SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gud Kumkum Mehndi: હથેળી પર ચઢશે એકદમ ડાર્ક રંગ, કંકુ અને ગોળથી ઘરે જ બનાવો ખાસ મહેંદી

Gud Kumkum Mehndi: જો તમારી હથેળીમાં પણ મહેંદીનો ડાર્ક રંગ ચઢતો નથી તો એકવાર કોનની મહેંદી મુકવાને બદલે ઘરે બનાવેલી ગોળ અને કંકુની મહેંદી ટ્રાય કરો. આ મહેંદીથી હથેળી પર ડાર્ક રંગ 100 ટકા ચઢશે.

Written By Krupa Shah
Published: Nov 20, 2026, 12:18 IST | Updated: Nov 20, 2026, 12:25 IST
Join

Gud Kumkum Mehndi: ઘરમાં લગ્ન કે અન્ય કોઈ પ્રસંગ હોય એટલે યુવતીઓ હથેળીમાં મહેંદી મૂકે છે. મહેંદી મુકવા માટે માર્કેટમાં રેડીમેડ કોન મળતા હોય છે. આવા કોનનો ઉપયોગ કરવાનું ઘણી યુવતીઓ ટાળતી હોય છે કારણ કે હવે મોટાભાગની મહેંદીમાં કેમિકલનો ઉપયોગ થયો હોય છે. કેમિકલ ઉમેરવાના કારણે મહેંદીનો રંગ ડાર્ક આવે છે. પરંતુ કેમિકલના કારણે ઘણી વખત સ્કિન પર રિએક્શન પણ આવી શકે છે. જો તમે પણ મહેંદીનો ડાર્ક રંગ લાવવા માંગતા હોય પણ કેમિકલથી બચવું હોય તો તૈયાર કોનને બદલે ઘરે ગોળ અને કંકુની મહેંદી બનાવી લો.

આ પણ વાંચો: Bajra Roti: બાજરાનો રોટલો વારંવાર તુટી જાય છે ? રોટલા માટે લોટ આ રીતે તૈયાર કરજો, એકદમ પરફેક્ટ રોટલો બનશે

ગોળ અને કંકુનો ઉપયોગ કરીને મહેંદી બનાવવાની રીત વર્ષો જૂની છે. મહેંદી બનાવવાની આ પારંપરિક રીત છે. સીમંત જેવો પ્રસંગ હોય ત્યારે હાથમાં મહેંદી લગાડવાની મનાઈ હોય છે તેવા સમયે ગોળ અને કંકુમાંથી નેચરલ મહેંદી તૈયાર કરવામાં આવે છે.. ગોળ અને કંકુમાંથી મહેંદી બનાવવી ખૂબ જ સરળ છે. અને આ મહેંદીની ખાસ વાત એ છે કે તેનાથી હથેળી પર એકદમ ડાર્ક રંગ આવે છે. કંકુ અને ગોળની મહેંદીમાં ડાર્ક રંગ આવે તે વાતની ગેરંટી હોય છે અને આ મહેંદીથી કોઈ પણ પ્રકારનું રિએક્શન પણ આવતું નથી કારણ કે તેમાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ થયો હોય છે.

ગોળ અને કંકુની મહેંદી માટે જરૂરી સામગ્રી

100 ગ્રામ ગોળ, બે ચમચી કંકુ, બે ચમચી ચાની ભૂકી, પાણી જરૂર અનુસાર.

આ પણ વાંચો: Chyawanprash Recipe: બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે, નોંધી લો ઘરે આમળાનું ગુણકારી અને સ્વાદિષ્ટ ચ્યવનપ્રાશ બનાવવાની રીત

ગોળ અને કંકુની મહેંદી બનાવવાની રીત

1. ગોળ અને કંકુ ની મહેંદી બનાવવા માટે સૌથી પહેલા એક જૂનું વાસણ લેવું. જુનુ વાસણ એટલા માટે કે વાસણમાં કંકુ અને ગોળની મહેંદીનો રંગ રહી શકે છે. જોકે આ રંગ કાયમી નથી રહેતો થોડા સમયમાં દૂર થઈ જાય છે. તેથી એવું વાસણ લેવું જેનો ઉપયોગ વધારે કરવામાં ન આવતો હોય.

2. વાસણમાં પાણી લઈ તેમાં ચાની ભૂકી ઉકાળવા મૂકો. ચાની ભૂકી ઉકળવા લાગે અને પાણીનો રંગ કાળો થઈ જાય એટલે ગેસ બંધ કરી પાણીને ગાળી લો.

3. હવે તૈયાર કરેલા ચાના પાણીને ફરીથી તે વાસણમાં ગરમ કરવા મુકો. તેમાં ગોળ ઉમેરી ધીમા તાપે મિશ્રણને ઉકાળો.

4. ગોળ અને ચાની ભૂકીને પાણીમાં ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી પાણી ચાસણી જેવું ઘટ્ટ થવા લાગે.

આ પણ વાંચો: Protein Rich Roti: ઘઉંના લોટની રોટલી જ બની જશે પ્રોટીનથી ભરપુર, લોટ બાંધતી વખતે ઉમેરી દો આ 2 વસ્તુઓ

5. જ્યારે ગોળની ચાસણી બની જાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. ગોળનું મિશ્રણ થોડું ઠંડુ થાય પછી તેમાં કંકુ ઉમેરો અને બરાબર હલાવો.

6. કંકુ ઉમેર્યા પછી મિશ્રણને બરાબર હલાવો જેથી તેમાં ગાઠાં ન પડે. કંકુ ઉમેર્યા પછી મિશ્રણ મહેંદી જેવું ઘટ્ટ થઈ જશે.

7. ત્યાર પછી આ મિશ્રણને પ્લાસ્ટિકના કોનમાં ભરીને બરાબર પેક કરી દો. જો કોનમાં મહેંદી ન ભરવી હોય તો બ્રશની મદદથી પણ હથેળી પર મહેંદી કરી શકો છો. આ રીતે તૈયાર કરેલી મહેંદીથી હથેળી પર એકદમ ડાર્ક રંગ આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES