એવો નાસ્તો છે. જો કે આ નાસ્તો બાળકોને અતિપ્રિય હોય છે. સ્વાદમાં મીઠા શક્કરપારા એટલા ખસ્તા અને પડવાળા બને છે કે બાળકો આરામથી ખાય શકે છે. આ દિવાળી પર માર્કેટમાંથી તૈયાર નાસ્તો લાવવાને બદલે તમે બાળકો માટે ઘરે શુદ્ધ વસ્તુઓ વાપરીને શક્કરપારા બનાવી શકો તે માટે અહીં શક્કરપારા બનાવવાની રીત જણાવી છે.
આ પણ વાંચો: Recipe: ઘરે બનાવો બજારમાં મળે એવી જ સાત પડવાળી પુરી, આ રીતે બધા પડ ખુલશે અને પુરી ક્રિસ્પી બનશે
મેંદાનો લોટ, ઘી અને ખાંડ અહીં દર્શાવેલા માપ અનુસાર લઈ આ રીત ફોલો કરી શક્કરપારા બનાવશો તો ઘરે પણ હલવાઈની દુકાન જેવા જ ખસ્તા અને ક્રિસ્પી શક્કરપારા બનશે.
મેંદાનો લોટ- 500 ગ્રામ
ઘી - 100 ગ્રામ
ખાંડ - 175 ગ્રામ
પાણી - 175 ml
તળવા માટે તેલ
ચપટી મીઠું
શક્કરપારા બનાવવાના સ્ટેપ્સ
- સૌથી પહેલા એક તપેલીમાં પાણી અને ખાંડ ગરમ કરી ઓગાળી લોટ બાંધવા માટે ગળ્યું પાણી તૈયાર કરી લો.
- હવે મોણ માટેના ઘીને ગરમ કરવા મુકો અને મેંદાના લોટને મોટા વાસણમાં કાઢો.
- લોટમાં હુંફાળા ઘીનું મોણ ઉમેરી લોટ અને ઘીને બરાબર મિક્સ કરો.
- લોટમાં ચપટી મીઠું પણ મિક્સ કરો અને પછી લોટમાં ખાંડવાળું પાણી ધીરેધીરે મિક્સ કરી લોટ બાંધો.
- શક્કરપારાના લોટમાંથી 3 મોટા લુઆ કરો અને તેને દસ્તા વડે થોડા ખાંડી લો.
- ત્યારબાદ લોટને હાથથી મસળી અને તેમાંથી જાડી રોટલી વણો. સાથે જ ગેસ પર તેલ ગરમ કરવા મુકી દો.
- રોટલીમાંથી મનપસંદ આકારના શક્કરપારા કટ કરો અને પછી ગરમ તેલમાં ધીમા તાપે શક્કરપારા તળો.
- શક્કરપારાને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી તેલમાંથી કાઢી લો.
- શક્કરપારા ઠંડા થઈ જાય પછી એરટાઈટ કંટેનરમાં ભરી લો.