Liver Friendly Fruits: લીવર આપણા શરીરનું મહત્વપૂર્ણ લીવર આપણા શરીરની અંદરનું સૌથી મોટું અંગ હોય છે. લીવર હેલ્થને મોટાભાગના લોકો ત્યાં સુધી મહત્વ આપતા નથી જ્યાં સુધી ફેટી લીવર સહિતની સમસ્યા ન થઈ જાય. અનહેલ્ધી આદતો અને બેઠાડું જીવન શૈલીના કારણે લીવર સંબંધિત સમસ્યાઓ થવાનું પ્રમાણ વધી રહ્યું છે. લીવર સંબંધિત સમસ્યામાં સૌથી વધારે ફેટી લીવરની તકલીફ જોવા મળે છે. જ્યારે લીવરમાં તકલીફ શરૂ થઈ જાય ત્યારે લોકો લીવર હેલ્થ સુધારવા પર ધ્યાન આપવા લાગે છે.
ફેટી લીવર એવી તકલીફ છે જેમાં લીવરની કોશિકાઓમાં સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં ચરબી જામવા લાગે. ફેટી લીવર નોન આલ્કોહોલિક અને આલ્કોહોલિક બે પ્રકારના હોય છે. જેમાં નોન આલ્કોહોલિક ફેટી લીવર થવાનું મુખ્ય કારણ વધારે વજન, ડાયાબિટીસ, ખરાબ જીવનશૈલી, જંક ફૂડ ખાવાની ટેવ અને બેઠાડું દિનચર્યા હોય છે. ફેટી લીવરમાં રાહતની વાત એ છે કે શરૂઆતના સમયમાં જ જો જીવનશૈલીમાં સુધારો કરવામાં આવે, આહારમાં ફેરફાર કરવામાં આવે તો લીવરની ચરબી ઓછી કરાવી શકાય છે. ફેટી લીવરમાં ફાયદો કરે તેવા 5 ફળ વિશે આજે તમને જણાવીએ. આ 5 ફળ વિશે ડોક્ટરનું કહેવું છે કે તે ફેટી લીવરમાં ફાયદો કરી શકે છે
ફેટી લીવરની સમસ્યામાં સફરજન ખાવું સૌથી વધારે ફાયદાકારક રહે છે. સફરજનમાં પેકટીન નામના ફાઇબરની માત્રા વધારે હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. સફરજન એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે લીવરની કોશિકાઓનો ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને સોજો ઓછો કરવામાં મદદરૂપ થઈ શકે છે.
શિયાળામાં મળતા આમળા લીવર માટે અમૃત જેવું ફળ છે. આમળામાં ભરપૂર માત્રામાં વિટામીન સી અને એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે લીવરની કોશિકાઓને નુકસાનથી બચાવે છે. આમળા શરીરમાં ફેટ મેટાબોલિઝમને સુધારવામાં મદદ કરે છે અને લીવરના ફેટને ઓછું કરવામાં પણ મદદ કરે છે.
જામફળ પણ ફેટી લીવરમાં ફાયદાકારક છે. લીવર માટે જામફળના પાનનો રસ પણ ફાયદાકારક ગણાય છે. જામફળમાં એન્ટિ ઓક્સિડન્ટ અને ફ્લેવેવોઈડ્સ ભરપૂર માત્રામાં હોય છે જે લીવરની કોશિકાઓને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. જામફળ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર છે તે વજન ઓછું કરવામાં અને પાચન ક્રિયા સુધારવામાં પણ મદદરૂપ થાય છે.
પપૈયા વિટામિન સી, બીટા કેરોટીન અને ફ્લેવેનોઈડ્સ ભરપૂર માત્રામાં હોય છે જે લીવરમાં થતા ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઓછો કરવામાં મદદ કરે છે. પપૈયામાં પપૈન નામનું એન્જાઈમ હોય છે જે પાચન ક્રિયા પણ સુધારે છે અને લીવરના વિશાક્ત પદાર્થોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. પપૈયાના ગુણ લીવરની કોશિકાઓમાં આવેલો સોજો ઓછો કરવામાં મદદ કરી શકે છે.
ફેટી લીવરમાં મદદરૂપ થાય તેવા ફળમાં પાંચમું ફળ છે સંતરા. સંતરા એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન સી થી ભરપૂર હોય છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર સંતરા ખાવાથી લીવરમાં જામેલું વધારાનું ફેટ ઓછું કરવામાં મદદ મળે છે અને લીવરના સોજાથી બચાવમાં પણ મદદ મળી શકે છે. સંતરા લીવરના એવા એન્જાઈમને સક્રિય કરે છે જે શરીરમાંથી ઝેરી તત્વ બહાર કાઢવામાં મદદરૂપ હોય છે એટલા માટે સંતરા લિવર હેલ્થને સપોર્ટ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)