• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /લાઇફસ્ટાઇલ
  • /Chyawanprash Recipe: બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે, નોંધી લો ઘરે આમળાનું ગુણકારી અને સ્વાદિષ્ટ ચ્યવનપ્રાશ બનાવવાની રીત

Chyawanprash Recipe: બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે, નોંધી લો ઘરે આમળાનું ગુણકારી અને સ્વાદિષ્ટ ચ્યવનપ્રાશ બનાવવાની રીત

Chyawanprash Recipe: શિયાળામાં અનેક લોકો ચ્યવનપ્રાશ ખાતા હોય છે. 99 ટકા લોકો બજારમાંથી રેડીમેડ ચ્યવનપ્રાશ ખરીદતા હોય છે. આમળાનો ચ્યવનપ્રાશ ઘરે પણ બનાવી શકો છો. તો ચાલો જાણીએ ચ્યવનપ્રાશ ઘરે કઈ રીતે બનાવવું.

Written ByKrupa Shah
Published: Nov 18, 2026, 12:06 IST|Updated: Nov 18, 2026, 12:09 IST
joinshare
Chyawanprash Recipe: બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે, નોંધી લો ઘરે આમળાનું ગુણકારી અને સ્વાદિષ્ટ ચ્યવનપ્રાશ બનાવવાની રીત

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

ભાજપે ગુજરાતમાં 2027ની ચૂંટણી માટે તૈયારી કરી શરૂ! 182 બેઠકો પર સ્નેહમિલનથી PM મોદીએ આપ્યા અનેક સંદેશ, જાણો

2

Video: સ્ટેજ પર એક વિદેશી મહિલા ફેને દિલજીત દોસાંઝને ગળે લગાવીને કરી કિસ, સિંગરે કહ્યું: "હું સુંદર છું..."

3

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

4

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

5

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chyawanprash Recipe: શિયાળો શરૂ થાય એટલે ઘણા લોકો ચ્યવનપ્રાશ ખાવા લાગે છે. ચ્યવનપ્રાશ ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરે છે અને શરીરને હેલ્ધી રાખે છે. ચ્યવનપ્રાશમાં અલગ અલગ વસ્તુઓ ઉમેરવામાં આવી હોય છે જે શિયાળામાં શરીરના સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો બજારમાંથી તૈયાર ચ્યવનપ્રાશ ખરીદીને ઉપયોગમાં લેતા હોય છે. બજારમાં મળે તેવું જ ટેસ્ટી અને ગુણકારી ચવનપ્રાશ ઘરે પણ સરળતાથી બની જાય છે.

આ પણ વાંચો: Amla Juice: આમળા, આદુ અને ગોળનું પાણી રોજ પીવાનું શરુ કરી દો, શિયાળામાં બીમારી આસપાસ પણ નહીં ફરકે

ઘરે ચ્યવનપ્રાશ બનાવવામાં એક દિવસ મહેનત કરવી પડે છે પણ એ મહેનતનું ફળ તમને શુદ્ધ અને પૌષ્ટિક ચ્યવનપ્રાશ તરીકે મળે છે. જો તમે આ શિયાળામાં ખાવા માટે ઘરે જ હેલ્ધી અને પૌષ્ટિક ચ્યવનપ્રાશ બનાવવા માંગો છો તો તેની રીત અહીં દર્શાવેલી છે. સામગ્રીના પરફેક્ટ માપ સાથે ચ્યવનપ્રાશ કેવી રીતે બનાવવું તમે પણ જાણી લો. અહીં એક કિલો આમળાનું ચ્યવનપ્રાશ કેવી રીતે બનાવવું તે દર્શાવેલું છે જો તમે આમળાનું માપ વધારે કે ઓછું કરો તો તેની સાથે અન્ય સામગ્રી નું માપ પણ પોતાની રીતે એડજસ્ટ કરી શકો છો.

ચ્યવનપ્રાશ બનાવવા માટે જરૂરી સામગ્રી

આમળા 1 કિલો, દેશી ગોળ 500 ગ્રામ, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ કિશમિશ, 25 ગ્રામ પિસ્તા, 100 ગ્રામ ખજૂર, 100 ગ્રામ દેશી ઘી, 50 ગ્રામ મખાના, 10 થી 12 એલચીનો પાવડર, એક ટુકડો તજ, એક ચમચી કાળા મરીનો પાવડર, એક ચમચી સૂંઠ પાવડર, બે ચમચી મધ

આ પણ વાંચો: Bajra Roti: બાજરાનો રોટલો વારંવાર તુટી જાય છે ? રોટલા માટે લોટ આ રીતે તૈયાર કરજો, એકદમ પરફેક્ટ રોટલો બનશે

ચ્યવનપ્રાશ બનાવવાની રીત

1. સૌથી પહેલા આમળાને સારી રીતે ધોયા પછી તેના ટુકડા કરી કુકરમાં 3 થી 4 સીટી થાય ત્યાં સુધી બાફી લેવા. ત્યારબાદ આમળા ઠંડા થાય પછી તેની પેસ્ટ બનાવી લો.
2. એક પેનમાં બદામ, કાજુ, મખાના અને પિસ્તાને અલગ અલગ ડ્રાય રોસ્ટ કરી તેને પીસી લો
3. ખજૂરના બી કાઢી તેના પણ ટુકડા કરી તેમાં કિસમિસ ઉમેરી પેસ્ટ કરી લો.
4. હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં આમળાની પેસ્ટ ઉમેરી ધીમા તાપે આમળાને શેકો. આમળાને ત્યાં સુધી શેકવા જ્યાં સુધી બધું પાણી બળી ન જાય.

આ પણ વાંચો: Gulab Jamun: માવાની જરૂર જ નથી, મિલ્ક પાવડરથી બનાવો મોમાં મુકતાં જ ઓગળી જાય એવા ગુલાબજાંબુ

5. અન્ય એક વાસણમાં થોડું પાણી લઈ તેમાં ગોળ ઓગાળી લેવો. ગોળ જ્યારે ઓગળી જાય તો મિશ્રણને આમળામાં ઉમેરી દો. 
6. ગોળનું પાણી ઉમેર્યા પછી તેમાં ડ્રાયફ્રુટ, મખાના પાવડર સાથે ખજૂરની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. 
7. બધી જ સામગ્રી એકરસ થઈ જાય એટલે તેમાં એચલી પાવડર, તજનો પાવડર, સૂંઠ, મરી પાવડર ઉમેરો અને બરાબર હલાવો. 
8. આમળાના મિશ્રણને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ થઈ જાય. ચ્યવનપ્રાશ કઢાઈની સાઈડ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દો. ચ્યવનપ્રાશ ઠંડુ થાય એટલે તેમાં મધ મિક્સ કરી કાચના કંટેનરમાં ચ્યવનપ્રાશ ભરી લો. 
9. આ રીતે તૈયાર કરેલા ચ્યવનપ્રાશને ફ્રીજમાં સ્ટોર કરવું.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:
recipe