• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Protein Rich Roti: ઘઉંના લોટની રોટલી જ બની જશે પ્રોટીનથી ભરપુર, લોટ બાંધતી વખતે ઉમેરી દો આ 2 વસ્તુઓ

Protein Rich Roti: ઘઉંના લોટની રોટલી જ બની જશે પ્રોટીનથી ભરપુર, લોટ બાંધતી વખતે ઉમેરી દો આ 2 વસ્તુઓ

Protein Rich Roti Flour: જો તમે પણ ઘઉંના લોટની રોટલીને પ્રોટીનથી ભરપુર બનાવી ખાવા માંગતા હોય તો રોટલીનો લોટ બાંધો ત્યારે ઘઉંના લોટમાં આ બે વસ્તુઓ ઉમેરી દો. આ વસ્તુઓની મદદથી તમને ઘઉંના લોટની રોટલીમાંથી પણ ભરપુર માત્રામાં પ્રોટીન મળશે.

Written ByKrupa Shah
Published: Nov 19, 2026, 11:47 IST|Updated: Nov 19, 2026, 11:49 IST
joinshare
Protein Rich Roti: ઘઉંના લોટની રોટલી જ બની જશે પ્રોટીનથી ભરપુર, લોટ બાંધતી વખતે ઉમેરી દો આ 2 વસ્તુઓ

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

2

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

3

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

4

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

5

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Protein Rich Roti Flour: છેલ્લા કેટલાક સમયથી પ્રોટીન ઇન્ટેક ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. લોકો પણ પ્રોટીન ઇન્ટેકને લઈને જાગૃત થઈ રહ્યા છે તેથી એવા ઉપાયો શોધતા હોય છે જેની મદદથી આહારમાં પ્રોટીનનો સમાવેશ કરી શકાય. પ્રોટીન ઇન્ટેક માટે જરૂરી નથી કે તમે પ્રોટીન પાવડર જ લો રોજના આહારમાં પણ કેટલીક વસ્તુઓ ઉમેરીને પ્રોટીન ઇન્ટેક પૂરું કરી શકાય છે. કેમકે ઘઉંના લોટની રોટલીમાં પણ તમે પ્રોટીન એડ કરી શકો છો. રોટલીમાં પ્રોટીન વધારવા માટે શું કરવું ચાલો તમને જણાવીએ.

આ પણ વાંચો: Liver Friendly Fruits: સફરજનથી પપૈયા સુધી લીવરની ચરબી ઘટાડવામાં મદદ કરી શકે છે આ 5 ફળ

આપણે ત્યાં રોટલી ભોજનમાં સૌથી મહત્વની હોય છે. ઘણા લોકો તો દિવસમાં બે વખત રોટલી ખાતા હોય છે. ઘરમાં મોટાભાગે ઘઉંના લોટની રોટલી બનતી હોય છે. જો તમે ઘઉંના લોટની રોટલીમાં બે વસ્તુઓ ઉમેરી દેશો તો સાદી રોટલી પણ પ્રોટીનથી ભરપૂર બની જશે. ઘરની સાદી રોટલી ને હેલ્ધી અને પ્રોટીન રીચ બનાવવા માટે તેમાં અન્ય બે લોટ ઉમેરવા. આ લોટ કયા છે અને તેનું પ્રમાણ કેવી રીતે રાખવું ચાલો તે પણ જાણીએ.

ચણાનો લોટ ઉમેરો

ઘઉંની રોટલીને પ્રોટીનથી ભરપૂર બનાવવા માટે તેમાં અન્ય બે લોટ ઉમેરી શકો છો. આ બે લોટમાં સૌથી મહત્વનો છે ચણાનો લોટ. તેમાં પણ જો તમે આખા ચણાને દળાવી અને તેનો લોટ તૈયાર કરો તો સૌથી વધારે ફાયદાકારક છે નહીં તો માર્કેટમાં મળતો ચણાનો તૈયાર લોટ પણ લઈ શકાય છે. આ સિવાય રોટલીના લોટમાં જુવાર, બાજરો કે મકાઈનો લોટ ઉમેરવો. ઘઉંના લોટમાં આ બે લોટ ઉમેરવાથી પ્રોટીનથી ભરપૂર રોટલી તૈયાર થાય છે.

આ પણ વાંચો: Chyawanprash Recipe: બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે, નોંધી લો ઘરે આમળાનું ગુણકારી અને સ્વાદિષ્ટ ચ્યવનપ્રાશ બનાવવાની રીત

ઘઉંના લોટમાં ચણાના લોટનું માપ

રોટલી બનાવવા માટે નોર્મલી તમે 4 કપ ઘઉંના લોટનો ઉપયોગ કરતા હોય તો પ્રોટીનથી ભરપૂર રોટલી બનાવવા માટે બે કપ ઘઉંનો લોટ લેવો. તેમાં 1 કપ ચણાનો લોટ અને 1 કપ બાજરો, જુવાર અથવા મકાઈ એ ત્રણમાંથી કોઈ એક લોટ ઉમેરવો. આ રીતે ત્રણેય લોટ મિક્સ કરીને રોટલીનો લોટ તૈયાર કરવો અને તેમાંથી રોટલી બનાવવી.

ઘઉંના લોટમાં ચણાનો લોટ અથવા બાજરો કે જુવારનો લોટ ઉમેરીને બનાવેલી રોટલી પ્રોટીન સહિતના પોષક તત્વોથી ભરપૂર હોય છે. આવી રોટલી નિયમિત ખાવાથી વજન ઘટાડવામાં ફાયદો થઈ શકે છે, બ્લડ સુગર મેનેજ કરવામાં મદદ મળે છે. આવી રોટલી નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક માટે હેલ્ધી છે. સૌથી મોટી વાત એ છે કે આ રોટલી ખાધા પછી કલાકો સુધી ભૂખ નહીં લાગે કારણ કે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જેના કારણે ઓવર ઇટિંગની સમસ્યા પણ દૂર થઈ જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:
recipe